ખબર

જૂનાગઢમાં પરણિતા પતિ અને સસરા સાથે મળીને કરતી એવો બેશરમ ધંધો કે કહેશો ખરેખર કળયુગ જ છે આ તો

જૂનાગઢમાં વહુ સંજનાએ દીપકને પોતાના ઘરે બોલાવ્યો, વહુ સસરા સાથે મળીને એવી ગંદી કરતૂત કરતી કે જાણીને કહેશો ખરેખર કળયુગ જ છે આ તો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણી યુવતિઓ કે પરણિતાઓ દ્વારા યુવકને કે આધેડને જાળમાં ફસાવવામાં આવે છે અને પછી તે લોકોને બ્લેકમેઇલ કરી પૈસા પડાવવામાં આવતા હોય છે. ત્યારે હાલમાં એક હનીટ્રેપનો કિસ્સો જૂનાગઢમાંથી સામે આવ્યો છે. જૂનાગઢના મેદરડાના એક યુવકને પોતાના ઘરે બોલાવી બળાત્કારની ઘટનામાં ફસાવી દેવાની ધમકી આપી તેના પાસે 30 લાખ રૂપિયાની માંગણી આરોપી મહિલા દ્વારા કરવામાં આવી હતી. જો કે, છેલ્લા સોદો 10 લાખમાં નક્કી થયો હતો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ બાબતની જાણ પીડિતના ભાઇએ પોલિસને કરી હતી અને તે બાદ પોલિસે આ ઘટનાનો પર્દાફાશ કર્યો હતો.ઘટનાની વિગત જોઇએ તો, જૂનાગઢના મેદરડાના દિપક કાળુ ખૂંટે વીસાવદરના દાદરની સંજના નામની મહિલાને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી અને તે બાદ તેમની વચ્ચે વાતચીત થવા લાગી હતી. પરંતુ પીડિત દીપકને ક્યાં ખબર હતી કે આરોપી સંજનાના પરિવારે તેના વિરૂદ્ધ ષડયંત્ર રચ્યુ છે.

17 મેના રોજ સંજનાએ દીપકને ઘરે બોલાવ્યો અને પ્લાન મુજબ સંજનાનો પતિ સચિન અને સસરા ગોવિંદ ભાઇ તેમજ સાસુ દીપક પર તૂટી પડ્યા અને તેને ઢોર માર માર્યો હતો. જે બાદ તેને રૂમમાં પણ પૂરી દીધો હતો. પછી તેના કપડા ઉતારાવ્યા હતા અને ફોટા વાયરલ કરાવાની ધમકી આપી હતી. તે બાદ તેને સંજનાએ બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી અને 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

જે બાદ સોદો અંતે 10 લાખ રૂપિયામાં નક્કી થયો હતો. આ માટે દીપકના ભાઇને ફોન કરવામં આવ્યો અને આ બાબતની જાણ વિસાવદર પોલિસને થતા તેમણે દાદર ગામ પહોંચી દીપકને છોડાવ્યો હતો.સંજના અને તેના પતિ સચિનની પોલિસે અટકાયત કરી હતી અને સંજનાના સસરા ગોવિંદ ભાઈ અને સાસુ સામે પણ ગુનો નોધ્યો હતો અને તેમની પણ ધરપકડ કરી હતી. સચિન અને સંજનાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જો કે તેમને જામીન મળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આખો પરિવાર આવો ગોરખ ધંધો ચલાવતા હોય તેવુ પ્રથમ વખત સામે આવ્યુ છે.