હેલ્થ

દાંતની પીળાશ દૂર કરી તેને ચમકદાર બનાવવા માટે ટૂથબ્રશમાં લગાવો રોજ આ બે વસ્તુ, મોતીઓની જેમ ચમકવા લાગશે દાંત

ટૂથબ્રશમાં લગાવી લો ફક્ત આ 1 સસ્તી વસ્તુ, પછી જુઓ પીળા દાંત દૂધ જેવા સફેદ દેખાઈ શકે છે

દરકે વ્યક્તિને સુંદર દેખાવવું ગમે છે, ચહેરાની સુંદરતા સાથે દાંતની સુંદરતા પણ ખુબ જ જરૂરી હોય છે કારણ કે ચહેરો ભલે ગમે તેટલો સુંદર હશે પરંતુ જો દાંત સુંદર નહીં હોય તો તમારા ચહેરાની સુંદરતાનું કોઈ મૂલ્ય રહેશે નહિ.

કોઈની સાથે જયારે આપણે વાત કરીએ ત્યારે સૌ પ્રથમ એ વ્યક્તિ આપણા ચહેરા ઉપર નજર નાખતી હોય છે અને જયારે આપણે બોલવાનું શરૂ કરીએ ત્યારે આપણા દાંત ઉપર નજર જતી હોય છે. જો આપણા દાંત સ્વચ્છ હોય તો સામેવાળી વ્યક્તિ આપણાથી પ્રભાવિત થાય છે અને જો દાંત સ્વચ્છ ના હોય તો શરમથી આપણે મોઢું પણ ઝુકાવી લેવું પડે છે અથવા તો રૂમાલથી ઢાંકી દેવું પડતું હોય છે.

Image Source

દાંતને સ્વચ્છ રાખવા માટે આપણે મોંઘી ટૂથપેસ્ટ વાપરીએ, મોંઘા ટૂથબ્રશ વાપરીએ છતાં પણ દાંતની ચમક ક્યારેક છુપાઈ જતી હોય છે અને પીળાશ જ બહાર દેખાતી હોય છે. આપણા ગુજરાતમાં માવા અને પડીકી ખાવાનું ચલણ પણ વધારે છે

જેના કારણે મોટાભાગના લોકોના દાંત પીળાશ પડતા અને ખરાબ દેખાય છે, ઘણા લોકોને ચોકલેટ ખાવાની વધુ આદત હોય છે જેના કારણે પણ દાંત બગડતા હોય છે તો ઘણા લોકો સરખા બ્રશ ના કરવાના કારણે પણ દાંતની ચમક ખોઈ બેસતા હોય છે.

Image Source

પરંતુ આજે અમે તમને દાંતની ચમક વધારવા માટેનો એક સરળ ઉપાય બતાવવાના છીએ જેના દ્વારા તમે ઘરે બેઠા બેઠા જ દાંતની ચમક વધારી શકશો અને થોડા જ દિવસમાં પીળાશને પણ દૂર કરી શકશો અને મુખ્ય વાત એ છે કે તમારે આ વસ્તુ ખરીદવા માટે કોઈ મોટો ખર્ચો કરવાની પણ જરૂર નથી. રસોડામાં રહેલી બે સામાન્ય વસ્તુઓ તમારા દાંત સાથે તમારા વ્યક્તિત્વમાં પણ એક નવી ચમક લઇ આવશે.

Image Source

દાંતની પીળાશ દૂર કરવા અને ચમક વધારવા માટે તમારે રસોડામાં રહેલી બે સામાન્ય વસ્તુ જેમાં એક ખાવાનો સોડા અને બીજું લીંબુનો ઉપયોગ કરવાનો છે. આ બે વસ્તુથી તમે દાંતને પીળાશ દૂર કરી ચમકાવી શકો છો.

Image Source

એક ચમચી ખાવાનો સોડા એક કટોરીમાં લઇ તેમાં 7-8 ટીપા લીંબુનો રસ ઉમેરી એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને તમે આંગળીની મદદથી સીધી જ દાંત ઉપર લાગવી શકો છો તેમજ ટૂથબ્રશ ઉપર પણ લગાવીને વાપરી શકો છો. આ ઉપાય રોજ કરવામાં આવે તો થોડા જ દિવસમાં તમને ફરક જોવા મળી જશે. થોડા સમય પછી તમારે પણ વાત કરતી વખતે તમારું મોઢું સંતાડવું નહિ પડે.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.