દાદ-ખાજ, ખુજલી જે ધાધરના નામે વધુ ઓળખાય છે. તેની જેટલી પણ દવા કરી લો પણ પીછો છોડવાનું નામ નથી લેતું. ધાધર એ એક એવો ચામડીનો રોગ છે જેનો સમય રહેતા ઉપચારના કરવામાં આવે તો તે આખા શરીર પર થઈ જતું હોય છે અને તેના જીવાણું લોહીમાં પણ ભળી જતા હોય છે. જેના કારણે રોગનું નિવારણ કરવું ખૂબ જ અઘરું પડી જાય છે. આ એક ચેપી રોગ હોવાથી કાળજીના રાખવામાં આવે તો આપણા કારણે પરિવારમાં બધાને થઈ જાય છે. ધાધર થવાના ઘણા કારણો છે.

મુખ્ય કારણો –
- શરીરનો કોઇ ભાગ લાંબા સમય સુધી ભીનો રહેવાથી.
- રોગપ્રતિરોધક શક્તિ ઓછી હોવાથી.
- પરસેવો વધુ પ્રમાણમાં થવાથી.
- ચામડી લાંબા સમય સુધી સુકી રહેવાથી.
- શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જવાથી.

મુખ્ય લક્ષણો –
- ચામડીનો રંગ લાલ પડવો અને તેના પર મીઠી ખંજવાળ આવવી.
- ગોળાકાર જેવી રીંગ બની જવી અને તેમાં બળતરા થવી.
- ચામડી ફાટેલી લાગવી અને તેમાં અસહ્ય ખંજવાળ આવવી.
- નાનીનાની ફોલ્લીઓ ના પેચ બનવા.

મુખ્ય ઉપાય –
- લીમડાનું તેલ અથવા લીમડાના પાનની ચટણી લગાવવાથી છૂટકારો મળે છે.
- તેવી જ રીતે પ્રાકૃતિક એલોવેરાની જેલ લગાવવાથી અથવા તેનું જ્યૂસ બનાવીને રોજ સવારે પીવાથી ધાધર મૂળથી ખતમ થઈ જાય છે.
- નારીયલના તેલની અંદર ૨ થી ૩ ટીપા લીંબુનો રસ નાખીને લગાવવાથી તેે મટી જાય છે.
- સૂકી ચામડીના કારણે થયેલ ધાધર પર મલાઈ લગાવવાથી જલ્દી રાહત મળે છે અને ધાધર મૂળથી ખતમ થાય છે.
આ પોસ્ટને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને દાગ-ખાજ, ખુજલીથી પીડિત લોકોને મદદરૂપ બનો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks