હેલ્થ

આ 3 વસ્તુઓથી સાફ કરો તમારી કિડની, રોગ પ્રતિકારક શક્તિ માટે પણ છે લાભકારક

કિડની આપણા શરીરનું મહત્વનું અંગ છે. જે આપણા શરીરમાંથી મીઠું અને શરીરમાં બેક્ટરિયાને ફિલ્ટર કરવાનું કામ કરે છે. પરંતુ જયારે કિડનીમાં મીઠાનું સંચય થઇ જાય છે ત્યારે સારવારની જરૂર પડે છે. કિડનીની અંદર વિષાક્ત પદાર્થો જમા થઇ જાય છે અને પથરી જેવી સમસ્યાઓ થવા લાગે છે. માટે સમય સમય ઉપર આપણી કિડનીની પણ સફાઈ કરવી ખુબ જ જરૂરી છે.

Image Source

કિડનીમાં જમા થયેલા ઝેરીલા પદાર્થો લોહીના શુદ્ધિકરણમાં અવરોધ પેદા કરે છે. અને તે વ્યક્તિની મૃત્યુનું કારણ પણ બની શકે છે. જો તો તમે જમવામાં સાવધાની રાખવાની સાથે તમારા ડાયટમાં ત્રણ વસ્તુઓ ઉમેરો છો તો બહુ જ સરળતાથી તમે કિડનીને સાફ કરી શકો છો. આ વસ્તુઓનો તમે કુકિંગમાં કે ડ્રિન્કમાં કોઈપણ રીતે ઉપયોગ કરી શકો છો.

Image Source

1. જીરું:
મોટાભાગે જીરાનો ઉપયોગ આપણે શાકમાં તડકો લગાવવા માટે કરવામાં આવે છે. આ જીરું કિડનીની પણ સફાઈ કરી શકે છે. લીંબુની 4-5 સ્લાઈડ સાથે જીરું અને ધાણા ભેળવીને ઘરની અંદર ડીટોક્સિફાય ડ્રિન્ક તૈયાર કરી શકાય છે. કિડનીની ઝડપથી સફાઈ કરવા માટે આ ડ્રિન્ક ખુબ જ કારગર સાબિત થાય છે.

Image Source

2. લીલા ધાણા:
લીલા ધાણાનો ઉપયોગ પણ જમવામાં સ્વાદ વધારવા માટે થતો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ધાણામાં રહેલા ડિટોક્સીફિકેશનના ગુણ શરીરમાંથી અપશિષ્ટ અને ઝેરીલા પદાર્થો બહાર કાઢવામાં મદદગાર છે. તમે ડિનર ડાયટમાં કે જ્યુસમાં તેનો ઉપયોગ કરી શકો છો.

Image Source

3. મકાઈ ડોળાના વાળ:
ખાસ કરીને લોકો મકાઈ ડોળો ખાતા હોય છે. પરંતુ તેની ઉપર જોવા મળનારા ડોળાનાં સોનેરી વાળ પણ તમારી કિડનીને ડિટોક્સીફાઈ કરી શકે છે. તે કિડની અને બ્લેડરને ડિટોક્સીફાઈ કરવાની સાથે બ્લડ સુગરને નિયમિત કરવામાં અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ કારગર છે.

Image Source

મકાઈ ડોળાનાં વાળનો ઉપયોગ:
ડોળાનાં વાળનું ડ્રિન્ક બનાવવા માટે બે ગ્લાસ પાણીને સારી રીતે ઉકાળો. ત્યારબાદ તે પાણીની અંદર એક કટોરી મકાઈ ડોળાનાં વાળ નાખી અને ધીમી આંચ ઉપર ઉકાળો. આ પાણીની અંદર લીંબુના બે કાપેલા ટુકડા નિચોડી દેવા. હવે ત્યાં સુધી તેને ઉકાળવું જ્યા સુધી પાણી એક ગ્લાસ ના રહી જાય. આ ડ્રિન્કને રોજ સવાર સાંજ પીવાથી તમને ફાયદા જોવા મળશે. જે લોકોને પથરીની તકલીફ રહેરી હોય તેમના માટે પણ આ ડ્રિન્ક ખુબ જ ફાયદાકારક છે.