વરરાજાના મિત્રોએ “પઠાણ”ના “બેશરમ રંગ” ગીતના હુક સ્ટેપ પર કર્યો એવો ડાન્સ કે લોકોએ કોમેન્ટ કરીને કહ્યું…”દીપિકા જોઈને શરમથી પાણી પાણી થઇ જશે” જુઓ

બેશરમ રંગ પર વરરાજાના મિત્રોએ ડાન્સ ફ્લોર પર લગાવી દીધી આગ, એવો ડાન્સ કર્યો કે જોનારા પણ હેરાન રહી ગયા… જુઓ વીડિયો

બોલીવુડના બોયકોટ ટ્રેન્ડ વચ્ચે શાહરુખ ખાનની “પઠાણ” ફિલ્મ જબરદસ્ત ચાલી રહી છે આ ફિલ્મે ફક્ત 5 દિવસમાં જ 500 કરોડથી પણ વધારેની કમાણી કરી લીધી છે. ત્યારે આ ફિલ્મનું એક ગીત “બેશરમ રંગ” પણ જબરદસ્ત હિટ રહ્યું અને હાલ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે. ત્યારે આ ગીત પર ઘણી બધી રીલ પણ બની રહી છે.

ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં વરરાજાના મિત્રો આ ગીત પર એવી રીતે ડાન્સ કરી રહ્યા છે કે લગ્નમાં આવેલા મહેમાનો પણ જોઈને હેરાન રહી જાય છે અને પેટ પકડીને હસવા માટે મજબુર બની જાય છે. વરરાજાના મિત્રોએ બેશરમ રંગના હુક સ્ટેપને કોપી કરતો ડાન્સ કર્યો હતો જે હાલ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં વરરાજાના મિત્રોને ડાન્સ ફ્લોર પર ભવ્ય રીતે એન્ટ્રી લેતા જોઈ શકાય છે. આગળ વિડિયોમાં તમે જોશો કે ડાન્સ ફ્લોર પર પહોંચતા જ મિત્રોનું ગ્રુપ ફિલ્મ ‘પઠાણ’ના સુપરહિટ ગીત ‘બેશરમ રંગ’ પર પરફોર્મ કરવાનું શરૂ કરે છે. આ દરમિયાન, છોકરાઓ દીપિકા પાદુકોણ પર ચિત્રિત ગીતના હૂક સ્ટેપ પરફોર્મ કરતા જોવા મળે છે.

આ હૂક સ્ટેપ થતાં જ છોકરાઓનું ટોળું આખી પાર્ટીને લૂંટી લે છે. વીડિયોમાં વરરાજાના મિત્રો જમીન પર બેસીને અદ્ભુત સ્ટેપ્સ કરીને લોકોની તાળીઓ પણ લૂંટી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને ખૂબ જ જોવામાં આવી રહ્યો છે અને પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયો પર લખવામાં આવ્યું છે કે, ‘જ્યારે બેશરમ એ નવો ટ્રેન્ડ છે.’

Niraj Patel