હેલ્થ

બેઠા બેઠા જે લોકોને ખાલી ચઢી જતી હોય તેવા લોકો માટે એક સરસ ઉપાય, ઘણા લોકોને કામ લાગશે

ખાલી ચાહળવી એ એક સામાન્ય બાબત છે, ઘણીવાર સુધી આપણે એકની એક જગ્યાએ બેઇઝ રહીએ છીએ અને ઉભા થઇએ ત્યારે આપણા પગ એકદમ ભારે બની જાય છે, તરત આપણે ચાલી પણ નથી શકતા અને પાછા બેસી જવું પડે છે, કયારેક હાથમાં પણ એવું બનતું હોય છે અને આપણે તેને ખાલી ચઢી એમ કહીએ છીએ. મોટાભાગે એક જ સ્થિતમાં બેસી રહેવાના કારણે કેટલીક નસો દબાઈ જતી હોય છે અને તેના કારણે જ આ સમસ્યા ઉભી થાય છે.

Image Source

જયારે જયારે ખાલી ચહાડે ત્યારે એમ લાગે કે શરીરમાંથી એ અંગ જ નથી, ગમે તેટલું એ અંગ ઉપર મરીયે કોઈ અસર થતી નથી, સામાન્ય ભાષામાં આપણે કહીએ તો એ અંગ બહેરું થઈ જાય છે. ઘણીવાર એવું લાગે જાણે ખાલી ચઢતા જ સોયા ભોંકાતી હોય.

Image Source

આ ખાલી ચાહળવા પાછળ ઘણા લોકો એમ કહે છે કે શરીરમાં લોહીની કમીના કારણે આવું બની શકે છે, પરંતુ બધા જ કિસ્સામાં તેમ નથી હોતું, જવલ્લે જ કોઈ કિસ્સામાં લોહીની કમીના કારણે આમ થાય છે. જો તમને દિવસ દરમિયાન વારંવાર ખાલી ચઢી જતી હોય તો તમારે ડોક્ટર પાસે જઈને ચેકઅપ કરાવવું જોઈએ. બ્લડ ટેસ્ટ, MRI અને બીજા કેટલાક ટેસ્ટ દ્વારા શરીરની નસો હાલત તપાસી શકાય છે. અને ખાલી ચઢવાનું સાચું કારણ પણ મેળવી શકાય છે.

Image Source

પગ અને હાથમાં ખાલી ચઢે ત્યારે પીડા પણ બહુ થાય છે, ત્યારે આ સમયથી છુટકારો મેળવવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય પણ છે.

Image Source

ગરમ પાણીનો શેક:
જ્યારે જયારે તમને ખાલી ચાહધે ત્યારે જે જગ્યા ઉપર ખાલી ચઢી હોય ત્યાં ગરમ પાણીનો શેક કરવો, જેના કારણે એ જગ્યા ઉપ્પર લોહીનું પરિભ્રમણ ઝડપથી થશે, આ ઉપરાંત તે માંસપેશીઓ અને નસોને આરામ પણ આપશે. ગરમ પાણીની અંદર કપડું ભીનું કરી અને 5-7 મિનિટ સુધી શેક કરવાથી સારી રાહત મળી શકે છે.

Image Source

મસાજ છે શ્રેષ્ઠ ઈલાજ:
મસાજ હાથ અને પગમાં ખાલી ચઢે ત્યારે છુટકારો મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે.  મસાજના કારણે લોહીનું પરિભ્રમણ વધે છે. જેમાં ખાલી ચહડવામાં રાહત મળે છે. આ ઉપરત મસલ્સ અને નસોમાં પણ પ્રોત્સાહન મળે છે જેના કારણે તે ઝડપથી કામ કરવા લાગે છે.  શરીરના જે ભાગમાં ખાલી ચઢી હોય ત્યાં ગરમ જૈતૂનનું (ઓલિવ ઓઇલ), નારિયેળ કે સરસવનું તેલ લઈને 5 મિનિટ સુધી મસાજ કરવાથી સારો ફાયદો મળે છે.

Image Source

કસરત કરવાથી મળશે સારી મદદ:
કસરત કરવાથી શરુરમાં લોહીનું પરિભ્રમણ અને ઓક્સિજનમાં સુધાર થાય છે. જેના કારણે હાથ અને પગ સહીત શરીરના કોઈપણ અંગમાં ખાલી ચઢતી અટકાવવામાં મદદ મળે છે/ નિયમિત કસરત કરવાના કારણે શરીર પણ સ્વસ્થ રહે છે. સાયકલિંગ, જોગિંગ અને સ્વિમિંગ જેવી કસરત પણ શરીર માટે ખુબ જ લાભકારક છે.

Image Source

હળદર બનશે ફાયદાકારક:
હળદરમાં રહેલું કુરકર્મિન નામનું તત્વ આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ કરવામાં ઘણું જ મદદગાર સાબિત થાય છે. આ ઉપરાંત હળદરમાં રહેલા એન્ટી ફીમલિમેન્ટર ગુણ પ્રભાવિત ભાગમાં દર્દ અને મુશ્કેલી ઓછી કરવામાં પણ મદદગાર બને છે. જયારે ખાલી ચાહળવાની સમસ્યા થાય ત્યારે એક ગ્લાસ દૂધની અંદર અડધી ચમચી હળદર ઉમેરી ધીમા તાપે ગરમ કરવું, ગરમ થઇ ગયા બાદ તેમાં થોડું મધ ઉમેરીને પીવાથી લોહીનું પરિભ્રમણમાં સુધારો થાય છે. હળદર અને પાણીથી પેસ્ટ બનાવીને તમે પ્રભાવિત જગ્યા ઉપર મસાજ પણ કરી શકો છો.

Image Source

દાલચીનીના પોષકતત્વો કરશે મદદ:
દાલચીનીની અંદર મહત્વપૂર્ણ વિટામિન બીની સાથે મેગ્નીજ અને પોટેશિયમ સહીત ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો પગમાં લોહીનું પરિભ્રમણ વધારીને હાથ અને પગમાં ખાલી ચઢવાની સમસ્યાને દૂર કરે છે. વિશેષજ્ઞો પણ સલાહ આપે છે કે લોહીના પરિભ્રમણ વધારવા માટે રોજ 2થી 4 ગ્રામ દાલચીની લેવી. એક ગ્લાસ ગરમ પાણીની અંદર અડધી ચમચી દાલચીની પાવડર ભેળવીને નિયમિત સેવન કરવું, આ ઉપરાંત એક ચમચી દાલચીની પાવડરમાં થોડું મધ ભેળવીને પણ થોડા સમય સુધી લેવાના કારણે ખાલી ચાહળવાની સમસ્યામાંથી છુટકારો મળે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.