રસોઈ

માર્કેટ જેવી જ સોફ્ટ ને ક્રિસ્પી નાનખટાઈ બનાવો હવે ઘરે, એ પણ એકદમ સરળ રેસીપી જોઈને..

નાનખટાઈ એક એવું ઇન્ડિયન સ્વીટ છે. જે નાના મોટા દરેકને પસંદ આવે છે એનો ટેસ્ટ. આ એક એવું સ્વીટ છે જે ખાસ કરીને દિવાળી પર બનાવવામાં આવે છે. આ સ્વીટ તમને મોટાભાગના ભારતીય રસોડામાં સહેલાઈથી જોવા મળશે. પરંતુ આજે અમે તમને આ ફેમસ સ્વીટને ઘરે કેમ બનાવવું એની રેસીપી આપી રહ્યા છીએ. બજારમાંથી ખરીદી કરીને તો તમે ઘણી વખત નાનખટાઈ ખાધી જ હશે, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તમે તેને ઘરે સરળતાથી બનાવી શકો છો. તો ચાલો આપણે જોઈએ નાનખટાઈ બનાવવાની એકદમ સરળ ને પરફેક્ટ રીત. નાનખટાઈ બનાવવા માટે આપણે જોઈશે સૌ પ્રથમ તો, ઘી, મેંદાનો લોટ, સોજીનો લોટ અને ચણાનો લોટ.

સામગ્રી

  • 1 કપ, મેંદાનો લોટ,
  • 2 ચમચી, ચણાનો લોટ,
  • 125 ગ્રામ, ખાંડ,
  • ½ કપ કરતા થોડો વધારે ઘી,
  • 2 ચમચી, સોજી,
  • 1 ચમચો, બેકિંગ પાવડર,
  • ½ ચમચી, એલચી પાવડર,
  • 5-6 ઝીણાં સમારેલાં પિસ્તા,
  • ½ નમક.

રીત :

નાનખટાઈને સૌ પ્રથમ બનાવવા માટે, વાટકીમાં મેંદો, સોજી, અને ચણાનો લોટ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરી દો.

હવે બીજી વાટકીમાં,ચોખ્ખાઘીમાં ખાંડ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરો. હવે આ તૈયાર કરેલ મિશ્રણને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી તે ફુલાઈને એક જાડું ન બની જાય. .

હવે આ ફુલાયેલી તૈયાર પેસ્ટમાં બેકીંગ પાવડર અને એલચી પાવડર ઉમેરો ઉમેરી મિક્સ કરો ને હલાવી નાખો.

હવે, બાઉલમાં રાખેલ મેંદો, સોજી ને ચણાનો લોટ આ પેસ્ટમાં એડ કરો. હવે આ પેસ્ટને જેમ લોટ બાંધી હાથેથી મસળીએ એમ મસળીને લોટબાંધી એવો લૂઓ તૈયાર કરો.

હવે કૂકરને ગેસ ઉપર ગરમ મૂકો. હવે એ કૂકરમાં નીચે તળિયે મીઠાનું જાડું સ્તર કરો.. હવે તેના પર જાળી વાળું સ્ટેન્ડ મૂકી રાખો. ત્યારબાદ કૂકરને ઢાંકીને બરાબર ગરમ થવા દો. પછી એક એવી પ્લેટ લો જેને આપણે કૂકરમાં આસાનીથી મૂકી શકીએ. આવરે છે અને તે ગરમ રાખો. એક પ્લેટ લો જે સરળતાથી કૂકરમાં આવે છે. પ્લેટને ઘીથી સ્પ્રેડ કરી દો. જેનાથી નાનખટાઈ તળિયે ચોંટે નહી ને આરામથી તૈયાર થાય ત્યારે છૂટી પડી શકે.

હવે તૈયાર કરેલ લોટનાં મિસરણમાંથી નાનો લોટનો લૂઓ લઈને હથેળીની મદદથી ગોળ ગોળ બોલ તૈયાર કરો અને સહેજ દબાવી ચપટો આકાર આપી ને બધી જ નાનખટાઈ પર ચપ્પા વડે ક્રોસ જેવા નિશાન બનાવી નાખવા
આવી રીતે તૈયાર કરેલ બધી જ નાનખટાઈને પ્લેટમાં ગોઠવી તેના પર પીસ્તાનો છંટકાવ કરો.

હવે આ પ્લેટને કૂકરમાં મૂકેલી જાળી પર સાચવીને મૂકો. કૂકરને ઢાંકીને એકદમ ધીમા તાપે દસ મિનિટસુધી નાનખટાઈને બેક થવા દેવાની છે.

થોડીવાર પછી ચેક કરો કે નાનખટાઈ બની ગઈ છે. જો સરસ રીતે નાનખટાઈ શેકાઈ ગઈ હશે તો તૈયાર છે નાનખટાઈ. છે ને એકદમ સરળ રીત ? તો બાનવજો જરૂર ..