રસોઈ

સ્વાદિષ્ટ મેંદુ-વડા બનાવો ઘરે જ, એ પણ બહાર જેવા જ ટેસ્ટી ટેસ્ટી …..નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી

મેંદુ વડા દક્ષિણ ભારત ની પારંપારિક અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ રેસીપી છે, જે માત્ર દરરોજ ના ભોજન ને દર્શાવે છે એવું નથી પરંતુ તે સાથે તહેવાર અને પુજા ના દિવસો માં પીરસતું એક ખાસ વ્યંજન છે. નરમ પરંતુ ખૂબ પાતળું ખીરું નહીં, આ માટે બનાવવા ખીરા માં પર્યાપ્ત માત્રા માં પાણી ની સાથે પીસવું. કારણ કે આ મેંદુ વડા ખીરા ને જાડું રાખવા પર નિર્ભર કરે છે કે વડા કેટલા નર્મ અને કેમ બનશે, સાથે-સાથે તેને બનાવવા થી તમને કેટલી તારીફ મળશે. આમ જોવા જઈએ તો મેંદુ નો અર્થ છે નરમ અને આ વડા નરમ હોવા જોઈએ. એ વાત નું ધ્યાન રાખવું જોઈએ કે ખીરું તૈયાર થઈ જાય એટલે તરત જ વડા બનાવી નાખવા જોઈએ. કારણ કે લાંબા સમય માટે રાખવા થી તે વધારે પડતું તેલ શોષી લે છે. સાથે વચ્ચે કાણું પાડવું ભૂલશો નહીં કારણ કે એ જ મેંદુ વડા ની ખાસિયત છે.

મેંદુ વડા બનાવવા માટે ની સામગ્રી

 • અળદ ની દાળ – 1 કપ
 • લીલા મરચાં – 3 સમારેલા
 • કાળું મરચું – 3 થી 4
 • કડી ના પાન – 8 થી 10
 • આદું – 1 ટેબલ સ્પૂન
 • મીઠું – સ્વાદ અનુસાર

 • ડુંગળી – 1
 • જીરું – શેકેલું 1 ચમચી
 • હિંગ – એક ચપટી
 • નારિયેળ નું તેલ / અન્ય તેલ – તળવા માટે
 • ફ્રાઈડ કોકોનેટ ચટણી – પીરસવા માટે
 • સાંભર – પીરસવા માટે

મેંદુ વડા બનાવવા માટે ની રીત

• એક નાના વાસણ માં 1 કપ અળદ ની દાળ નાખો. પછી તેને સાફ પાણી એ સારી રીતે ધોઈ નાખો. ત્યાર બાદ પાણી માં ડૂબી રહે એટલું પાણી નાખો અને ઓછા માં ઓછી 2 થી 3 કલાક માટે પલાળી ને રાખો. પરંતુ 3 કલાક થી વધુ દાળ ને પલાળવી નહીં અને જો ફોતરાં વાળી દાળ નો ઉપયોગ કરો તો વધુ સારું છે.

• 3 કલાક પછી દાળ માથી પાણી ને સાવ કાઢી નાખો. પછી તેને એક ગ્લેંડર માં નાખી તેમાં થોડું પાણી છાટી લો, પછી તેને એકદમ ઝીણું થાય એટલું પીસી નાખો. એટલે કે ખીરું એકદમ સોફ્ટ અને સ્મૂથ ના થાય ત્યાં સુધી પીસી ને પેસ્ટ બનાવી નાખો. જો પાણી ની જરૂર જણાય તો થોડું પાણી નાખો પણ પાણી નું પ્રમાણ વધી ના જાય તેનું ધ્યાન રાખવું.

• ખીરું નરમ થઈ જાય પછી તેને એક વાસણ માં કાઢી લો. હવે તેને હાથ થી અથવા ચમચા થી 2 મિનિટ માટે હલાવો.

• હવે આ ખીરા માં ડુંગળી, કાળું મરચું, જીરું, કરી પાન, લીલા મરચાં, હીંગ, મીઠું અને કોથમીર ના પાન નાખો. હવે તેને ખૂબ સારી રીતે મિક્સ કરી નાખો. ત્યાર બાદ એક વાસણ માં તેલ ને ગરમ કરવા માટે મૂકો, તેલ ને ધીમા તાપે જ ગરમ કરો. બીજી બાજુ હાથ ની હથેળી માં થોડું પાણી લગાવી ને રાખો, અને પછી બનાવેલ મિશ્રણ માથી થોડુક મિશ્રણ લો, અને વચ્ચે થી અંગૂઠા વડે દબાવી ને વચ્ચે અંગૂઠા ની સાઇઝ નું કાણું બનાવો. હવે તેને હથેળી વડે ગોળ આકાર માં બનાવી લો.

• તેલ ગરમ થઈ જાય એટલે તેમાં તૈયાર વડા ને નાખો. એક વખત માં 3 થી 4 વડા નાખી તળી શકાય છે. વડા ને તેલ માં ફેરવતા રહો. જ્યાં સુધી બ્રાઉન રંગ ના આવે ત્યાં સુધી તળી લો. હવે એક પ્લેટ માં કાગળ રાખો, તેમાં તળેલા વડા કાઢી ને મૂકી દો. કાગળ રાખવા થી વડા માં રહેલ તેલ શોષાય જાય છે. આમ મેંદુ વડા તૈયાર છે તેને ગરમા ગરમ સાંભર ની સાથે પીરસો અને ખાવો.
સલાહ

દાળ પીસતી વખતે તેમાં પાણી વધારે નાખવું નહીં, કારણ કે જો તેમાં પાણી વધુ પડી જાશે તો ખીરું પતલું થઈ જશે અને વડા બનશે નહિ. જો પાણી વધુ પડી જાય તો તેમા બીજી દાળ ને પીસી ને નાખી દો, જેથી કરી ખીરું ફરી થી જાડું થઈ જાય છે.

પીસતી વખતે દાળ ને વધારે પડતી ના પીસવી, નહીં તો ખીરું વધુ પાતળું થઈ જશે. આથી થોડી-થડી વારે પીસવું.
જો હથેળી થી બનાવવા માં તમને તકલીફ પડતી હોય તો હાથ માં એક પ્લાસ્ટિક નો કાગળ લઈ તેના પર ખીરું મૂકી ને પણ વડા બનાવી શકાય છે. મેંદુ વડા ને પહેલા એકદમ ફાસ્ટ તાપે ગરમ કરી લો પછી ગેસ ને મધ્યમ તાપે તળો. ફાસ્ટ તાપે તળવા થી વડા જલ્દી ગોલ્ડન થઈ જશે.

રેસીપી સંકલન : માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ