પત્ની શાલિની તલવારના આરોપો પર યો યો હની સિંહે તોડી ચુપ્પી, જારી કર્યુ નિવેદન

બોલિવુડ રૈપર હની સિંહ હાલમાં ચર્ચામાં ત્યારે આવ્યા જયારે તેમની પત્ની શાલિની તલવારે તેમના પર ડોમેસ્ટિક વાયોલેંસને લઇને કેસ દાખલ કરાવ્યો. તેમની પત્નીએ પરિવાર પર પણ ગંભીર આરોપ લગાવ્યો છે. તે બાદથી જ હની સિંહ આ મુદ્રા પર શાંત હતા અને તેમની તરફથી કોઇ પ્રતિક્રિયા આવી ન હતી, પરંતુ હવે રૈપરે ચુપ્પી તોડી છે.

હની સિંહે પત્નીના આરોપોને ખોટા જણાવતા એક સ્ટેટમેંટ જારી કર્યુ છે. હાલમાં જ હની સિહે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક નિવેદન જારી કર્યુ છે. આ સ્ટેટમેંટમાં કહેવામાં આવ્યુ છે કે, મારી પત્ની શાલિની દ્વારા લગાવવામાં આવેલ બધા આરોપો પૂરી રીતે જૂઠ્ઠા છે. હું આ આરોપોથી ઘણો દુ:ખી છું. મેં આજ પહેલા કયારેય પણ પબ્લિક સ્ટેટમેંટ આપ્યુ નથી. મારા લિરિક્સ લઇને મારી હેલ્થ સુધી પહેલા પણ ઘણીવાર વાતો થઇ છે. પરંતુ મેં કયારેય પણ એ મામલે ટિપ્પણી કરી નથી.

આ વખતે મેં સ્ટેટમેંટ એટલા માટે આપવું જરૂરી સમજ્યુ કે, આ આરોપોમાં મારી સાથે સાથે મારા પરિવાર વાળાને પણ સામેલ કરવામાં આવ્યા. મારી પત્ની દ્વારા લગાવવામાં આવેલ આરોપો બેબુનિયાદ છે. હની સિંહે આગળ લખ્યુ કે, હું આ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 15 વર્ષથી જોડાયેલો છું, આ ઇન્ડસ્ટ્રીના ઘણા આર્ટિસ્ટ, મ્યુઝિશિયન મારા ખાસ મિત્રો છે. તે બધાને ખબર છે કે, મારી પત્ની સાથે મારો કેવો સંબંધ છે.

હની સિંહે આગળ લખ્યુ કે, હું શાલિની દ્વારા લગાવવામાં આવેલ આરોપોને બેબુનિયાદ કરાર કરુ છુ. હવે આ મામલે હું વધારે કંઇ નહિ કહું. મામલો કોર્ટમાં છે અને મને કાનૂન પર પૂરી રીતે વિશ્વાસ છે. હકિકત જલ્દી જ સામે આવશે. હની સિંહે ચાહકોને અપીલ કરતા કહ્યુ કે, હું મારા બધા ચાહકોને અપીલ કરુ છુ કે, કંઇ પણ જાણ્યા પહેલા અંત સુધી ન પહોંચો. મને વિશ્વાસ છે કે, ન્યાય જરૂર થશે અને હકિકતની જીત થશે.

 

View this post on Instagram

 

A post shared by Yo Yo Honey Singh (@yoyohoneysingh)

Shah Jina