હેલ્થ

શું તમને પણ સફેદવાળ થવાની સમસ્યા છે? શું ઘરેલુ ઉપાય દ્વારા તમે વાળને કાળા અને મજબૂત કરવા માંગો છો? તો આ રહી ટિપ્સ, હમણાં જ જુઓ

આજના મોટાભાગના લોકોને વાળ સફેદ થવાની સમસ્યા થતી હોય છે  મુખ્ય કારણ આપણું ખાનપાન રહેલું છે. કેટલીકવાર માનસિક તાણ પણ જવાબદાર બને છે જેના કારણે ઉંમર કરતા વહેલા જ વાળ સફેદ થઇ જતા હોય છે. આપણે ત્યાં વાળના રંગ દ્વારા જ ઘણા લોકો આપણી ઉંમરનો પણ અંદાઝ લાગવી લેતા હોય છે જેના કારણે સફેદ વાળ ક્યારેક શરમનું પણ કારણ બને છે.

Image Source

આજે બજારમાં ઘણા પ્રકારના રંગ મળે છે જે વાળને કુદરતી રીતે કાળા કરવાના દવા પણ કરે છે પરંતુ દરેક વ્યક્તિ જાણે છે કે એ રંગ લગાવ્યા બાદ થોડા સમય સુધી જ વાળ કુદરતી કાળા દેખાય છે પરંતુ જયારે તેની અસર જતી રહે ત્યારે માથામાં પાછી સફેદી જ આવી જતી હોય છે.

Image Source

વાળની સફેદી દૂર કરવા અને કાળાશ લાવવા માટે ઘણા ઘરેલુ ઉપાયો પણ છે જે આપણને ઘણીવાર ખબર નથી હોતા, આ ઉપાયો દ્વારા આપણે વાળને કુદરતી રીતે કાળા પણ કરી શકીએ છીએ અને તેની કોઈ આડ-અસર પણ થતી નથી. આજે તમને એવી જ કેટલીક ઘરેલુ વસ્તુઓ જણાવવાના છીએ જેના દ્વારા તમે વાળને કુદરતી કાળા બનાવી શકશો.

Image Source

આંબળા:
વાળને કાળા કરવા માટે આંબળા સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. ઘણા હર ઓઇલ પણ આપણે આંબળાના જ બનેલા જોતા હોઈએ છે. આંબળાને મહેંદીની અંદર ઉમેરી જો વાળમાં લગાવવામાં આવે તો તે વાળને કાળા કરવામાં મદદગાર બને છે આ સિવાય નારિયેળ તેલને ગરમ કરી તેની અંદર આંબળાના ટુકડા નાખી માથામાં તે તેલ લગાવવામાં આવે તો પણ વાળને કાળા કરી શકાય છે.

Image Source

કાળા મરી:
મરીનો ઉપયોગ આપણે મોટાભાગે સ્વાદિષ્ટ જમવાનું બનાવવા માટે જ કરતા હોઈએ છીએ પરંતુ કાળા મરી સફેદ વાળને કાળા કરવામાં પણ ઉપયોગી છે. કાળા મારીને પાણીની અંદર ઉકાળી એ પાણીથી રોજ માથું ધોવામાં આવે તો થોડા જ સમયમાં ફરક જોવા મળશે.

Image Source

કાળી ચા અને કોફી:
કાળી ચા અને કોફી પીવામાં જેટલી મઝાની છે તેવા જ તેના વાળ માટેના ફાયદા પણ ઉપયોગી છે. કાળી ચા અને કોફીના અર્કથી બે દિવસમાં એક વખત માથું ધોવામાં આવે તો વાળની કાળાશ પાછી આવે શકે છે અને સફેદી પણ દૂર થઇ શકે છે.

Image Source

એલોવીરા જેલ:
એલોવીરા એટલે કે કુંવરપાઠાની જેલ માથામાં લગાવવામાં આવે તો વાળની કાળાશ પાછી આવી શકે છે. આ જેલની અંદર લીંબુનો રસ ઉમેરી એક પેસ્ટ બનાવી જો રોજ માથાની અંદર લગાવવામાં આવે તો પણ વાળની સફેદી ઝડપથી દૂર થાય છે અને વાળ કુદરતી કાળા બને છે.

Image Source

દહીં અને મહેંદી:
વાળને કુદરતી રીતે કાળા કરવા માટે દહીં અને મહેંદીનું એક મિશ્રણ તૈયાર કરી અઠવાડિયામાં એક વખત જો માથામાં લગાવવામાં આવે તો સારો પ્રભાવ પડી શકે છે.

Image Source

ડુંગળી:
ભલે ડુંગળીની સુગંધ વાળ માટે તમને યોગ્ય ના લાગે પણ તેના ફાયદા વાળ માટે ખુબ જ ઉપયોગી છે. નાહવાના થોડા સમય પહેલા ડુંગળીની પેસ્ટને જો માથામાં લગાવી નહાતી સમયે ધોઈ નાખવામાં આવે તો વાળ કાળા તો થશે જ સાથે સાથે વાળમાં ચમક પણ આવશે અને વાળ ખરવાની સમસ્યા પણ નહીં રહે.

Image Source

ગાયનું દૂધ:
ગાયનું દૂધ પીવાના ઘણા ફાયદાઓ છે, તો ગાયના દૂધથી વાળને પણ કાળા કરી શકાય છે. દૂધને માથાની અંદર અઠવાડિયામાં એક કે બે વાર લગાવવામાં આવે તો વાળની કાળાશ પાછી આવી શકે છે.

Image Source

મીઠો લીમડો:
દાળ, શાક અને કઢીમાં ટેસ્ટ લાવવા માટે આપણે મીઠા લીમડાનો ઉપયોગ કરતા હોઈએ છે, પરંતુ તે વાળ માટે પણ ખુબ જ ગુણકારી છે. ન્હાવાના એક કલાક પહેલા ગરમ પાણીમાં મીઠા લીમડાને ઉમેરી લેવો, કલાક પછી તે પાણીથી માથું ધોઈ નાખવું, આ સિવાય ગરમ નારિયેળ તેલમાં મીઠા લીમડાના પાનને કાપી ઉમેરી અને માથામાં લગાવવામાં આવે તો વાળ કુદરતી રીતે કાળા થઇ શકે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.