દીવ જલ્સા કરવા જતા ગુજરાતીઓ સાવધાન! હોટલના રૂમમાં કેમેરો છુપાવીને ઉતાર્યા અs liલ વીડિયો..અને જુઓ પછી શું થયું ?

ગુજરાતીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન એટલે દીવ. ગુજરાતીઓ નવરા પડે એટલે છાશવારે દીવ પહોંચી જતા હોય છે. ત્યારે હવે જો તમને વારંવાર દીવ જઈને જલસા કરવાની આદત હોય તો ચેતી જજો. કારણ કે, દીવની એક ખાનગી હોટેલમાં હનીટ્રેપનો પર્દાફાશ થયો છે. જેમાં, પોલીસે હોટલ સંચાલક સહિત બેની ધરપકડ કરી છે.

હોટેલ કેશવમાં ચાલતા હનીટ્રેપનો પર્દાફાશ

મળતી માહિતી મુજબ, દીવના બુચરવાડામાં આવેલી હોટેલ કેશવ સંજય રાઠોડ નામના શખ્સે ભાડા પેટે રાખેલી છે અને તે આ હોટેલમાં અલ્તમશ અબ્બાસ મન્સુરી નામના એક શખસ અને અન્ય એક યુવતી સાથે મળીને સ્પાનો ધંધો શરૂ કર્યો હતો, જો કે અહીં આવતા ગ્રાહકોને વધુ સર્વિસ આપવાની લાલચ આપતા અને યુવતી પાસે દેહવ્યાપારનો ધંધો કરાવતા હતા. આ દરમિયાન તેમણે રૂમમાં ઇલેક્ટ્રિક બોર્ડમાં સિક્રેટ કેમેરા ગોઠવીને ગ્રાહકોની અંગત પળોને કેદ કરી તેમને બ્લેકમેલ કરી લાખો રૂપિયાની માંગ કરતા હતા.જ્યારે કેશવ હોટેલમાં સ્પાના નામે દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓની જાણ થતા દીવના વણાકબારા પોલીસે કેશવ હોટેલમાં રેડ કરી હતી આ દરમિયાન ઇલેક્ટ્રિક બોર્ડમાં લગાવેલા સિક્રેટ કેમેરા અને મોબાઈલમાંથી વીડિયો અને રેકોર્ડિંગ જપ્ત કર્યા હતા.

પોલીસે કર્યા મોટા ખુલાસા

આ મામલે જિલ્લા પોલીસ અધિક્ષક સચીન યાદવે જણાવ્યું હતુ કે, 25 ડિસેમ્બરના રોજ હોટેલ કેશવમાં સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હોવાની માહિતી મળી હતી. જે બાદ આ મામલે પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ તપાસ હાથ ધરી હતી અને હોટેલમાંથી સંજય રાઠોડ અને અલ્તમશ મન્સુરી નામના બે બ્લેકમેલરને ઝડપી પાડ્યા હતા. અને તેમના મોબાઈલ ફોન તેમજ રૂમમાં રાખેલો સિક્રેટ કેમેરો જપ્ત કરવામાં આવ્યો હતો અને આ મોબાઈલની તપાસ કરતા તેમાંથી અલગ-અલગ લોકોના બીભત્સ વીડિયો પણ મળી આવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે, હનીટ્રેપની ઘટનામાં એક સગીરા પણ સંડોવાયેલી છે.

છેલ્લા કેટલાય મહિનાથી મસાજ પાર્લર ધમધમી રહ્યું હતું

આ ઘટનામાં ઘણા આરોપીઓ સામેલ છે, જેઓની કયા કયા પ્રકારની ભૂમિકા છે તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે એમ પણ જણાવ્યું હતુ કે, આ મસાજ પાર્લર છેલ્લા 6 મહિનાથી ચાલતું હતું. જેમાં દેહવ્યાપારનો ધંધો 1 માસથી ચાલતો હતો. આ આરોપીઓએ કેટલા લોકો સાથે બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા છે તેની તપાસ ચાલુ છે.

Twinkle