જ્યોતિષ શાસ્ત્ર

માસિક રાશિફળ: જાન્યુઆરી મહિનામાં આ 9 રાશિઓ રહેશે સુખ,સમૃદ્ધિ અને ધનદૌલતથી ભરપૂર- વાંચો જાન્યુઆરી ૨૦૨૧નું રાશિફળ

ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે તેનો આવનારો મહિનો કેવો વીતશે ? આજે અમે તમને જાન્યુઆરી મહિનાનું રાશિફળ જણાવવા જઈ રહ્યા છીએ. આ માસિક રાશિફળથી તમે જાણી શકશો કે તમારો આખો મહિનો કેવો રહેશે.

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકોને આ મહિનાના આરંભમાં શુભ રહેશે. કામને લઈને સહયોગ મળશે. નવા વિચારો કામમાં આવી શકે છે. ખર્ચમાં જબરદસ્તી વૃદ્ધિને કારણે પરેશાન થઇ શકો છો. તમારા સહકર્મીઓને તમારાથી બનતી મદદ કરો. પારિવારિક જીવન માટે આ મહિનો સારો રહેશે. સામાજિક અને પારિવારિક જીવનથી માતા-પિતાનો સહયોગ મળશે. લવ લાઈફ માટે આ મહિનો ખાસ છે. આ મહિને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. આ મહિને વિધાર્થીઓને શિક્ષણમાં નવો અવસર મળી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકો માટે આ મહિનો લાભકારી છે. ખુદ પર વિશ્વાસ રાખીને કોઈ પણ કામ કરો. વિધાર્થીઓ ભણવાની સાથે-સાથે રમતમાં પણ ભાગ લેવો જોઈએ. તમારી જૂની સમસ્યાથી રાહત મળશે. તમે તમારા ગુસ્સાને અને અહંકારને દૂર કરી શકો છો. તમારી સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે. તમે તમારા કામની ક્ષમતામાં વધારો થશે. વિરોધીઓથી સાવચેત રહો. યાત્રાથી લાભ થઇ શકે છે. લવલાઇફમાં ખુશ રહેશો. ધંધાને લઈને પ્રવાસ થઇ શકે છે. નવા લોકો સાથે મુલાકાત થઇ શકે છે. સ્વાસ્થ્ય માટે આ મહિનો ઠીકઠાક રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકોને કોઈનું ભલું કરવા પર તકલીફ પડી શકે છે. કોઈ પ્રકારની પૈસાની લેવડ-દેવડના કરો. છેલ્લા થોડા દિવસ પહેલા કરેલા કરિયર પ્રયાસોનો ફળ મળવાનો સમય આવી ગયો છે. કોઈ મોટી સફળતા મળશે. પરિવાના મિત્રો અને સભ્યો સાથે મેળ બનાવીને રાખો જે તમારી માટે લાભદાયી રહેશે. આજના દિવસે સારું કામ કરશો. લવ લાઈફ માટે આ મહિનો થોડો કમજોર છે. આ મહિને આર્થીક સ્થિતિ સારી રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકોને આ મહિને ખર્ચમાં ખૂબ વધારો થશે, પરંતુ ધાર્મિક કાર્યનું કામમાં પણ તમારું મન લાગશે. તમારા કામના સંબંધમાં પરિસ્થિતિઓ સારી રહેશે અને તમને તમારા પરિવારનો સહયોગ મળશે. તમે કામમાં તમારી મનપસંદ વસ્તુઓ પર ધ્યાન આપશો અને તમારા ક્ષેત્રમાં નિપુણ બનશો. તમે નાણાકીય આર્થિક સંકટમાંથી પસાર થઈ શકો છો. તમે તમારા વ્યવસાયી સાથીઓ સાથે સંઘર્ષ કરી શકો છો. આ મહિને તમારા લવ પાર્ટનરનો સહયોગ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકો આ મહિને કયાંક લાંબા પ્રવાસ પર જઈ શકે છે. તે તમને આનંદદાયક સાબિત કરશે. સંજોગો પણ તમને અનુકૂળ રહેશે. કાર્યસ્થળ પર તમે કોઈની સાથે સંઘર્ષ કરી શકો છો. નોકરી કરતા લોકો માટે સરેરાશ મહિનો હશે, પરંતુ કામનો બોજ વધારે રહેશે. મિત્રોની સહાયથી તમારું વિશેષ કાર્ય પૂર્ણ થશે. આર્થિક વિકાસના નવા માર્ગ ખુલશે. ધર્મ અને શુભ કાર્યો તરફનો વલણ વધશે. લવ લાઈફમાં નવી શરૂઆતનો મોકો મળી શકે છે. કોઈ પ્રોપટી લાભ મળવાની સંભાવના છે. ભણતરમાં સારું પ્રદર્શન કરી શકો છો. બીમારીથી તમને છુટકારો મળી શકે છે. તમારુ સ્વાસ્થ્ય મજબૂત રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકોને પરિવારના સભ્યોનો સહયોગ મળશે અને તમે તમારા મનથી ખુશ રહેશો, જેનાથી કાર્યમાં સફળતા મળશે. આ મહિને તમારો હોસલો વધારે રહેશે. ધંધામાં પ્રતિસ્પર્ધાની તકો મળશે. જેઓ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તેમને કેટલીક સારી ઓફરો મળશે. ઘરમાં ધાર્મિક વિધિ થશે. પરિવારના વૃદ્ધ વડીલો પરિવારમાં સાથ મેળવી શકે છે. રચનાત્મક કાર્યમાં નાણાંનું રોકાણ કરી શકે છે. લવ લાઈફ જીવતા લોકોને ખુશી મળશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં તણાવની સ્થિતી રહેશે.

7. તુલા – ર, ત (Libra):કામને લઈને આજના દિવસે તમે વ્યસ્ત રહેશો. પારિવારિક જીવન ખુશીભર્યું રહેશે. લોકો પ્રત્યે આકર્ષિત મહેસુસ કરી શકો છો. સામાજિક રીતે તમે વધુ વ્યસ્ત નહીં રહો. નહીં તો તમે ખુદ માટે સમય નહીં કાઢી શકો. આ સમય દરમિયાન તમે કામને લઈને નવી યોજના બનાવી શકો છો. આ સમય દરમિયાન સુખ-સુવિધા પર વધુ ખર્ચ થશે. આ સમય દરમિયાન તમે વિરોધીઓ પર ભારે પડી શકો છો. લવ લાઈફ જીવતા લોકો માટે આ મહિનો રોમેન્ટિક રહેશે. કરિયરને લઈને આ મહિનો લાભદાયક રહેશે. સારા સ્વાસ્થ્ય માટે થોડી મહેનત કરવાની આવશ્યકતા રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ મહિનામાં નોકરીમાં કોઈ પણ કાર્ય માટે તમારી પ્રશંસા થશે, જે તમારું મન પ્રસન્ન કરશે. તમારે બીજા કોઈ સાથે ખરાબ બોલવાનું ટાળવું પડશે, નહીં તો સમસ્યાઓ આવી શકે છે અને તમારું કામ વધુ ખરાબ થઈ શકે છે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. અચાનક નવા સ્રોત તમને લાભ આપી શકે છે. તમારી નજીકના લોકો સાથે સમય વિતાવવો તમને ખુશ કરશે. વિવાહિત લોકોના વિવાહિત જીવનમાં તણાવ રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): પરિવારના નાના વ્યક્તિને તમારી સહાયની જરૂર પડશે. કામને લઈને તમારી સાથે કામ કરનારાઓ સાથે સારું કરો. તેઓ તમને ખૂબ મદદ કરશે. તમને અચાનક ઘણાં પૈસા મળે એવી આશામાં કોઈ જોખમ થવાનું ટાળો. તમે સામાજિક કાર્યોમાં ખૂબ સફળ થશો. જરૂરિયાત મંદોને કપડાનું દાન કરો, તમને ક્ષેત્રમાં લાભ થશે.બહારનું ના જમો. લવલાઈફ જીવતા લોકો માટે આ મહિને આનંદ મળશે. વિધાર્થીઓ ભણવામાં વધુ ધ્યાન આપશે. હાઈ બીપીના લોકોને તકલીફ થઇ શકે છે.

10. મકર – જ, ખ (Capricorn): આ મહિને નસીબ તમારી સાથે રહેશે, તેથી તમને દરેક બાબતમાં સફળતા મળશે. તમારી સખત મહેનત થશે. તમારી કલ્પનાઓ તમને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. અગાઉ થયેલા કોઈપણ કામથી તમને ફાયદો થશે. લેવડદેવડના મામલામાં કોઈ મોટાના અભિપ્રાય લેવાનું ફાયદાકારક રહેશે. કોઈ નવા કાર્યનું જોખમ ન લેશો. તમને વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે. લવ લાઈફ જીવતા લોકો માટે આ મહિનો સામાન્ય રહેશે. આ મહિને વેપારમાં વધારો થઇ શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકો માટે આ મહિને પરિવારમાં ઝઘડો થઇ શકે છે. વરિષ્ઠ તમારા કામથી પ્રસન્ન રહેશે. નોકરી કરતા લોકોને વિશેષ લાભ મળશે. જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે. આવકમાં વૃદ્ધિ થશે. શત્રુઓ તમારા પર હાવી થઇ શકે છે. કામને લઈને માનસિક થાક લાગશે. નોકરી કરતા લોકો આ મહિને વ્યસ્ત રહેશે. લવ લાઈફ જીવતા લોકો માટે આ મહિનો સારો રહેશે. ધંધામાં નવો ભાગીદાર મળશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂરત છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ મહિનામાં તમે તમારા ભાઈઓ સાથે સમય પસાર કરશો. તેમને પણ ફાયદો થશે. વ્યવસાય સંબંધિત કાર્યોમાં ખૂબ વ્યસ્ત રહેશો. તમારા ઉપરી અધિકારીઓ અને સાથીદારો તમને પૂરતા પ્રમાણમાં સહયોગ કરશે નહીં. મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત કરશે. કામકાજની સફળતાથી મિત્રો રાજી થશે. તમારા પરિવારના લોકો અને સંબંધીઓ તમારા કામ અને વર્તનથી ખુશ રહેશે અને તમને ટેકો પણ આપશે. જીવનસાથી પર ધ્યાન આપો. તેની જરૂરિયાતને સમજો અને કામમાં સહયોગ મળશે. વિધાર્થીઓને ભણવામાં મન લાગશે. કોઈ બીમાર વ્યક્તિને ઘરેલુ ઉપચારથી ફાયદો નહીં રહે.