જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 9 સપ્ટેમ્બર : ગુરુવારના દિવસે આ 5 રાશિના જાતકો માટે રહેવાનો છે ખુબ જ ખાસ, સાંઈબાબાની મળશે કૃપા

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકો આજે ભક્તિમય જોવ મળશે. આજે તમે ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય કરાવી શકો છો અથવા તો કોઈ દેવસ્થાન ઉપર પરિવાર સાથે જઈને પણ દર્શન કરી શકો છો. આજે તમારા શરીરમાં એક ઉર્જા જોવા મળશે. જેના કારણે પરિવાર પણ પ્રફુલ્લિત હશે. પરણિત લોકોને આજે કોઈ ખુશ ખબરી મળી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ ખાસ બનશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકો આજે પોતાના કામને લઈને ગંભીર થતા જોવા મળશે. આજે જો કોઈ પાર્ટનરશીપમાં ધંધો કરવાનું વિચરતા હોય તો જરા સાચવીને કરજો. લાંબા સમયે નિરાશા મળવાના ચાન્સ રહેલા છે. નોકરી ધંધા માટે આજનો દિવસ મધ્યમ રહેશે. પરણિત લોકોને આજે સાસરી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે ખુશ નજર આવશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાટકોનો આજનો દિવસે સારો રહેશે. આજના દિવસે એનર્જી વધશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે તણાવ રહેશે. ઘરની કોઈ તકલીફ કારણ આ તણાવનું કારણ બની શકે છે. આજના દિવસે સંતાન સાથે સમય વિતાવવાનું વધુ પસંદ કરશો જેનો પૂરો ખ્યાલ રાખો.  સ્વાસ્થ્ય સારું રહેશે. નવા કામની તારીફ થશે. લવ લાઈફ વિતાવી રહેલા લોકોને આજના દિવસે પ્રિય વ્યક્તિ સાથે ફરવા જવાનો આનંદ મળશે.

4. કર્ક – ડ, હ (Cancer): કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે અનુકૂળ રહેશે. પૈસા સાથે જોડાયેલી બાબતોમાં તમે આજે ભાગ્યશાળી રહેશો. પૈસાની આવક રહેશે. આવકને મજબૂત બનાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે. લવ લાઈફમાં કેટલીક સમસ્યાઓ આવશે. તમારા અને તમારા પ્રિય વચ્ચે સાચી સમજણ જોવા નહિ મળે અને તેમની તબિયત પણ બગડશે જ્યારે વિવાહિત લોકો તેમના જીવનને સારી રીતે માણી શકશે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગદોડ ભર્યો રહેશે. તમારું મન કોઈ એક જગ્યાએ રહેશે નહીં, પરંતુ એક જ સમયે તમારા મગજમાં ઘણી યોજનાઓ બનશે, જેમ કે કામમાં અડચણ આવી શકે છે. તમને કોઈ અનુભવી વ્યક્તિની સલાહ મળી શકે છે જે તમારા મિત્ર છે. કામને લઈને દિવસ સારા પરિણામ લાવશે. પરંતુ અજાણ્યો ડર મનમાં રહેશે. જીવનસાથીને આરોગ્ય પણ આપશે. પ્રેમી પંખીડાઓ માટે સારો સમય છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકોને દિવસ તમારા માટે સાધારણ ફાયદાકારક રહેશે. સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે. તમારા સ્વાસ્થ્યમાં તમે જે બેદરકારી દાખવી રહ્યા છો તેના કારણે આજે તમને થોડી સમસ્યાઓ આવી શકે છે. પેટમાં અસ્વસ્થતા અથવા ગેસની ફરિયાદો હોઈ શકે છે. તમે તમારા કામ પર પૂર્ણ ધ્યાન આપશો અને અંગત જીવન પણ તમને સંતોષ આપશે. પરિણીત લોકો તેમના ઘરના જીવનને વધુ સુંદર બનાવવા માટે પ્રયત્નશીલ જોવા મળશે. વેપારમાં આજનો દિવસ સફળ રહેશે. કેટલાક નવા લોકોને મળવાની તક મળશે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકો માટે આજના દિવસે વધુ મહેનત કરવી પડશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. ખર્ચમાં વધારો થશે. માનસિક તણાવથી તમે પરેશાન રહેશો. જેનાથી તમે મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. પરણિત લોકો માટે ગૃહસ્થ જીવનમાં જીવનસાથી સાથે નજીક આવવાનો અવસર મળશે. એકબીજામાં સમજ જોવા મળશે. પ્રેમમાં ભાવના વધશે. પ્રેમી પંખીડાઓ માટે આજે પોતાના લગ્નને લઈને ઘરે વાત કરવા માટે સારો દિવસ છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. વેપારમાં સુગમતા આવશે. આવકમાં વધારો થશે.જેનાથી મનમાં ખુશી થશે. નોકરી કરતા લોકોને આજના દિવસે ખુબ મહેનત કરશો. જેનાથી સારા પરિણામ મળશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. ધર્મ કર્મમાં વધુ ધ્યાન આપશો. કોઈ મિલ્કતનો સોદો થઇ શકે છે. પ્રેમ સંબંધમાં પ્રેમ વધશે. પ્રિય વ્યક્તિ સાથે સમય પસાર કરશો. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે પ્રેમ અને રોમાન્સ વધશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકોને આજે કોઈ પારિવારિક સમસ્યા સતાવી શકે છે. આજે પરિવારનું કોઈ સદસ્ય તમારી ચિંતાનું કારણ બની શકે છે. જેને લઈને મન પણ ઉદાસ રહશે. આજે જો શક્ય હોય તો પોતાનું મગજ પોતાના કામકાજમાં વધારે પરોવી રાખવું તમારા માટે લાભકારક હશે. પરણિત લોકોના જીવનમાં આજે ગૃહક્લેશ થવાની સંભાવના છે, પ્રેમી પંખીડાઓએ આજના દિવસે પોતાના પ્રેમીને દિલમાં રહેલી વાત જણાવી દેવી ફાયદાકારક રહેશે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકોએ આજના દિવસે ઘરમાં કોઈ નવી વસ્તુ લાવવા વિશેનો વિચાર કરી શકો છો. આજે તમને પરિવારનો પણ ભરપૂર સાથ મળશે. આજે જીવનમાં કોઈ નવી વ્યક્તિ આવવાનો સંભાવના પણ છે. લગ્ન ઇચ્છુક લોકોને લગ્ન માટે સારા સંબંધો મળી શકે છે. પરણિત લોકોનું જીવન ખુશી ભરેલું રહેશે. પ્રેમી પંખીડાઓ આજે થોડા તણાવના મૂડમાં જોવા મળશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકોએ આજે પોતાના કામ ઉપર વધારે ધ્યાન રાખવાની જરૂર છે. આજે તમને કાર્યસ્થળ ઉપરથી કેટલીક નવી બાબતો જાણવા મળશે, જે તમારા જીવનમાં ફાયદાકારક બનશે. આજે તમારા બોસ તમારી મહેનત અને કામ જોઈને ખુશ થતા જોવા મળશે, જેનો પણ લાભ મળી શકે છે. પરણિત લોકો આજે રોમાન્ટિક મૂડમાં નજર આવશે. પ્રેમી પંખીડાઓ આજે ઘરમાં પોતાના સંબંધ માટે વાત કરી શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકોને આજના દિવસે આર્થિક સમસ્યા તકલીફનું કારણ બની શકે છે. આજે તમે પૈસાની પાછળ વધારે ભાગતા જોવા મળશો પરંતુ સફળતા તમારાથી એક ડગલું આગળ જોવા મળશે. આજે તમારે ધીરજથી કામ લેવાની જરૂર છે. પરણિત લોકોને આજે પોતાના પાર્ટનરનો સાથ મળશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેવાનો છે.