આમ જોવા જઈએ તો દરેકના ઘરમાં બટરનો વપરાસ્ગ તો થતો જ હશે સેન્ડવિચ બનાવવામાં, તો કોઈ પાવાભાજી બનાવવામાં કરે છે , તો કોઈ પરાઠા પણ બટર પરાઠા બનાવતા હોય છે. બટર એ વાનગીના ટેસ્ટમાં વધારો કરે છે. અને આપણને પણ રોજ રોજ મોંઘું મોંઘું બટર લાવવું પોસાય પણ નહી. તો ચાલો આજે અમે તમને ઘી માંથી બટર કેમ બને એ શીખવાડીશું. એ પણ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી સાથે.
સામગ્રી :
- 2 ચમચી , મલાઈ (ઘરે બનાવેલી)
- ½, ચમચી મીંઠું,
- ½ ચમચી હળદર
- એક આઈસ ક્યુબ બરફ અથવા ઠંડુ પાણી,
રીત :
સૌ પ્રથમ એક બાઉલમાં મલાઈ લો. જે મલાઇનો ઉપયોગ કરવાનો હોય તેને એક કલાક પહેલા જ ફ્રિજમાંથી બહાર કાઢવી જેથી બનાવવામાં સરળતા રહે. હવે તે મલાઈને હળવવી, તેમાં મીંઠું ને હળદર ઉમેરી ખૂબ જ ફેંટો. બધુ જ સરસ મિક્સ ન થાય ત્યાં સુધી.
આમ પાંચ કે સાત મિનિટ સુધી એક જ દિશામાં ગોળ ગોળ હલાવ્યા કરવું. એમાંથી થોડું દૂધ બહાર આવવા લાગશે.
જ્યારે તમને દૂધ જેવુ પ્રવાહી મલાઈમાંથી નીકળતું દેખાય કે તરત જ આઈસ ક્યુબ અથવા ઠંડુ પાણી ઉમેરો. અને બની શકે તેટલી ઝડપથી ખૂબ હલાવો.
આમ કરશો એટ્લે બટર અને પાણી છૂટૂ પડી જશે. એમાંથી બટરને લઈને ફ્રીજમાં મૂકી દેવું.
આ બટર તમે 8 કે 10 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો ને ઉપયોગમાં પણ લઈ શકો છો. ટેસ્ટમાં બિલકુલ અમૂલના બટર જેવુ જ બનશે.
Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ