એક સુંદર સેલિબ્રિટીની હત્યા કરી ફ્રિજમાં રાખી દીધા લાશના ટુકડા, ન મળ્યુ ધડ અને હાથ, પોલીસે અંદર જઈને જોયું તો…

દિલ્લીનો શ્રદ્ધાહત્યાકાંડ ઘણો ખૌફનાક હતો અને આ હત્યાકાંડ જાણી બધાના રૂંવાડા પણ ઊભા થઇ ગયા હતા, ત્યારે આવો વધુ એક મામલો સામે આવ્યો છે, જેમાં એક ચર્ચિત મોડલના મોત બાદ તેના પૂર્વ પતિની ધરપકડ કરી લેવામાં આવી છે.પોલિસે મોડલની લાશના ટુકડાને જપ્ત કરી લીધા છે, જેને જોઇ બધા હેરાન છે. પૂર્વ પતિ સાથે મોડલના પૂર્વ સસરાની પણ ભૂમિકા સંદિગ્ધ છે. અનુમાન છે કે મોડલની હત્યાના માસ્ટરમાઇન્ટ પૂર્વ સસરા જ છે. મોડલની ઓળખ એબ્બી ચોઇના રૂપમાં થઇ છે.

પોલિસે આ જઘન્ય હત્યાકાંડ વિશે જણાવ્યુ કે, મોડલના શરીરના કેટલાક ટુકડા એક ભાડાના મકાનના ઘરમાં રેફ્રિજરેટરની અંદરથી મળ્યા. આ ભયાનક હત્યાકાંડ દુનિયાના સૌથી સુરક્ષિત શહેરોમાંના એક ગણાતા હોંગકોંગમાંથી સામે આવ્યો છે. એબ્બી ચોઇ હોંગકોંગની લોકપ્રિય મોડલ હતી. ઘણા ઓછા સમયમાં એબ્બીએ ખૂબ લોકપ્રિયતા હાંસિલ કરી હતી. માત્ર 28 વર્ષની એબ્બી એક યુવા અને તેજીથી આગળ વધતી મોડલ હતી. તે આ મહિને મોનાકો મેગઝિનના કવર પેજ પર પણ આવી હતી.

પોલિસ અધિક્ષકે આ મામલાને લઇને મીડિયાને જણાવ્યુ કે, રેફ્રિજરેટરની અંદર એક મહિલાનું અંગ મળવું હેરાન કરી દેનારુ હતુ. તેમણે કહ્યુ કે, ચોઇના પૂર્વ પતિની તેમજ તેના પિતા, માતા અને મોટા ભાઇની ધરપકડ કરવામાં આવી છે અને તેમના પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રીપોર્ટ્સનું માનીએ તો, પોલિસને આ મોડલની લાશ લુંગ મેઇના એક ઘરમાં મળી હતી. તેમણે જણાવ્યુ કે, પોલિસને ત્યાં મૃતકનું આઇડી, ક્રેડિટ કાર્ડ અને અન્ય સામાન સાથે રેફ્રિજરેટરની અંદરથી બે પગ મળ્યા હતા.

સૂપના વાસણમાં હ્યુમન ટિશુ મળ્યા, જ્યારે મૃતકનું ધડ, માથુ અને હાથ ઘટનાસ્થળે નહોતા, તેની શોધ જારી છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, મોડલના પૂર્વ સસરા જે પોતે પોલિસમાં છે, તેને હત્યાનો અસલી માસ્ટરમાઇન્ડ હોવાનું કહેવાય છે. પોલિસનું માનવું છે કે એબ્બીનો પૂર્વ પતિ અને પૂર્વ સાસરિયાવાળા સાથે 100 મિલિયન હોંગકોંગ ડોલરની સંપત્તિને લઇને વિત્તીય વિવાદ હતો, જેને તે વેચવા માગતી હતી. આ વાતને લઇને અવાર નવાર વિવાદ થતો રહેતો હતો.

સીએનએને પોલિસના હવાલે જણાવ્યુ કે આ મામલે મોડલના પૂર્વ પતિ એલેક્સની શનિવારે શહેરના બાહરી દ્વીપ પર ધરપકડ કરવામાં આવી હતી. તે નૌકા ઘાટ પર શહેરથી દૂર ભાગવાની યોજના બનાવી રહ્યો હતો. પોલિસે તેની પાસેથી 500,000 હોંગકોંગ ડોલર રોકડ અને લગભગ 4 મિલિયન હોંગકોંગ ડોલરની લક્ઝરી ઘડિયાળો જપ્ત કરી છે. ચોઇએ હાલમાં જ 70 મિલિયન હોંગકોંગ ડોલરની પ્રોપર્ટી વેચી હતી,

જેને કારણે તેના પૂર્વ સાસરાવાળા નારાજ થઇ ગયા હતા. આ કારણે તેઓએ કથિત રીતે હત્યાની સાજિશ રચી. ધ સ્ટેટ્સ ટાઇમ્સના એક રીપોર્ટ અનુસાર, ચોઇનાએક અન્ય સાથી ટૈમ ચુક ક્વાન સાથે તેના બે બાળકો પણ છે, જેની સાથે તેના 2016માં લગ્ન થયા હતા. જો કે, આ લગ્નને ક્યારેય અધિકારિક રૂપથી પંજીકૃત કરવામાં નહોતા આવ્યા.

Shah Jina