હેલ્થ

શિયાળાની અંદર કાળા પડી ગયેલા અને ફાટી ગયેલા હોઠને મુલાયમ ગુલાબી કરવાનો એકદમ સરળ ઉપાય, જાણી લો સ્ક્રબ બનાવતા

ઠંડીની શરૂઆત થઇ ગઈ છે અને શિયાળામાં મોટાભાગે ઘણા લોકોને ચામડીના રોગો પણ સતાવતા હોય છે. ચામડી શિયાળામાં સુષ્ક થઇ જાય છે અને હોઠ પણ ફાટી જતા હોય છે. ફાટેલા હોઠના કારણે આપણે ઘણી તકલીફો થતી હોય છે. જમતી વખતે પણ જો મીઠું કે મરચું હોઠ ઉપર લાગી જાય તો પણ અસહ્ય વેદના થતી હોય છે. પરંતુ આજે અમે તમને એક એવું સ્ક્રબ બનાવતા શીખવીશું જેના દ્વારા તમે પણ તમારા કાળા પડી ગયેલા હોઠને મુલાયમ અને ગુલાબી બનાવી શકશો.

Image Source

બીટ:
બીટની અંદર ઘણા આયુર્વેદિક ગુણો રહેલા હોય છે. બીટ લોહીની ઉણપને પણ પુરી કરે છે ત્યારે તેને હોઠ પર લગાવવાથી કુદરતી રીતે ગુલાબી કરી શકાય છે. તેના માટે તમારે બીટને સુકવીને તેનું સ્ક્રબ બનાવવાનું રહેશે. રોજ આ સ્ક્રબને પોતાના હોઠ પર લગાવવાથી હોંઠ ગુલાબી અને મુલાયમ થઈ જાય છે.

Image Source

કેવી રીતે બનાવવું બીટનું સ્ક્રબ:
બીટનું સ્ક્રબ બનાવવા માટે તમારે એક બીટને ધોઈને કાપીને ધોઈ લેવું. પછી તેને થોડા દિવસ તડકામાં રાખીને સુકવી લેવું. બીટ સુકાઈ ગયા બાદ તેનો પાઉડર બનાવી લેવો. બીટના પાઉડરની અંદર દળેલી ખાંડ નાખીને મિક્સ કરી દેવું. આ મિશ્રણને એક ડબ્બાની અંદર રાખી લેવું. અને જયારે જયારે તમે તેને હોઠ ઉપર લગાવવા ઈચ્છો ત્યારે તેની અંદર ગ્લિસરીન નાખીને 2 મિનિટ સુધી હોઠ ઉપર ઘસવું. ત્યારબાદ પાણીથી હોઠ ધોઈ લેવા. આમ કરવાથી તમારા હોઠ મુલાયમ અને ગુલાબી બની જશે.

Image Source

ચોખા પણ હોઠને મુલાયમ બનાવવામાં ફાયદાકારક:
જો હોઠ કાળા પડી ગયા હોય તો ચોખાની મદદથી પણ તે કાળાશને દૂર કરી શકાય છે. તેના માટે તમારે થોડા ચોખા લઈને બરાબર પીસી લેવા. ત્યારબાદ તે ચોખાની અંદર વેસેલીન નાખીને એક સ્ક્રબ તૈયાર કરી લેવું. આ સ્ક્રબને હોઠ ઉપર ત્રણ મિનિટ સુધી ઘસવું. થોડા જ સમયમાં હોઠ ઉપરની કાળાશ દૂર થઇ જશે, હોઠ પણ મુલાયમ બની જશે.

Image Source

ગુલાબનું સ્ક્રબ પણ બનશે ફાયદાકારક:
ગુલાબના પાનને ધોઈ અને સુકવી દેવા. પાન સુકાઈ જાય ત્યારબાદ તેનો પાઉડર બનાવી લેવો. આ પાઉડરમાં થોડી દળેલી ખાંડ મિક્સ કરી લેવી. પછી તેમાં થોડું મધ નાખીને એક સ્ક્રબ તૈયાર કરી લેવું. આ સ્ક્રબને પોતાની આંગળીઓ દ્વારા હોઠ ઉપર ઘસવું. આમ કરવાથી હોઠનું કાળાપણું પણ દૂર થશે અને હોઠ ફાટવાની સમસ્યા પણ નહીં થાય.

Image Source

બદામનું તેલ પણ હોઠને કરશે મુલાયમ:
રોજ રાત્રે સુતા પહેલા બદામનું તેલ હોઠ ઉપર લગાવવું. બદામની અંદર વિટામિન ઈ હોય છે. જે ચામડીની સુંદરતામાં વધારો કરે છે. બદામનું તેલ હોઠ ઉપર લગાવવાથી હોઠ પણ મુલાયમ બનશે.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.