પેટની દરેક સમસ્યાનું રામબાણ ઈલાજ છે આ પાણી, કબજિયાતથી લઈને એસીડીટી સુધીની દરેક સમસ્યા થશે દૂર

0

પેટની સમસ્યા એવી હોય છે કે જેનાથી કોઈને કોઈ પરેશાન રહેતું જ હોય છે. આપણા ભાગદોડ ભર્યા જીવનમાં ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓ તો હવે ખૂબ જ સામાન્ય થઇ ગઈ છે. આવી સમસ્યાઓ માટે ડોકટર પાસે જવું, દવાઓ ખાવી અને સાથે સાથે માનસિક તાણ પણ અનુભવાય છે. ભલે આ સમસ્યાઓ એમ સામાન્ય જ છે પણ આ સમસ્યાઓ વધી જાય તો તકલીફ ઉભી થઇ શકે છે. એટલે જ આવી સમસ્યાઓને વધતા અટકાવવી જોઈએ અને એ પણ ઘરેલુ ઉપચાર દ્વારા.

Image Source

આપણા ઘરોમાં ઉપયોગમાં લેવાતી એવી કેટલીક વસ્તુઓ છે કે જેના દ્વારા આપણે પેટની આ બધી જ સમસ્યાઓથી હંમેશા માટે છુટકારો મેળવી શકીએ છીએ. આપણા રસોડામાં વપરાતું જીરું આપણા પેટ સાથે જોડાયેલી સમસ્યાઓમાં અકસીર ઈલાજ છે. સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ જીરું ખૂબ જ મહત્વનું છે. એ જ રીતે અજમો અને ગોળ પણ ઘણા સ્વાસ્થ્યપ્રદ ગુણોથી ભરપૂર હોય છે.

Image Source

જીરા અને અજમાનું પાણી રોજ સવારે પીવાથી જૂનામાં જૂની એસીડીટી અને કબજિયાતની સમસ્યાઓ મૂળથી ખતમ થઇ શકે છે. એ જ કારણ છે કે જીરા અને અજમાના પાણીને પેટ માટે જાદુઈ પાણી પણ કહેવામાં આવે છે. આ પાણી રોજ પીવાથી શરીરનું મેટાબોલિઝ્મ વધે છે અને પાચનશક્તિ પણ મજબૂત થાય છે.

Image Source

જીરા અને અજમાનું પાણી ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. એક લોટો ભરીને પાણીમાં બે ચમચી જીરું અને બે ચમચી અજમો નાખો અને આખી રાત રહેવા દો, પછી સવારે ઉઠીને પી જાઓ. તેને ગરમ કરીને પણ પી શકાય. જો આ પાણીનો સ્વાદ વધારવો હોય તો તેમાં લીંબુ કે આદુ પણ મિક્સ કરી શકાય છે.

જીરા અને અજમાના આ પાણીના સેવનથી પેટની દરેક બીમારીઓથી છુટકારો મળી જશે. આયુર્વેદમાં પણ જીરા અને અજમાના ઘણા ઔષધીય ગુણો જણાવવામાં આવ્યા છે. આ પાણી પીવાથી વજન પણ ઘટે છે.

Image Source

આવું જ કઈંક છે જીરા અને ગોળના પાણીનું, આ પાણીના સેવનથી પણ ઘણી સમસ્યાને ઠીક કરી શકાય છે. જીરા અને ગોળનું પાણી બનાવવા માટે એક વાસણમાં 2 કપ પાણી લો અને તેના એક ચમચી ગોળ અને એક ચમચી જીરું નાખીને સારી રીતે ઉકાળો. ઉકળી જાય એટલે એક કપમાં પાણી કાઢીને પીવો. રોજ સવારે ખાલી પેટ આ પાણીનું સેવન કરવું પણ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે.

આ પાણી પીવાથી પણ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યા દૂર થાય છે.

Image Source

પેટની દરેક સમસ્યાનો ઉપાય –

જીરા અને ગોળ બંને પેટની દરેક સમસ્યાઓ દૂર કરે છે. જેમ કે કબજિયાત, ગેસ, પેટ ફુલાવું અને પેટમાં દુ:ખાવો જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે જીરા અને ગોળનું પાણી પીવો, પેટની દરેક સમસ્યાનું સમાધાન થઇ જશે.

માથાના દુઃખાવાથી છુટકારો –

જીરા અને ગોળનું પાણી પીવાથી માથાના દુઃખાવા રાહત મળે છે, એટલે જો તમને વારંવાર માથાના દુઃખાવાની ફરિયાદ રહેતી હોય તો આ ઉપાય અજમાવવો જોઈએ. આ સિવાય આ પાણીથી તાવ પણ ઠીક કરી શકાય છે.

Image Source

કમરના દુઃખાવામાં લાભકારી –

કમરના દુઃખાવા જેવી સમસ્યાઓના ઈલાજમાં જીરા અને ગોળનું પાણી ખૂબ મદદ કરે છે. આ ઉપરાંત પીરિયડ્સમાં હોર્મોનલ બદલાવોના કારણે મહિલાઓને ઘણી તકલીફો થાય છે, જેનાથી છુટકારો મેળવવા માટે પણ જીરા અને ગોળનું પાણી કારગર નુસખો છે.

રોગપ્રતિકારક તંત્ર ઠીક કરે –

પ્રાકૃતિક ગુણોથી ભરપૂર જીરા અને ગોળ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે અને શરીરની ગંદકીને સાફ કરીને આપણા રોગપ્રતિકારક તંત્રને મજબૂત બનાવે છે. જેનાથી આપણને ઘણી બીમારીઓ સામે લડવાની તાકાત મળી રહે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here