હેલ્થ

શું તમે પેટમાં ગેસની સમસ્યાથી પરેશાન છો? તો આ ઘરેલુ ઉપાયથી પેટનો ગેસ થઇ જશે ફટાફટ દૂર, વાંચો અને આજથી જ શરૂ કરી દો

મોટાભાગના લોકોને ગેસની સમસ્યા રહેતી હોય છે. ગેસની સમસ્યા થવા પાછળનું કારણ આપણું ખાનપાન છે. ઘણીવાર આપણે સમયના અભાવે ઘણી એવી વસ્તુઓ ખાઈ લેતા હોઈએ છીએ જેના કારણે ગેસ થવો સ્વાભાવિક છે. પેટમાં થયેલા ગેસને દૂર કરવા માટે પણ બજારમાં ઘણી બધી દવાઓ મળે છે જેને લઈને આપણે થોડી જ સેકન્ડમાં ગેસને દૂર તો કરી જ દઈએ છીએ પરંતુ પેટના ગેસનો કાયમી છુટકારો તો મળતો જ નથી એ ઉપરાંત આપણે એ દેવાઓથી પણ ટેવાઈ જઈએ છીએ.

Image Source

પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. આપણા ઘરની અંદર જ એવી કેટલીક વસ્તુઓ રહેલી છે જેના દ્વારા તમે ગેસ સામે કાયમી રક્ષણ મેળવી શકો છો તેમજ આ વસ્તુઓથી કોઈ આડઅસર થવાનો પણ ખતરો રહેતો નથી. પેટમાં ગેસ જયારે વધી જાય ત્યારે એ છાતીમાં પણ દુઃખાવો ઉત્પન્ન કરે છે અને એ દુઃખાવો માથા સુધી પણ પહોંચી જાય છે ત્યારે ગેસ મટાડવા માટેના રામબાણ ઈલાજ આજે અમે તમને બતાવીશું અને તે પણ ઘરેલુ.

Image Source

લીંબુ અને ખાવનો સોડા:
તમને જયારે પેટમાં ગેસ થયો હોય તેમ લાગે ત્યારે એક ચમચી ખાવાના સોડાની અંદર એકે લીંબુનો રસ ઉમેરી ખાલી પેટ હોય ત્યારે પી જવું, તમારો ગેસ તરત દૂર થઇ જશે. આ ઉપરાંત તમે જો અડધા લીંબુ ઉપર ખાવાનો સોડા મૂકી તેને સીધું જ ચૂસી જાવ છો તો પણ તમને સારી રાહત મળશે.

Image Source

હિંગ:
હિંગનો ઉપયોગ સ્વાદિષ્ટ જમવાનનું બનાવવા માટે થતો હોય છે પરંતુ હિંગ ગેસ દૂર કરવામાં પણ ખુબ જ ફાયદાકારક છે. તમને જયારે ગેસ થાય ત્યારે એક કપ ગરમ પાણીની અંદર એક ચમચી હિંગ નાખી પી જવું. દિવસમાં બે ત્રણવાર આ રીતે હિંગ અને ગરમ પાણી પીવામાં આવે તો ગેસની સમસ્યા ઉદભવતી નથી.

Image Source

કાળા મરી:
કાળા મરી પણ ગેસની સમસ્યાને દૂર કરવામાં ખુબ જ ફાયદાકારક છે. મરી શરીરની પાચન ક્ષમતાને વધારે છે. દૂધની અંદર જો કાળા મરીનો પાવડર નાખી પીવામાં આવે તો સારી રાહત મળે છે.

Image Source

લસણ:
લસણ સ્વસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તે શરીરમાં ઘણા બધા લાભ આપે છે તો સાથે તે ગેસની સમસ્યામાંથી પણ કાયમી છુટકારો અપાવી શકે છે. લસણ, જીરું અને સુક્કા ધાણાને ઉકાળી દિવસમાં બે  ત્રણવાર પીવામાં આવે તો ગેસની સમસ્યાથી છુટકારો મળી જશે.

Image Source

આદુ:
આદુ ગેસ માટે ખુબ જ લાભકારક છે. દેશી ઘીની અંદર આદુનો એક ટુકડો શેકી તેની ઉપર સહજ કાળું મીઠું ભભરાવી પેટમાં ગેસ થાય ત્યારે ખાવામાં આવે ત્યારે તે સારી રાહત આપે છે. આદુવાળી ચાથી પણ ગેસની સમસ્યામાં રાહત મળે છે.

Image Source

જીરું:
જીરાને થોડું શેકી અને એક ડબ્બીમાં રાખી મૂકવું જયારે જયારે તમને ગેસની તકલીફ થાય ત્યારે થોડું મોઢામાં મૂકી અને પાણી પી લેવું જેનાથી તમને ગેસમાં રાહત મળશે.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.