12 વર્ષ પછી પત્નીથી અલગ થયો રેપર હની સિંહ, જાણો કેટલા કરોડમાં થયા હાનિ સિંહ અને શાલિનીના છૂટાછેડા ?

કેટલા કરોડમાં થયા હની સિંહ અને શાલિની તલવારના છૂટાછેડા ! પત્નીએ લગાવ્યા હતા રેપર પર ગંભીર આરોપ, 10 કરોડની હતી માંગ ? આખરે કોર્ટમાં….

Honey Singh And Shalini Got Divorced : છેલ્લા ઘણા સમયથી દેશમાં છૂટાછેડાનું પ્રમાણ ખુબ જ વધ્યું છે. સામાન્ય માણસો સાથે સાથે ઘણા સેલેબ્રિટીઓના પણ છૂટાછેડાની ખબર સામે આવતી હોય છે અને તેના પર આખા દેશની નજર પણ મંડાયેલી હોય છે. ત્યારે હાલ જ બોલીવુડના ખ્યાતનામ રેપર હની સિંહ અને તેની પત્ની શાલિની વચ્ચે 12 વર્ષના અંતરાલ બાદ છૂટાછેડા થઇ ગયા છે. દિલ્હીની એક કોર્ટે મંગળવારે હની સિંહ અને શાલિની તલવારને છૂટાછેડા માટે મંજૂરી આપી દીધી છે.

કોર્ટે આપી હની સિંહ અને શાલીનીના છૂટાછેડાને મંજૂરી :

મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલા કોર્ટ કેસનો અંત લાવીને છૂટાછેડાને મંજૂરી આપવામાં આવી છે. વાસ્તવમાં હની સિંહ પર તેની પત્નીએ ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. શાલિનીએ આરોપ લગાવ્યો હતો કે ગાયક અને તેના પરિવારે તેણીને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હતો. જે બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જોકે હવે તેમની વચ્ચે તમામ વિવાદોનો અંત લાવવા માટે સમજૂતી થઈ છે. જે બાદ બંને પક્ષોને છૂટાછેડાની ડિગ્રી આપવામાં આવી હતી.

10 કરોડની હતી માંગ :

મીડિયા રિપોર્ટ અનુસાર સમજૂતી બાદ શાલિની તલવારે ઘરેલુ હિંસાનો કેસ પાછો ખેંચી લીધો છે. શાલિની તલવારે હની સિંહ પાસેથી 10 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ હવે 1 કરોડ રૂપિયાની એલિમોની પર કરાર થયો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં શાલિની તલવારે ગાયક અને તેના પરિવાર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા.

પત્નીએ લગાવ્યા હતા આરોપ :

આ સિવાય શાલિનીએ કહ્યું કે હની સિંહે તેની સાથે છેતરપિંડી કરી છે, રેપર અન્ય મહિલાઓ સાથે પણ શારીરિક સંબંધો ધરાવે છે અને પૈસા બાબતે પણ છેતરપિંડી કરી છે. આ આરોપો પર હની સિંહે કહ્યું હતું કે ‘ઘણી વખત મારા ગીતોની મજાક ઉડાવવામાં આવી હતી. મારા સ્વાસ્થ્યને લગતા નકારાત્મક સમાચારો અંગે પણ મેં ક્યારેય કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ આવા આરોપો પર ચૂપ રહેવું મને યોગ્ય લાગ્યું નથી. મારી સામેના આવા ગંભીર આરોપોથી હું ખૂબ જ દુઃખી છું.”

Niraj Patel