ખબર

મોદી સરકારે લીધો અનલોક 3 નો જોરદાર નિર્ણય: જિમ, નાઈટ કરફ્યુ હટ્યો, સિનેમાહોલ ખુલશે? જલ્દી વાંચો

અનલોક 3 ને લઈને હોમ મિનિસ્ટ્રીએ હમણાં જ એક નવી ગાઈડલાઈન જારી કરી છે, જે પ્રમાણે કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ વર્ક માટે મંજૂરી આપવામાં આવી છે. અનલોક-3 કે જે 1લી ઓગસ્ટ,2020થી અમલીમાં આવશે તે તબક્કાવાર પ્રક્રિયામાં કામગીરીઓને પુનઃશરૂ કરવા માટે લીલીઝંડી આપવામાં આવી છે.

મોદી સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન પ્રમાણે આગામી 1થી 31 ઑગસ્ટ દરમિયાન આ નિયમો લાગુ પડશે. શાળા-કૉલેજો, સ્વિમિંગ પુલ, સિનેમા હોલ બંધ રહેશે. વધુમાં ઑડિટોરિયમ અને એમેમ્બલી હોલ પણ બંધ રહેશે. મેટ્રો ટ્રેઇન, બાગ-બગીચા, બાર, સ્કૂલ કૉલેજો બંધ જ રહેશે. જાહેર કે ખાનગી કાર્યક્રમો નહીં યોજી શકાય અને ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ રહેશે. જોકે, સરકારની જાહેરાત મુજબ 1 ઑગસ્ટથી દેશભરમાં રાત્રિનો કર્ફ્યૂ નહીં રહે.

મોદી સરકારએ બહાર પડેલી ગાઇડલાઇન પ્રમાણે આ મહિનામાં આતંરાષ્ટ્રીય પ્રવાસ માટે પણ હજુ રાહ જોવી પડશે. જોકે, ગાઇડલાઇન અનુસરીને લોકો 15મી ઑગસ્ટ સેલિબ્રેટ કરી શકશે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.