હેલ્થ

દાંતમાં દુખાવાથી તમે પરેશાન છો? તો દુખાવાને તરત દૂર કરવાના આ ઘરઘથ્થુ ઉપાય ખુબ જ ફાયદાકારક રહેશે

દાંતનો દુખાવો એક એવી વસ્તુ છે જે થાય ત્યારે ઊંઘ પણ ઉડાવી દે છે. કેટલીકવાર અસહ્ય પીડાને કારણે આપણે કોઈ વસ્તુને ખાઈ પણ નથી શકતા ત્યારે આ દુખાવો દૂર કરવા માટે આપણે ડોકટરની સલાહ લેવી પડે છે. પરંતુ આજે અમે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવીશું જેના દ્વારા તમે સરળતાથી દાંતના દુખાવાને દૂર કરી શકશો.

Image Source

લસણ:
લસણની કાલિને મીઠામાં ડુબાડી અને ચાવવી, દાંતના દુખાવામાં,  તેમજ રોજ સવારે લસણને ચાવવાથી તમારા દાંત મજબુર પણ બનેશે.

ડુંગળી:
રોજ સવારે કાચી ડુંગળી ખાવાના કારણે દાંતના દુખાવામાં રાહત મળે છે, તેમજ ડોકટરો પણ માને છે કે ત્રણ મિનિટ સુધી ડુંગળીનો એક ટુકડો ખાવાથી મોઢામાં રહેલા કીટાણુઓ પણ મરી જાય છે.

Image Source

લીંબુ:
લીંબુની અંદર વિટામિન સી રહેલું છે, દાંતમાં જે જગ્યાએ તમને દુખાવો થતો હોય એ જગ્યા ઉપર લીંબુનું છોતરું ઘસવામાં આવે તો સારી રાહત મળે છે.

લવિંગ:
દાંતમાં જે જગ્યાએ દુખાવો હોય તે જગ્યા ઉપર એક લવિંગ લઈને દબાવી રાખવાથી દુખાવામાં સારી રાહત મળે છે.

Image Source

કાળા મરી:
જો દાંતમાં અસહ્ય દુખાવો થતો હોય તો ચમચીના ચોથા ભાગનું મીઠું લઇ તેની અંદર એક ચપટી કાળા મરી પાવડર  ભેળવી મસાજ કરવાથી રાહત મળે છે.

બટાકા:
દાંતમાં જયારે દુખાવો થતો હોય ત્યારે કાચા બટાકાની એક સ્લાઈસ કાપી તેને દુહાવો થતો હોય ત્યાં 15 મિનિટ સુધી રાખવામાં આવે તો સારી રાહત મળે છે.

Image Source

બરફ:
દુખાવા  બરફ ઘસવામાં આવે તો પણ છે. 15-20 મિનિટ સુધી દાંતના જે  ભાગમાં દુખાવો થતો હોય ત્યાં બરફથી માલીસ કરવી ફાયદાકારક રહેશે.

સરસવનું તેલ:
ત્રણ ચાર ટીપા સરસવના તેલમાં એક ચપટી મીઠું નાખીને દાંત અને પેઢા ઉપર મસાજ કરવાથી દાંતના દુખાવામાં પણ ફાયદો મળે છે અને દાંત પણ મજબૂત બને છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.