રસોઈ

શું તમે રોજ રોજ ઘરના એક જ જેવા ટેસ્ટ વાળું ખાવાનું ખાઈને કંટાળી ગયા છો ?

તો આજે જ અપનાવો આ ઘરેલુ નુસખા અને તમારા બોરિંગ ટેસ્ટને બનાવી દો બેસ્ટ

હંમેશા આપણને બહારના ખાવાનો જ ટેસ્ટ વધુ પસંદ હોય છે. એવું નથી કે ઘરનું ખવાનું ટેસ્ટી નથી હોતું પરંતુ બહારના ખાવામાં જે ચટાકો આવે છે એ ઘરમાં નથી મળી શકતો, ત્યારે ઘણીવાર એમ થાય કે શું કરીએ તો ઘરના ખાવામાં પણ એવો ચતાકો આવે?

Image Source

પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી, આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ નુસખા બતાવવાના છીએ જેના દ્વારા તમે ઘરનું ખાવાનું પણ એકદમ સ્વાદિષ્ટ બનાવી શકશો. ઘરના સદસ્યો આંગળીઓ ચાટતા રહી જશે.

Image Source

ઘરે જયારે તમે પનીર બનાવો ત્યારે દૂધવાળું જે પાણી વધ્યું હોય તેમાંથી રોટલી અથવા તો પરાઠાનો લોટ બાંધી લો પછી જુઓ પરાઠા આજે રોટલી કેવા સ્વાદિષ્ટ બની જાય છે.

Image Source

જો તમે મિક્સ વેજીટેબલ કટલેશ અથવા તો કોઈ એવી વસ્તુ બનાવવા જઈ રહ્યા છો જેમાં શાકભાજીને બાફવી પડે છે તો શાકભાજી બાફયા બાદ જે પાણી વધે વધે છે એ પાણીને સૂપમાં અથવા તો દાળની અંદર ઉમેરી દો દાળ અને સૂપ ચટાકેદાર બની જશે.

Image Source

દૂધીનો હલવો બનાવતી વખતે તેની અંદર થોડી મલાઈ નાખીને જો શેકશો તો હલવો ખૂબ જ ટેસ્ટી બનશે.

Image Source

ફણગાવેલી વસ્તુઓને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે તેમાં થોડો લીંબુનો રસ ઉમેરી ફ્રિજમાં રાખી દો.

Image Source

કચોરી બનાવતી વખતે તેના લોટમાં થોડું દહીં ઉમેરી બાંધો કચોરી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે. દહીં જમાવો ત્યારે તેની અંદર એક નારિયેળનો ટુકડો નાખી દો દહીં બે-ત્રણ દિવસ સુધી સારું રહેશે અને ટેસ્ટ પણ મઝાનો આવશે. મગદાળની કોઈ વસ્તુ બનાવો છો તો તેની અંદર બે ત્રણ ચમચી ચોખાનો લોટ ઉમેરી દો, જે વસ્તુ બનાવો છો તે એકદમ કડક અને સ્વાદિષ્ટ બનશે. દેશી ઘીને જો લાંબા સમય સુધી સંગ્રહી રાખવા માંગો છો તો તેની અંદર એક ટુકડો ગોળ અને થોડું સિંધવ મીઠું ઉમેરી લો.

Image Source

પેપર ઢોસા બનાવતી વખતે તેની અંદર 2 ચમચી મકાઈનો લોટ ઉમેરી લો. ઢોસા એકદમ કડક અને ટેસ્ટી બનશે. દૂધ અથવા ખીર જો બળી જાય તો તેમાં નાગરવેલનાં પાન નાખી દો. બળવાની સુંગંધ અને ટેસ્ટ બંને ચાલ્યા જશે. લીલી શાકભાજી બનાવતી વખતે તેની અંદર અડધી ચમચી ખાંડ ઉમેરી દો. શાકનો રંગ અને સ્વાદ બંને સુંદર દેખાશે. કોબીચનું શાક બનાવતી વખતે 2 ચમચી દૂધ અને થોડું મીઠું ઉમેરી દો રંગ એકદમ સફેદ રહેશે. ભાત અથવા ખીચડી બનાવો ત્યારે તેની અંદર થોડું ઘી અથવા તેલ અને થોડો લીંબુનો રસ ઉમેરી બનાવો. ટેસ્ટ તો સ્વાદિષ્ટ હશે જ સાથે દેખાવમાં પણ એકદમ સુંદર લાગશે.

Image Source

આલુ પરાઠા બનાવતી વખતે તેની અંદર થોડી કસૂરી મેથી ઉમેરી દો પરાઠા એટલા સ્વાદિષ્ટ બનશે કે ખાનારા ખાતા જ રહી જશે. રોટલી પરાઠાનો લોટ બાંધતી વખતે તેમાં થોડું દૂધ ઉમેરી દો. પરાઠા અને રોટલીનો ટેસ્ટ એકદમ અલગ જ લાગશે.