શિયાળામાં તમે ખોડાની સમસ્યાથી પરેશાન છો? તો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર-ખોડો થશે થોડા સમયમાં છુંમંતર

0
Advertisement

શિયાળાની ઋતુ શરૂ થઇ ચુકી છે. શિયાળાના ઋતુમાં ઠંડીને કારણે ત્વચા રુક્ષ થઇ જાય છે. શિયાળાની ઋતુમાં વાળમાં પણ અસર થાય છે. વાળ પણ ત્વચાની જેમ રુક્ષ થઇ જાય છે. શિયાળાની ઋતુમાં ખોડો થઇ જાય છે અને માથામાં ખંજવાળ આવે છે. શિયાળામાં વાળ કમજોર થઈને તૂટવા લાગે છે. બજારમાં ઘણા એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ મળે છે પરંતુ બધાની કિંમત બહુ જ વધારે હોય છે.

Image Source

પરંતુ જો તમારે ખોડાથી છુટકારો મેળવવો હોય તો ઘરગથ્થુ ઉપચાર અપનાવો. ઘરગથ્થુ ઉપચારથી ખોડો થોડા જ સમયમાં દૂર થઇ જશે.

આવો જાણીએ ખોડાને દૂર કરવા પેક બનાવવાની રીત:

સામગ્રી: 

  • લસણનો રસ: 2 મોટા ચમચા
  • લીંબુનો રસ: 2 મોટા ચમચા
  • મધ: 1 મોટો ચમચો

રીત:

સૌ પ્રથમ લસણને છોલીને તેને પીસીને તેનો રસ તૈયાર કરો.

ત્યારબાદ લીંબુનો રસ કાઢી તેમાં લસણનો રસ ઉમેરો.

આ મિશ્રણમાં મધ ઉમેરી સારી રીતે મિક્સ કરો.

આ મિશ્રણને માથાના સ્કેલ્પમાં લગાવી હળવા હાથે મસાજ કરી 30 મિનિટ સુધી લગાવો.

30 મિનિટ બાદ વાળને માઈલ્ડ શેમ્પુથી ધોઈ નાખો. વાળને ગરમ પાણીની બદલે હૂંફાળા પાણીથી જ ધુઓ.

Image Source

લસણમાં એન્ટી માઇક્રોબિયલ પ્રોપટીઝ હોય છે, જે સ્કેલ્પને ડેમેજ કરવાવાળા જર્મ્સ અને બેક્ટેરિયાને મારી દે છે. લસણ વાળના ગ્રોથને પણ વધારે છે. વાળને સ્વસ્થ રાખવા માટે કાચું લસણ પણ બહુજ ફાયદેમંદ છે. લસણમાં વિટામિન સી વધુ પ્રમાણમાં હોય છે.

Image Source

લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. વાળ માટે લીંબુ પણ ફાયદાકારક છે. વાળમાં લીંબુનો રસ લગાવવાથી ગ્રોથમાં વધારો થાય છે સાથે જ વાળમાં શાઇન આવે છે,. લીંબુના રસને કયારે પણ એકલો વાપરવો જોઈએ નહીં તેની સાથે હંમેશા નારિયેળ તેલ, એરંડિયું, અથવા ઓલિવ ઓઇલમાં મિક્સ કરી લગાવવું જોઈએ. લીંબુના રસને તમે મધ અને આદુના રસ સાથે મિક્સ કરીને પણ લગાવી શકો છો. આ ઉપાયથી પણ ખોડો દૂર થાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here