રસોઈ

દરેક ગુજરાતીઓની ફેવરીટ ચટપટી રગડા પેટીસ બનાવો રેસીપી જોઈને, નાના મોટા દરેક ઘરના સભ્યો હોંશે હોંશે ખાશે …..

સ્વાદ માં તીખી, ખાટી-મીઠી રગડા પેટીસ નું નામ સાંભળી ને મન લલચાઈ ગયું ને, ચાલો તો આજે આપણે રગડા પેટીસ ની રેસીપી શીખીશું. રગડા પેટીસ મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ છે. જે દરેક જગ્યાએ, રસ્તાઓ પર અને રેસ્ટોરેંટ માં મળે છે. આ બટેટા ની ટીકી ની ઉપર વટાણા નો બનેલો ગરમ રગડો, અને બે પ્રકાર ની ચટણી (કોથમીર ની લીલી ચટણી અને ખજૂર-આંબલી ની ચટણી) અને ડુંગળી અને સેવ નાખી પીરસવા માં આવતી સ્વાદિષ્ટ વાનગી છે. બધા પ્રકાર ની ચાટ રેસીપી ની જેમ આ નો સ્વાદ પણ ચટપટો છે.
રગડા પેટીસ બનાવવા તમે લીલા તેમજ સફેદ કોઈપણ વટાણા નો ઉપયોગ કરી શકો છો. વટાણા ને પલાળી ને કુકર માં બાફવા માં આવે છે. પછી આમાં બીજો બધો મસાલો નાખી ને તેનો વઘાર કરી રગડો બનાવવા માં આવે છે. જ્યારે પેટીસ એ બાફેલા બટેટા ની ટીકી છે. જેમાં કઈ પણ નાખવા માં આવતું નથી. તેમાં માત્ર લીલા મરચાં, મીઠું, ખાંડ અને લીંબુ નો રસ નાખવા માં આવે છે. આ રગડા અને પેટીસ બંને ઓછા તીખા હોય છે, તેને વધુ તીખું બનાવવા માટે ઉપર થી લીલા મરચાં અને કોથમીર ની ચટણી નાખવા માં આવે છે.

રગડા પેટીસ બનાવવા માટે ની સામગ્રી

 • સુકાયેલા વટાણા – ½ કપ (પીળા અથવા લીલા)
 • 1 થી ½ પાણી – વટાણા બાફવા માટે
 • તેલ – 1 થી ½ ટેબલ સ્પૂન
 • રાઈ – ¼ ટેબલ સ્પૂન
 • તલ – ½ ટેબલ સ્પૂન
 • હળદર – ¼ ટેબલ સ્પૂન
 • મીઠું – સ્વાદ અનુસાર
 • લાલ મરચાં નો પાઉડર – 1 ટેબલ સ્પૂન
 • પાણી – ½ કપ પાણી ગ્રેવી બનાવવા માટે
 • ગોળ – 1 થી ½ ટેબલ સ્પૂન
 • લીંબુ નો રસ – 1 ટેબલ સ્પૂન
 • બટેટા ની પેટીસ માટે ની સામગ્રી
 •  બટેટા – 2 નાના બાફેલા, છાલ કાઢેલી, ક્રશ કરેલા
 •  લીલા મરચાં – 1 ઝીણી સમારેલી
 •  મીઠું – સ્વાદ અનુસાર
 •  ખાંડ – ¼ ટેબલ સ્પૂન
 •  લીંબુ નો રસ – 1 થી ½ ટેબલ સ્પૂન
 •  કોર્ન ફ્લોર – 1 ટેબલ સ્પૂન
 •  તેલ – પેટીસ ને શેકવા માટે
 • ગડા પેટીસ પીરસવા માટે
 •  લીલી ચટણી – ½ કપ
 •  આંબલી ની ચટણી – ½ કપ
 •  ડુંગળી – ½ કપ
 •  સેવ – ½ કપ

રગડા પેટીસ બનાવતા પૂર્વની તૈયારી : 

• પલાળેલા વટાણા માથી પાણી ને કાઢી નાખો, અને પછી તેને ધોઈ ને કુકર માં બાફવા માટે મૂકી દો. કુકર માં 1 થી ½ કપ પાણી નાખો, ઢાંકણું ઢાંકી દો અને 6 થી 7 સીટી થવા દો અથવા નરમ થાય ત્યાં સુધી ચડવા દો.

• કુકર માથી હવા નીકળી જાય પછી ઢાંકણા ને ખોલી નાખો અને તેમાથી વટાણા કાઢી લો. હવે એક વાસણ માં તેલ ને ધીમા તાપે ગરમ કરવા માટે મૂકો.

• જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં રાઈ ને નાખો અને તેને ફૂટવા દો. હવે તેમાં તલ નાખી દો અને તેને થોડીવાર માટે તળવા દો.

• હવે તેમાં હળદર નાખો અને તરત જ તેમાં તેમાં બાફેલા વટાણા નાખી દો, આ સાથે જ જરૂર જણાય એટલું પાણી પણ નાખી દો. જેથી કરીને ગ્રેવી ઘાટી બને.

• હવે તેને ધીમા તાપે ઉકળવા દો. થોડીવાર પછી તેમાં મીઠું અને લાલ મરચાં નો પાઉડર નાખી ને તેને સારી રીતે મિક્સ કરી નાખો.

• ત્યાર બાદ તેમાં ગોળ અને લીંબુ નો રસ નાખી તેને પણ સારી રીતે મિક્સ કરી નાખો. હવે તેને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દો અને પછી ગેસ પર થી ઉતારી લો. તેને ઢાંકી ને બાજુ માં મૂકી દો.

બટેટા ની પેટીસ બનાવવા માટે ની રીત

• બાફેલા બટેટા ની છાલ કાઢી લો અને તેને ક્રશ કરી નાખો. તેમાં મીઠું, ખાંડ, લીંબુ નો રસ, લીલા મરચાં અને કોર્ન ફ્લોર નાખો. તેને સારી રીતે મિક્સ કરો અને લોટ ની જેમ એકસાથે ભેગું કરી લો.

• આ મિશ્રણ ને સમાન 6 ભાગો માં વહેચી નાખો અને તેની ટીકી બનાવીને એક પ્લેટ માં મૂકી દો.

• હવે એક નાના વાસણ માં તેલ ગરમ કરવા માટે મૂકી દો. ગરમ તેલ માં 2 થી 3 ટીકી મૂકો.

• એક બાજુ કરકરી અને ગોલ્ડન રંગ ની થઈ જાય ત્યાં સુધી શેકી લો પછી તેને પલટી નાખો બીજી બાજુ પણ ગોલ્ડન રંગ ની થાય ત્યાં સુધી શેકી લો.

• બંને બાજુ શેકાઈ જાય એટલે તેને ઉતારી લો અને બીજી પેટીસ પણ આમ શેકી લો.

રગડા પેટીસ પીરસવા ની રીત

• આ તૈયાર કરેલ બધી સામગ્રી જેવી કે બંને ચટણીઓ, સેવ અને ઝીણી સમારેલી ડુંગળી ને ટેબલ પર મૂકી દો અને રગડા ને થોડો ગરમ કરી નાખો.

• એક પ્લેટ કે વાટકા માં રગડો નાખો.  તેની ઉપર 2 થી 3 પેટીસ મૂકો.  તેની ઉપર 2 ટેબલ સ્પૂન જેટલી લીલી ચટણી અને 2 ટેબલ સ્પૂન જેટલી ખજૂર ની ચટણી નાખો.

• થોડીક ડુંગળી અને તેની ઉપર સેવ નાખી ને સજાવી લો અને તરત જ પીરસો.

રેસીપી. સંકલન : માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ