મનોરંજન

યો યો હની સિંહે લોકડાઉનમાં કર્યું જબરદસ્ત બૉડી ટ્રાન્સફોર્મેશન, 5 તસ્વીરો જોઈને ચાહકો રહી ગયા હેરાન

લોકપ્રિય સિંગર અને રૈપર યો યો હની સિંહે લોકડાઉનમાં રહીને જબરદસ્ત બૉડી ટ્રાન્ફોર્મેશન કર્યું છે. અમુક સમય પહેલા હની સિંહનું વજન ખુબ વધી ગયું હતું પણ હવે તે એકદમ ફિટ થઇ ગયા છે, તેણે પોતાના ટ્રાન્ફોર્મેશનની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Image Source

અમુક તસ્વીરોમાં તે પોતાની મસ્કયુલર બોડીને ફ્લોન્ટ કરતા દેખાઈ રહ્યા છે. તસ્વીરને શેર કરતા હની સિંહે લખ્યું કે,જુઓ મારી લેટેસ્ટ બોડી ટ્રાન્ફોર્મેશનની તસ્વીરો. લોકડાઉનમાં કરેલી મહેનત. તેની આ તસ્વીરો જોઈને ચાહકો ખુબ હેરાન રહી ગયા છે અને તેની પ્રશંસા કરી રહ્યા છે.

Image Source

હની સિંહની તસ્વીરો પર યુઝર્સ જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈ હની સિંહની આવી મહેનતની પ્રશંસા કરી રહ્યા છે તો કોઈનું કહેવું છે કે તે પોતાના ફેવરીટ સિંગરને ફરીથી શેપમાં જોઈને ખુબ જ ખુશ છે. એક યુઝરે લખ્યું કે બધાઈ હો શેરા, તમને ફરીથી શેપમાં જોઈને ખુબ સારું લાગ્યું. શેપમાં આવવા માટે ખુબ મહેનત અને સમપર્ણની જરૂર હોય છે. શાનદાર કામ કર્યું, આગળ પણ યથાવત જ રાખજો.

Image Source

જ્યારે બીજા એકે કમેન્ટ કરતા લખ્યું કે ભાઈ આ તો આપણા પહેલાના જુના હની સિંહ છે. બીજા એક યુઝરે લખ્યું કે,”ભાઈ તમે તો આગ લગાડી દીધી”.

Image Source

જણાવી દઈએ કે હની સિંહનું વજન બીમારીને લીધે વધી ગયું હતું જે તેના મ્યુઝિક વિડીયો ‘લોકો’માં માં સ્પષ્ટ દેખાયું હતું. તેનો છેલ્લો વિડીયો માસ્કો સૂકા હતો જેમાં નેહા કક્કડે પણ પોતાનો અવાજ આપ્યો હતો. હની સિંહ બોલિવુડથી બે વર્ષ સુધી ગાયબ રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે 18 મહિના સુધી તે કોઈની પણ સાથે વાત કરવાની હાલતમાં નથી અને નોએડામા પોતાના ઘરમાં રહે છે. હની સિંહે જણાવ્યું હતું કે તેને બાયપોલર ડિસઓર્ડર થઇ ગયું હતું જે 18 મહિના સુધી ચાલ્યું હતું. જો કે, હની સિંહ હવે એકદમ રીતે ઠીક થઇ ગયા છે.

Author: GujjuRocks Team


આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.