રસોઈ

ગાર્ડનની કે મોલની બહાર મળતા સ્વાદિષ્ટ ખીંચા જેવુ જ ખીંચું બનાવો હવે તમારા ઘરે…

ગુજરાતીઓમાટે બારેમાસ ફેવરીટ ખીંચું બનાવો હવે ઘરે જ એ પણ સાવ સરળ રેસીપી જોઈને. ખીંચું બનાવવા માટે પાંચ મિનિટથી વધારે સમય બિલકુલ નથી જોતો ને એકદમ ખાવામાં પણ પૌષ્ટિક છે. આજકાલ ગાર્ડનની કે મોલની બહાર જે ખીંચા મળે છે એવું જ સ્વાદિષ્ટ ખીંચું બનાવો હવે તમારા ઘરે…

સામગ્રી

  • પાણી 3 વાડકી
  • ઝીરું 1/2 ચમચી
  • પાપડ ખરો 1/4 ચમચી
  • લીલું મરચું 1 ચમચી
  • અજમો 1/4 ચમચી
  • ચોખા નો લોટ 1વાડકી
  • મીઠુ સ્વાદ anusar

રીત
સૌપ્રથમ એક પૅન માં 3 વાડકી પાણી એડ કરી ને ગરમ કરો.
ગરમ થાય એટલે એમાં ઝીરું એડ કરો પછી એમાં લીલા મરચા અજમો એડ કરો 1/2 મિનિટ પાણી ઉકળે એટલે એમાં મીઠુ એડ કરો
પછી ચોખા નો લોટ એડ કરો અને બરોબર મિક્સ કરી હલાવી દો
અને ધ્યાન રાખવું કે ગોટલી ના રહી જાયઃ
પછી એને ઢાંકી દો
થોડી વાર થાય એટલે એને ગરમ સર્વ કરો તૈયાર છે ગરમ ગરમ ખીચું હવે એના ઉપર થોડો અથાણાં સંભાર એડ કરો
રેસીપી જરૂર થી બનાવજો અને કેવી લાગી જરૂર થી જણાવજો..
નોંધ: પાપડી નો લોટ અને ખીચું ની રેસીપી સેમ જ છે પણ ખીચું થોડું ઠીલું હોય અને પાપડી નો લોટ થોડો કઠણ હોઈ.. રેસીપી જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો : 

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો 
https://www.youtube.com/channel/UCgOWaGYuRMYPeldT4p5tFVw
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે… દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

Author: GujjuRocks Team