હેલ્થ

માત્ર આ 3 ઉપાયોથી તમારા પાતળા વાળને બનાવો સુંદર અને ભરાવદાર, જાણો કયા છે આ ઘરગથ્થુ ઉપાયો

વધતા પ્રદૂષણના કારણે છોકરીઓને માત્ર સ્કિન પ્રોબ્લેમ જ નહીં પણ વાળને પણ અઢળક સમસ્યાઓમાંથી પસાર થવુ પડે છે. છોકરીઓ પાતળા વાળને લઈને ખૂબ પરેશાન રહે છે. જો કે અત્યારે દરેક મહિલાઓની ઇચ્છા હોય છે કે તેના વાળ લાંબા, સુંદર અને ભરાવદાર રહે. પરંતુ આ વાળ ખરવાની સાથે સાથે વાળ પણ પાતળા થવાની સમસ્યા  આજકાલ સામાન્ય થઇ ગઇ છે.

વાળના પાતળા થવાનુ કારણ તેની કેર ન કરવી અને સંતુલિત આહાર ન લેવો હોઈ શકે છે. એવા તમારા વાળ પાતળા થવાના ઘણા બધા કારણો હોય શકે છે. જો તમે ઈચ્છો છો કે તમારા વાળ વધુ પાતળા ન થાય તો તમારે તમારા વાળની યોગ્ય કાળજી લેવી જોઈએ. હોર્મોનનુ અસંતુલન થવુ અથવા તો ડાયેટમા ન્યુટ્રિએન્સની ઉણપ એ પણ એક કારણ હોય શકે છે.

વાળને પાતળા થવાથી બચાવવા માટે તેને સમય પર સાફ કરો. જો તમે તેને ગંદા રાખશો તો વાળની પરેશાની વધવી શરૂ થશે. અઠવાડિયામાં 2 થી 3 વાર શેમ્પૂ કરો. આ એક બેઝિક ભરાવદાર વાળ માટેની જરૂરિયાત છે. આ સિવાય કેટલાક ઘરેલુ ઉપચાર છે જે તમારા વાળને ભરાવદાર બનાવવામાં મદદરૂપ થશે.

૧) આમળા

Image Source

આમળાને વાળ માટે સૌથી ફાયદાકારક અને ઉપયોગી માનવામાં આવે છે. તમે પાતળા વાળ પર આંબળાનો ઉપયોગ કરશો તો તમારા લાંબા અને કાળા વાળ એકદમ ભરાવદાર બની જશે કારણ કે આમળામાં વધુ માત્રામાં વિટામિન સી સાથે જ એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જેથી તેને ખાવાથી અથવા લગાવવાથી વાળ ભરાવદાર બનશે.

વાળને ભરાવદાર બનાવવા માટે માથું ધોતા પેહલા કરતા પહેલા તમારા વાળમા આંબળાનો રસ અને લીંબુનો રસ મિક્સ કરીને લગાવો. અને જેના માટે તમારે બે ચમચી લીંબુના રસમા બે ચમચી આંબળાનો રસનું મિશ્રણ બનાવી માથામાં લગાવો. એ સૂકાઇ જાય એટલે તમે તેને સાદા પાણીથી ધોઇ લો.

૨) મેથીના દાણા

Image Source

મેથીના દાણામાં પ્રોટીન અને નિકોટિનિક એસિડ વધારે પ્રમાણમા હોય છે. જે તમારા વાળને મજબૂત બનાવવાની સાથે કાળા અને ભરાવદાર પણ બનાવશે. સાથે જ વાળને લગતી દરેક સમસ્યાને દૂર કરવામા પણ મદદરૂપ બને છે

એક ચમચી મેથીના દાણાને પીસી તેમાં બે ચમચી નારિયેળ તેલ મિક્સ કરી લો અને તે મિશ્રણને વાળમા 30 મિનિટ સુધી લગાવીને રાખો અને ત્યાર બાદ તેને શેમ્પુથી ધોઇ લો. બસ આમ સતત એક મહીના સુધી આ ઉપાય કરવાથી તમારા વાળ ભરાવદાર થવાની સાથે સાથે જ ઝડપથી વધવા પણ લાગે છે. અને સુંદર પણ દેખાશે.

૩) ડુંગળીનો રસ

Image Source

હા ડુંગળીનો રસ. ડુંગળી રસમાં સલ્ફર વધારે માત્રામાં હોય છે જે પાતળા વાળની સમસ્યાને પણ દૂર કરવા માટે સૌથી સારો ઘરેલુ ઉપાય છે.

ડુંગળીના રસને કાઢીને તેને તમારા વાળમાં 30 મિનિટ સુધી લગાવી રાખો અને ત્યાર પછી તેને આ માઇલ્ડ શેમ્પુથી વાળને બરાબર ધોઇ લો. ડુંગળીના રસનો રેગ્યુલર ઉપયોગ કરશો તો તમારા લાંબા અને કાળા વાળ એકદમ ભરાવદાર બની જશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks