શિયાળામાં એડી ફાટવાની સમસ્યાથી બચવા માંગતા હોય તો અપનાવી લો આ ઘરેલુ નુસખા, થોડા જ સમયમાં ફરક જોવા મળશે

0

શિયાળો આવતાની સાથે જ આપણા શરીરના રક્ષણ માટે આપણે ચિંતિત હોઈએ છીએ. કેટલી પ્રકારના લોશન, ક્રીમ વગેરે વગેરે લાવીને તૈયાર જ રાખતા હોઈએ છીએ તે છતાં પણ ઘણીવાર આ બધી કોસ્મેટિક વસ્તુઓ ક્યારે નુકશાન પહોંચાડે તેની ખબર હોતી નથી. ઘણા લોકો શિયાળામાં શરીરના રક્ષણ માટે ઘરેલુ ઉપાયો કરવાનું વિચારતા હોય છે પરંતુ સાચી જાણકારી ના હોવાના કારણે તે પણ કોસ્મેટિક તરફ જ વળતા હોય છે.

Image Source

શિયાળામાં પગની એડી ફાડી જવાની પણ સમસ્યા ઘણા લોકોને થાય છે જેના કારણે આપણે ચપ્પલ અને સેન્ડલ પહેરવામાં પણ તકલીફ અનુભવીએ છીએ, વળી ખુલ્લા પગ રાખવામાં પણ આપણને શ્રમ આવવા લાગે છે.  શિયાળામાં શરીરમાં નમી ઓછી થઇ જવાના કારણે આ સમસ્યા થતી હોય છે એ સિવાય પણ ઘણીવાર શરીરમાં પોષકતત્વો ઓછા થવાના કારણે પણ આ સમસ્યા સર્જાય છે.

Image Source

એડી ફાટવાની સમસ્યાથી બચવા માટે પણ ઘણી બજારુ ક્રીમ આપણે લાવીએ છીએ જે ખુબ જ મોંઘી પણ હોય છે અને જોઈતું પરિણામ પણ આપતી નથી તે છતાં આપણે મજબૂરીમાં એનો સહારો જ લેતા હોઈએ છીએ પરંતુ હવે અમે તમારા માટે લઈને આવ્યા કછે એડી ફાટવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટેના ઘરેલુ ઉપાય, જે ઉપાય કર્યા પછી તમે ચપ્પલ અને સેન્ડલ પણ કોઈ તકલીફ વગર પહેરી શકશો અને તમારી એડીને બતાવવામાં પણ શરમ નહીં આવે કારણ કે આ ઉપાય બાદ તમારી એડી એકદમ સોફ્ટ અને મુલાયમ બની જશે.

Image Source

તો ચાલો જાણીએ કયા છે એ ઘરેલુ ઉપાયો:

Image Source
    1. પાકેલું કેળું:
      પગને પાણીથી સાફ કરી પાકેલા કેળાને બરાબર મસળી અને તેની પેસ્ટ બનાવી એડી ઉપર લાગવી દો અને ત્યાર બાદ તેને 15-20 મિનિટ માટે ખુલ્લી રહેવા દેવી. ત્યારબાદ એડીને થોડા ગરમ પાણીથી ધોઈ લેવી. અઠવાડિયામાં 3-4 વાર આ ઉપાય કરવાથી એડી ફાટવાની સમસ્યા નહિ રહે અને પગ પણ એકદમ મુલાયમ બની જશે.

      Image Source
    2. મલાઈ અને લીંબુનો રસ:
      રાત્રે સુતા સમયે 2 ચમચી તાજી મલાઈની અંદર 1 ચમચી લીંબુનો રસ ઉમેરી તેને બરાબર મિક્સ કરી દેવું ત્યારબાદ તેને એડી ઉપર લગાવવું. આ મિશ્રણને ત્યાં સુધી લગાવતા રહેવું જ્યાં સુધી એડી ઉપર મલાઈ બરાબર સુકાઈ ના જાય. સવારે ઉઠી પગને ગરમ પાણીથી ધોઈ લેવા જેનાથી આ સમસ્યામાં રાહત મળશે.

      Image Source
    3. મધ:
      ફાટેલી અને સૂકી એડીઓ ઉપર મધ લગાવવું ખુબ જ ફાયદાકારક છે. કારણ કે મધમાં એન્ટિબેકટેરિયલ ગુનો રહેલા છે, જે એડીઓમાં નમી લઇ આવે છે અને તેને ફાટતા પણ બચાવે છે અને એડીઓને મુલાયમ પણ બનાવે છે. આ સિવાય અડધો કપ મધ પાણીમાં ઉમેરી 20 મિનિટ સુધી પગને એ પાણીમાં ડુબાડી રાખ્યા બાદ મુલાયમ કપડાથી સાફ કરવામાં આવે તો પણ તમને રાહત મળે છે.

      Image Source
    4. નારિયેલ તેલ:
      રાત્રે સુતા પહેલા એક મોટી ચમચી નારિયેલ તેલને પગ અને એડીઓ પાર માલીસ કરવામાં આવે તો થાક પણ દૂર કરે છે સાથે સાથે ફાટેલી એડીઓમાં પણ રાહત આપે છે. તેલની માલીસ કાર્ય બાદ મોજા પહેરી રાત્રે સુઈ જવું, સવારે ઉઠી હલકા ગરમ પાણીથી પગ ધોઈ લેવા જોઈએ જેનાથી તમને થોડા જ સમયમાં ફરક જોવા મળશે.

      Image Source
    5. ચોખાનો લોટ:
      3 ચમચા ચોખાના લોટમાં એક ચમચી મધ અને 2-3 ટીપા એપલ સાઈડર વિનેગર ઉમેરી એક પેસ્ટ બનાવી લેવી. પગને 15 મિનિટ સુધી ગરમ પાણીમાં ધોયા બાદ સાફ કરી આ પેસ્ટને પગ ઉપર સ્ક્ર્બ કરી લગાવવામાં આવતા ખોવાયેલી નમી પણ પાછી આવે છે અને એડી ફાટવાની સમસ્યામાં પણ રાહત મળે છે.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here