રસોઈ

હોમ મેડ પીનટ બટર 😋 ખુબ જ ગુણકારી અને સ્વાદિષ્ટ: વાંચો રેસિપી ને ગમે તો શેર કરી લાઈક કરવાનું ભૂલતા નહિ…..!!!

હેલો મિત્રો,
તમારાં બાળકો અમૂલ બટર તો ખાતાં જ હશે બ્રેડ સાથે..બાળકો ને કોઈ પણ બટર આપો, એમને તો ભાવશે જ..! પણ જે બજાર મા પીનટ બટર મળે છે તેમાં અન-હાઈજેનિક તેલ, અમુક પદાર્થો નાખેલા હોય છે જે હેલ્થ માટે સારા નથી હોતા..!

એટલા માટે આજે હું લાવી છું હોમ મેડ પીનટ બટર, જે બનાવવામાં ખુબ જ સરળ છે…
અને સાથે સાથે હાઈજિન પણ છે.. ☺😋 આ પીનટ બટર માત્ર 4 વસ્તુ થી બને છે. તો ચાલો આજે બનાવીએ હોમ મેડ પીનટ બટર 😋

બનાવવા માટેની સામગ્રી :-

  • 2 કપ શેકેલા સીંગદાણા (ફોતરા કાઢીને તૈયાર કરેલા)
  • 1 ચમચી તેલ (રેગ્યુલર તમે જે યુઝ કરતા હોવ એ)
  • 1 ચમચી મધ (ઓપ્શનલ)
  • ચપટી દરિયાઈ મીઠું

બનાવવા માટેની રીત :-

૧.સૌ પ્રથમ એક મિક્સર જાર લો અને તેમાં 2 કપ શેકેલા સીંગદાણા નાંખો અને તેને પાઉડર સ્વરૂપ માં લાવો.

૨.ત્યારબાદ તેમાં 1 ચમચી તેલ, 1 ચમચી મધ અને ચપટી દરિયાઈ મીઠું નાખો. અને તેને 30 સેકંડ સુધી લગાતાર બ્લેન્ડ થવા દો.

૩.પછી તેને 2-3 સેકંડ માટે બંધ કરો અને પાછું 30 સેકંડ સુધી બ્લેન્ડ થવા દો.
જ્યાં સુધી એક સ્મૂધ પેસ્ટ ના થાય ત્યાં સુધી.

4.તો તૈયાર છે હોમ મેડ પીનટ બટર 😋 😋
તમે તેને ઠંડુ થવા દો અને તેને એક એર ટાઇટ ડબ્બા માં કાં તો એર ટાઇટ જાર માં સ્ટોર કરી શકો છો. 😊 😊 😊

આ પીનટ બટર એકદમ હેલ્થી છે અને બાળકો ને ભાવે એવું યમ્મી પણ છે.
તો આજે જ ટ્રાય કરજો અને કેહજો જરૂર કે કેવું લાગ્યું આ હોમ મેડ પીનટ બટર 😋 😘

લેખિકા :- કીર્તિ જયસ્વાલ

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ