હેલ્થ

પેટ સાફ નથી આવતું? સવારે ભૂખ્યા પેટે કરો આ એક સરળ કામ કરો, શરીરના ઘણા રોગ દૂર થશે

આજના સમયમાં આપણી વ્યસ્ત જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોને કારણે પેટ સંબંધી ઘણી સમસ્યાઓ થવા લાગે છે. જેમ કે ગેસ, અપચો, પેટમાં દુઃખાવો વગેરે. આ બધા સિવાય, બીજી સમસ્યા એક સમસ્યા પણ શરુ થઇ જાય છે જેનો દરેક વ્યક્તિએ દરરોજ સવારે સામનો કરવો પડે છે, તે છે પેટ સાફ ન થવું. ભોજન પછી બેસી રહેવું અને રાતે જમ્યા પછી સીધું ઊંઘી જ જવું જેવી આદતો કબજિયાત માટે જવાબદાર છે.

Image Source

કેટલાક લોકો પેટ સાફ કરવા માટે ચૂરણનો સહારો લે છે, પરંતુ કેટલીકવાર ચૂરણ ખાવાથી પણ કોઈ ફરક નથી પડતો. આજે અમે તમને પેટને સાફ કરવા માટેના એવા જબરદસ્ત ઘરેલું ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જેના ઉપયોગથી તમારું પેટ દરરોજ સાફ રહેશે અને દિવસ આખો ખુશનુમા રહેશે. તો ચાલો અમે તમને જણાવીએ, પેટ સાફ રાખવાના ઉપાયો –

Image Source

– સવારે ઉઠતાંની સાથે જ પહેલું કામ કરો, એક ગ્લાસ પાણી પીવો. જો આ પાણી ગરમ હોય તો વધુ સારું. આ કામ બ્રશ કરતાં પહેલાં કરવું પડશે. જણાવી દઈએ કે પેટની મોટાભાગની બિમારીઓ દૂષિત પાણી પીવાથી થાય છે. જો તમે સવારમાં હૂંફાળું પાણી પીવો છો તો પાણી પણ શુદ્ધ થઈ જાય છે, અને તે આંતરડા પણ ખોલી નાખે છે અને એનાથી પેટ સંપૂર્ણ રીતે સાફ કરવામાં મદદ મળે છે.

– તમે મેથી પણ ખાઈ શકો છો. દરરોજ સૂતા પહેલા એક ચમચી મેથીનો પાઉડર નવશેકા પાણી સાથે લો. સવારે, પેટ સરળતાથી સાફ થઈ જશે. આ સિવાય તમારે દરરોજ દહીંનું સેવન પણ કરવું જોઈએ. જે તમારા પેટમાં ફાયદાકારક બેક્ટેરિયાની ઉણપને પુરી કરે છે.

Image Source

– જે લોકોને પેટ સાફ ન થવાની સમસ્યા રહે છે, તે લોકો દરરોજ ખાધા પછી વરિયાળીનું સેવન કરી શકે છે. વરિયાળી તમારી આંતરડાને સારી રીતે સાફ કરે છે. આનું સેવન કરવાથી તમારું પેટ હંમેશા યોગ્ય રહેશે. આ ખાવાથી પેટમાં ગેસ નથી બનતો.

– મધ કબજિયાત માટે ખૂબ ફાયદાકારક છે. રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણી સાથે એક ચમચી મધ મિક્સ કરીને પીવો. આના નિયમિત સેવનથી કબજિયાત દૂર થાય છે.

– દરરોજ સવારે ઉઠીને ખાલી પેટ સૂકી દ્રાક્ષ સાથે 4 થી 5 કાજુ ખાવાથી કબજિયાત દૂર થાય છે. આ સિવાય રાત્રે સૂતા પહેલા 6 થી 7 દ્રાક્ષ ખાવાથી પણ કબજિયાત મટે છે.

Image Source

– સવારે ઉઠ્યા પછી સંચળ સાથે લીંબુનો રસ પાણીમાં મિક્ષ કરી પીવો. આ પેટને સારી રીતે સાફ કરશે, અને કબજિયાત નહીં કરે.

– દરરોજ રાત્રે હરડેના ચૂરણ અથવા ત્રિફળાને નવશેકા પાણી સાથે પીવો. તેનાથી કબજિયાત દુર થશે, સાથે જ પેટમાં ગેસની સમસ્યાથી પણ રાહત મળશે.

– ઈસબગોલ કબજિયાતનો રામબાણ ઇલાજ છે. રાત્રે સૂતી વખતે તમે તેનો ઉપયોગ દૂધ અથવા પાણીથી સાથે કરી શકો છો. આ કબજિયાતની સમસ્યાને સંપૂર્ણપણે દૂર કરશે.

Image Source

– કબજિયાત માટે, તમે સૂતા સમયે ગરમ દૂધમાં એરંડાનું તેલ મિક્સ કરીને પી શકો છો. આ પેટને સાફ કરે છે, અને કબજિયાતની સમસ્યા નથી થતી.

– ફળોમાં જામફળ અને પપૈયા કબજિયાત માટે ખૂબ ફાયદાકારક છે. તેનું સેવન કોઈપણ સમયે કરી શકાય છે. તેમને ખાવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે, ત્વચા પણ સુંદર બને છે.

– કબજિયાતના દર્દીઓ માટે પાલક પણ સારો વિકલ્પ છે. તમારી દિનચર્યામાં પાલકનો રસ ઉમેરવાથી તમે કબજિયાતથી મુક્તિ મેળવી શકો છો, સાથે જ તેનું શાક સ્વાસ્થ્ય માટે સારું છે. પરંતુ જો તમને પથરી છે, તો પાલકનું સેવન કરશો નહીં.

Image Source

– થોડો સમય પાણીમાં કિસમિસને પલાળીને રાખ્યા પછી, તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા ખતમ થઇ જાય છે. આ સિવાય આખી રાત અંજીરને પાણીમાં પલાળ્યા બાદ ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

– કબજિયાતથી બચવા માટે નિયમિત કસરત અને યોગ કરવાથી ખૂબ ફાયદો થાય છે. આ સિવાય હંમેશાં ગરિષ્ઠ ખોરાક લેવાનું ટાળવું જોઈએ.

આ સિવાય કબજિયાતની સમસ્યા વધારે હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવી જ જોઇએ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.