બ્રેકીંગ ન્યુઝ: યો યો હની સિંહની પત્નીએ લગ્નના 10 વર્ષ બાદ કર્યો પતિ હની સિંહ પર કેસ, આવા આવા લગાવ્યા ગંભીર આરોપ, જાણો વિગત

બોલીવુડના ખ્યાતનામ ગાયક અને અભિનેતા જેને આજે આખી દુનિયા યોયો હની સિંહના નામે ઓળખે છે તેના માથે મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો છે, તેની પત્ની શાલિની તળાવરે તેના ઉપર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે. તેની પત્નીએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેને તેના પતિ વિરુદ્ધ “ધ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયલેન્સ એક્ટ” અંતર્ગત દિલ્હીની તીસ હજારી કોર્ટમાં યાચિકા દાખલ કરી છે.

આ યાચિકા દિલ્હીની તીસ હજારી કોર્ટમાં મેજિસ્ટ્રેટ તાનિયા સિંહ સામે રજૂ કરવામાં આવી છે. વકીલ સંદીપ કપૂર, અપૂર્વ પાંડે અને જીજી કશ્યપ દ્વારા શાલિની તરફથી આ યાચિકાને મેજિસ્ટ્રેટ સામે રાખવામાં આવી છે. કોર્ટ દ્વારા હની સિંહ વિરુદ્ધ નોટિસ રજૂ કરવામાં આવી છે જેમાં તેમને સિંગર પાસેથી 28 ઓગસ્ટ પહેલા જવાબની વાત જણાવી છે.

બંનેની જોઈન્ટ પ્રોપર્ટીને ના વેચવા અને સ્ત્રીધન સાથે છેડછાડ ના કરવા ઉપર પણ હની સિંહને રોક લગાવી છે. શાલિની તલવારના ફેવરમાં જ ઓર્ડર પાસ કરવામાં આવ્યો છે. તો હની સિંહની પત્ની શાલિનીએ તેના ઉપર ગંભીર આરોપ મૂક્યા છે, જેમાં શારીરક હિંસા, યૌન હિંસા, માનસિક હેરાનગતિ તથા આર્થિક હિંસાનો આરોપ સામેલ છે.

આ ઉપરાંત શાલિનીએ હની સિંહ સહિત સાસુ સસરા તથા નણંદ પર પણ આરોપો મૂક્યા છે. કોર્ટમાં શાલિનીએ કહ્યું હતું કે તેનું સ્ત્રીધન તેને પરત મળે અને જે પ્રોપર્ટી તેના તથા હની સિંહના નામે છે, તેના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે.

તમને જણાવી દઈએ કે હની સિંહ અને શાલિનીએ 20 વર્ષની મિત્રતા અને પ્રેમ બાદ વર્ષ 2011 માં લગ્ન કરી લીધા થા. બનેંના લગ્ન શીખ રીતિ રિવાજ સાથે દિલ્હીના ફાર્મહાઉસમાં થયા હતા. જો કે આ લગ્ન વિશે બહારના લોકોને કોઈ ખબર થઇ નહોતી.

આ બધા વચ્ચે જે હની સિંહનું નામ ખતરો કે ખિલાડી 5ની પ્રતિસ્પર્ધી ડિયાના ઉપ્પલ સાથે પણ જોડાયું હતું. પ્રાનુત હની સિંહ અને શાલિનીનો સંબંધ નહોતો બદલાયો. જેના બાદ બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગી હત અને ડિયાના સાથે હનીના સંબંધો ઉપર વિરામ લાગી ગયો હતો.

Niraj Patel