જ્યોતિષ શાસ્ત્ર

આ 5 રાશિઓના ભાગ્યને મળશે ભરપુર સહયોગ, લક્ષ્મી કૃપાથી જીવનમાં ખુશીઓ આવશે તમારે આંગણે

પાંચ રાશિઓ ઉપરાંત અન્ય રાશિઓનું ભાગ્ય શું કહે છે? આવો તે પણ જોઇએ

મનુષ્યના જીવનમાં સમય અનુસાર ગ્રહોનું પ્રભાવ રહે છે. ક્યારેક વ્યક્તિના જીવનમાં શુભ પરિણામ મળે છે તો ક્યારેક દુઃખનો સામનો કરવો પડે છે. બદલાતી પ્રકૃતિનો નિયમ છે અને આ સમય સતત ચાલતો જ રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહોમાં નિરંતર બદાલાવ થવાના કારણે બ્રહ્માંડમાં શુભ યોગ બને છે અને આ 12 રાશિઓને પ્રભાવિત કરે છે. જ્યોતિષની ગણતરી પ્રમાણે કોઇ પાંચ રાશિઓ એવી છે જેનું ભાગ્ય ભરપુર સહયોગ આપશે. ધનની દેવી માતા લક્ષ્મીજીની કૃપાથી તેના જીવનમાં ઝડપથી ઘણી બધી ખુશીઓ આવશે. આખરે આ ભાગ્યશાળી રાશિઓ કઇ છે તેના વિશે જાણીએ.

મેષ

મેષ રાશિના લોકો પોતાના પરિવારના દરેક સભ્ય માટે સુખ-શાંતિનો સમય છે તે વ્યતિત કરો. માતા લક્ષ્મીજીની કૃપાથી કામના કારણે કરવામાં આવેલા પ્રયત્નનું પરિણામ સારુ જ મળશે. પોતાના કાર્યોનું પરિણામ સારુ જ મળશે. સંતાન પાસેથી સુખ પ્રાપ્તિ થશે. પ્રેમ સંબંધિત વિષય માટે ભાગ્યશાળી સાબિત રહેશે. દાંપત્ય જીવનમાં ચાલે રહેલા તણાવ દૂર થશે. પહેલા ક્યાંક રોકણ કર્યુ હશે તો તેનાથી તમને હવે લાભ મળશે.

સિંહ
સિંહ રાશિના જાતકે સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. માતા લક્ષ્મીજી કૃપાથી નજીક પ્રયાસોના બળે તમને સફળતા મળી શકે છે. ઘરેલુ સુખ સાધનોમાં વધારો થવાની સંભાવના છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. શારીરિક રુપથી વધારે અનુભવશો. પ્રેમ જીવનમાં તમને સુખદ્દ પરિણામ મળે છે. અવિવાહિત લોકોને વિવાહનો સારો સંબંધ મળી શકે છે. ટેકનિકી ક્ષેત્રમાં સમય શ્રેષ્ઠ માનવામાં આવી રહ્યો છે. જો તમે તેમાં ઇન્વેસ્ટ કર્યા હશે તો ભવિષ્યમાં ફાયદો થશે.

કન્યા
કન્યા રાશિવાળા જાતકને લક્ષ્મીજીની કૃપાથી સફળતા પ્રાપ્ત થશે. તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે. તમારું મન પ્રસન્ન થશે, પ્રેમ સંબંધિત સમસ્યાઓનો અંત આવશે. તથા કોઇ જુના પારિવારિક ઝઘડો હશે તો તેનો પણ અંત આવશે. પરંતુ વાદવિવાદથી તમે દૂર રહેશો તો તમારા સંબંધો જળવાઇ રહેશે. ઘર-પરિવારમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે, તથા દાંપત્ય જીવનમાં પણ સુખદ પરિણામ મળશે. આ રાશિના લોકો કોઇને પણ પ્રેમનો ઇઝહાર કરી શકશે.

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકના લોકોનું ભાગ્ય મજબૂત રહેશે. તમારી કિસ્મતના આધારે ઘણા ક્ષેત્રો દ્વારા લાભ મળશે. કામકાજની યોજનાઓ પૂર્ણ થઇ શકશે. લક્ષ્મીજીની કૃપાથી લાંબા સમયથી અટકી ગયેલા કાર્યો પૂર્ણ થશે. તમારુ મન પ્રફૂલીત રહેશે. તમારા કાર્યસ્થળ પર તમારા અધિકારી તમારી પ્રશંસા કરશે, તથા દાંપત્ય જીવન ખુશખુશાલી પૂર્વક વ્યતિત થશે.

મીન
મીન રાશિના જાતકો પર લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ સતત બનેલી રહેશે. તમારા માટે અત્યારના દિવસ ખુબ જ સારા છે. તમે રોમેન્ટિક મુડમાં રહેશો. વૈવાહિક જીવન સારી રીતે વ્યતિત કરી શકશો. ઘરેલુ મુશ્કેલીઓમાંથી રાહત મળશે. તથા તમે જે કંઇ પણ મહેનત કરી રહ્યાં છો તેમાં તમને ફાયદો થશે. શેર માર્કેટથી જોડાયેલા હોય તો તમને તેમાં પણ ફાયદો થવાની સંભાવના છે.

અન્ય રાશિના ભાગ્ય વિશે જાણીએ…

વૃષભ
વૃષભ રાશિના લોકોનો સમય મધ્યમ રહેશે. તમારી ઇચ્છાઓ પૂર્ણ કરવામાં જ બધા લાગેલા રહેશે. તમારી આવક સામાન્ય રહેશે. ઘરેલુ ખર્ચામાં વધારો થશે તથા સંભાવના છે કે કોઇ મહત્વપૂર્ણ કાર્ય કરશો જેમાં તમારા પિતાનો તમને સહયોગ મળી રહેશે. તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહ્યાં કરશે. પરંતુ સ્વાસ્થ્ય સાથે કોઇ પ્રકારની બેદરકારી ન રાખશો.

મિથુન
મિથુન રાશિના જાતકનો સમય ઠીક-ઠાક રહેશે. તમે તમારા મનપસંદ ભોજનનો લાભ ઉઠાવો. પરંતુ તમે તેલ મસાલાવાળી વસ્તુઓનું સેવન કરવાનું ટાળજો. તમે તમારી યોજનામાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરો. તમારુ સ્વાસ્થ્ય નબળુ રહેશે. પ્રેમજીવનમાં તમને મળેલા પરિણામ પ્રાપ્ત થશે. કાર્ય સ્થળ પર લોકો સાથે વાત કરવામાં સાવચેતી રાખવી કારણ કે મતભેદ થવાની સંભાવના વધુ છે. તથા નવા લોકો સાથે ઓળખાણ થવાની સંભાવના છે.

કર્ક
કર્ક રાશિના જાતકનો સમય સામાન્ય રહેશે. વિદ્યાર્થી વર્ગના લોકોને શિક્ષામાં સફળતા મળશે. કામમાં તમે જે પ્રમાણે મહેનત કરશો. તે પ્રમાણે તમને પરિણામ મળશે. તમારે તમારા વિદ્યાર્થીઓથી થોડા સાવધાન રહેવાની જરુર છે. કારણ કે તે તમને નુકશાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે. દાંપત્ય જીવનમાં પ્રેમ જળવાયેલો રહે અચાનક કોઇ વાતને લઇને માનસિક તણાવ વધી શકે છે.

તુલા
તુલા રાશિના જાતકો માટે ઘણો સારો સમય છે તેમ કહી શકાય. તમારે પરિવારના સભ્યો સાથે તાલમેલ જાળવી રાખવો જરુરી છે. કોઇપણ ચીજ વસ્તુ પર ધન ખર્ચ થઇ શકે છે. સંપત્તિના કાર્યોમાં તમારે સમજી વિચારીને કામ કરવાનું રહેશે. નોકરી કરનારા લોકોની અચાનક ટ્રાંસફર થઇ શકે છે. કેટલાક કારણો દ્વારા તમારા કામ કાજમાં તે પ્રભાવિત થઇ શકે છે. વ્યાપારથી જોડાયેલા લોકોને લાભ થશે. તમારે ક્યાંક દૂર લાંબી યાત્રા પર જવાના યોગ છે.

ધન
ધન રાશિના લોકોનો સમય નબળો રહેશે. આ રાશિવાળા લોકોમાં માનસિક તણાવથી પસાર થવુ પડશે. તમે કોઇ પણ કાર્યને ઝડપથી પતાવવાનો પ્રયત્ન ન કરો. સાસરા પક્ષથી તમને સહયોગ પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનમાં તમારે સમજી વિચારીને ચાલવુ પડશે. કારણ કે પતિ પત્ની વચ્ચે તણાવ રહેવાની સંભાવના છે. વ્યાપાર સાથે જોડાયેલા લોકોએ કોઇ નવો અખતરો ન કરો. જો કંઇક નવું કરવા જશો તો નિષ્ફળતા મળશે સાથે ખોટ પણ થશે. વાદ-વિવાદથી દૂર રહેવાનો પ્રયત્ન કરો.

મકર
મકર રાશિના લોકોનો સમય અત્યારે સારો છે. પ્રેમ જીવનમાં તમારા જીવનનો સમય રોમેન્ટિક રહેશે. આ રાશિના લોકોએ વધારાનો કોઇ પણ ખર્ચ ન કરવો. કારણ કે અત્યારના સમય તમને આર્થિક સમસ્યા રહેશે. તમારી આવક સામાન્ય રહેશે. સંતાન તરફ થી તમને સારા સમાચાર મળી શકે તેમ છે. તમારે તમારા દરેક કાર્ય સમય પર પૂર્ણ કરી લેવા જોઇએ. વ્યાપારમાં તમારે અત્યારે ધિરજથી કામ લેવાની જરુર છે.

કુંભ
કુંભ રાશિના લોકોનો સમય સામાન્ય રહેશે. તમે અન્ય કોઇ વ્યક્તિના કાર્યમાં દખલગિરી ન કરશો. તમારી આવક સારી રહેશે. તમારા રોકાયેલા પૈસા પણ તમને પાછા મળશે. તમને તમારા વિરોધીઓથી સાવધાન રહેવાની જરુર છે. ઘર પરિવારનો માહોલ સારો રહેશે. લવ પાર્ટનર સાથે થયેલા મતભેદનો અંત આવશે. તમારી કોઇ પણ યોજના પર ફરી વિચાર કર્યા બાદ જ અમલમાં મુકશો તો તે હિતાવહ કહેવાશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.