ખબર મનોરંજન

કોણ હતી એ મશહૂર હસ્તી જેની ભયાનક હત્યા કરવામાં આવી ! ફ્રિજમાંથી મળ્યો કપાયેલો પગ અને માથુ મળ્યુ સુપના વાસણમાં તરતુ…

હત્યારાઓ લાશના ટુકડા કરી સૂપ બનાવી પી ગયા.. સૂપ બનાવવાના વાસણમાં રાખ્યુ હતુ કપાયેલુ માથુ- જાણો પૂરી કહાની

Hong Kong Model Abby Choi Horror : તમને દિલ્લીનો શ્રદ્ધા હત્યાકાંડ તો યાદ જ હશે ને… આફતાબ નામના નરાધમ આરોપીએ શ્રદ્ધાની હત્યા કરી તેની લાશના અનેક ટુકડા કર્યા અને તેને ફ્રિજમાં રાખી ધીરે ધીરે તેનો નિકાલ કર્યો હતો. ત્યારે હાલમાં શ્રદ્ધા કરતા પણ વધારે ખૌફનાક હત્યાનો મામલો સામે આવ્યો છે. 28 વર્ષિય એબી ચોઇ (Abby Choi) 22 ફેબ્રુઆરીથી લાપતા હતા અને પોલિસે 24 તારીખે તેના ઘરની તલાશી લીધી. આ દરમિયાન ફ્રીજમાં તેના કપાયેલા પગ મળ્યા. પહેલી દ્રષ્ટિએ ઘર જોતા તો એવું લાગ્યુ કે તેને સંગીન હત્યાને અંજામ આપવા તૈયાર કરવામાં આવ્યુ હતુ.

હત્યાના આરોપમાં 25 ફેબ્રુઆરીએ એબીના પૂર્વ પતિની ધરપકડ કરવામાં આવી હતી. તેની સાથે પૂછપરછ કરી બાકીના બોડી પાર્ટ્સની શોધ કરવામાં આવી. પૂર્વ પતિએ હત્યા કર્યા બાદ એબીની લાશના ટુકડા કરી દીધા હતા. પોલિસને ઘરના ફ્રિજમાંથી એબીના કપાયેલા પગ મળી આવ્યા. રીપોર્ટ અનુસાર, એબીનો તેના પૂર્વ પતિ અને તેના પરિવાર (In-laws family) સાથે 100 મિલિયન હોંગકોંગ ડોલરની (£ 10.7m) સંપત્તિ પર વિત્તીય વિવાદ હતો. જેને હાલમાં એબીએ વેચવાની યોજના બનાવી હતી.

એબી ચોઇ હોંગકોંગની મશહૂર મોડલ હતી. તેના ઇન્સ્ટાગ્રામ પર 90000 ફોલઅર્સ પણ હતા. તે મોતના આગળના મહિને L’Offical Monaco મેગેઝીનના કવર પેજ પર જોવા મળી હતી. એબીની હત્યામાં તેના પતિ સિવાય તેના સાસરિયાઓ પણ સામેલ હતા. પોલીસે એબીના પૂર્વ સસરા, સાસુ અને તેના પતિના નાના ભાઈની ધરપકડ કરી અને તેમની પૂછપરછ પણ કરી. પોલીસે જ્યારે ઘરની તલાશી લીધી ત્યારે એબી ચોઈ ક્યાંય મળી નહિ, પણ જ્યારે ઘરમાં રાખેલ ફ્રીજ ખોલવામાં આવ્યું ત્યારે ફ્રિજમાંથી બે માનવ પગ અને માંસ જોઈને પોલીસ ચોંકી ઉઠી હતી.

પોલીસે કપાયેલા પગ, માનવ માંસ, ઇલેક્ટ્રિક કરવત, માંસ કાપવાનું મશીન અને મહિલાના કપડાં કબજે કર્યા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે એબીનું માથું પોલીસને મળ્યું ન હતું. ત્યારબાદ પોલીસે તે ઘરના રેફ્રિજરેટરમાંથી મળેલા માનવ શરીરના ટુકડા અને બંને પગ તપાસ માટે મોકલ્યા જેથી તેઓ ખાતરી કરી શકે કે તે ટુકડા એબી ચોઈના શબના જ છે. જોકે, બાદમાં પોલીસને ઘરમાંથી જ છુપાવેલ એક મોટું વાસણ મળ્યું જેનો ઉપયોગ સૂપ બનાવવા અને રાખવા માટે થાય છે. પોલીસે જ્યારે તે વાસણનું ઢાંકણું ખોલ્યું તો તેમાં સૂપ જેવું પ્રવાહી ભરેલું હતું. જેમાં ગાજર, કોબીજ જેવા ઝીણા સમારેલા શાકભાજી તરતા હતા.

તેની ઉપર થોડી ગ્રીસ જમા થઈ ગઈ હતી. તરત જ તે પ્રવાહીને બહાર કાઢવામાં આવ્યું અને અલગ કરવામાં આવ્યું, અને તેમાંથી એબીનું માથું મળી આવ્યું. જેના પર માંસ અને ચામડી ન હતી. આ દ્રશ્ય જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. આ કેસમાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં એબી ચોઈના ભૂતપૂર્વ પતિ એલેક્સ ક્વોંગ, સસરા ક્વોંગ કાઉ, ભૂતપૂર્વ સાસુ જેની લી અને દિયર એન્થોની ક્વોંગના નામનો સમાવેશ થાય છે. એબી ચોઈના પૂર્વ સસરા આ ઘટનાના માસ્ટર માઈન્ડ હોવાનું કહેવાય છે. તેઓ પોલીસ અધિકારી રહી ચૂક્યા છે. જેઓ વર્ષ 2005માં પોલીસ ફોર્સમાં ફરજ બજાવતા હતા.