સૌરાષ્ટ્ર ને ભાવનગરના તીખાં ગાંઠિયા દેશ વિદેશમાં પ્રખ્યાત છે. આ તીખાં ગાંઠિયા ચા અને કોફી સાથે નાસ્તામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. રાયતા મરચાં ને ગાંઠિયા પણ નાસ્તામાં ખાઈ શકાય છે. તો રાહ શેની જુઓ છો. બનાવો આજે એવા જ તીખા ને ચટપટા તીખા ગાંઠિયા. એ પણ ફોટા સાથેની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને. બનાવા માટે
સામગ્રી
- બેસન 150 ગ્રામ
- ગરમ તેલ 2 ચમચી
- લાલ મરચું 1/2 ચમચી
- અજમો 1/2 ચમચી
ગરમ મસાલો 1/4 ચમચી - મીઠુ સ્વાદ મુજબ
- પાણી 40 થી 50 મિલી
- તેલ તળવા માટે
રીત
સૌપ્રથમ એક વાસણ માં બેસન અને બધા મસાલા કરો.
એમાં ગરમ તેલ એડ કરી ને મિક્સ કરી લો અને હલાવો.
હવે પછી એમાં પાણી એડ કરી ને થોડો કઠણ લોટ બાંધી લો.
પછી સંચો લઇ લો એમાં તેલ થી ગ્રીસ કરી ને લોટ એડ કરી ને જાડી જાળી લઇ લો .
તેલ ને ગરમ કરી લો પછી ગાંઠિયા ને તળી લો
થોડા લાલ થાય એટલે ઝારીની મદદથી ગાંઠિયા કાઢી લેવા ને એક વાસણમાં કાઢી લો.
તો તૈયાર છે આપડા લાલ તીખા ગાંઠિયા ગાંઠિયા ને ડબામાં ભરી ને ને રાખી શકો છો.
ને તમારા બાળકો ને નાસ્તા માં ચા સાથે ખાવાની ખુબજ મજા આવશે તો જરૂર થી બનાવજો તીખા ગાંઠિયા અને જરૂર થી જણાવજો રેસીપી કેવી લાગી
આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
https://www.youtube.com/channel/UCgOWaGYuRMYPeldT4p5tFVw
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે… દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ