ખબર ફિલ્મી દુનિયા

મેન ઈન બ્લેકના અભિનેતા પહોંચ્યા માતા ગંગાની શરણમાં, તસ્વીરો થઇ વાયરલ

હોલિવૂડના સુપર સ્ટાર વીલ સ્મિથ હાલ ભારતમાં છે, ત્યારે ભારતના આ પ્રવાસ દરમ્યાન વીલ સ્મિથ હાલ દેવોની નગરી હરિદ્વારમાં છે. હરિદ્વારમાં વીલ સ્મિથે પૂજા કરી હતી જેની તેને પોતાના તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. દરમ્યાન તેને હરિદ્વાર સહિતની ઘણી જગ્યાઓની મુલાકાત લીધી અને આ જગ્યાઓ વિશે જાણકારી મેળવી. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસ્વીર ઝડપથી વાયરલ થઇ રહી છે. એક તસ્વીરમાં વીલ સ્મિથ ભગવાન સામે બેસીને હાથ જોડીને પ્રાર્થના કરતા જોવા મળે છે.

Image Source

વીલ સ્મિથે ઘણી તસવીરો શેર કરી છે, જેમાંથી એક તસ્વીરમાં આરતી દરમ્યાન તેઓ લોકો સાથે બેસેલા જોવા મળે છે. તો એક તસ્વીરમાં તેઓ એક પંડિત સાથે વાત કરતા જોવા મળે છે. તેમને હરકી પૌડી ઘાટની તસ્વીર પણ શેર કરી છે. આ ફોટો શેર કરતા તેમને લખ્યું છે – ‘મારી દાદી કહેતી હતી, ‘ભગવાન અનુભવના મધ્યામથી આપણને શીખવે છે’. ભારતની યાત્રા અને રંગોનો અનુભવ કરતા. અહીંના લોકો અને પ્રાકૃતિક સુંદરતાએ મારી કલા અને દુનિયાની હકીકત માટે એક નવી સમજ જાગૃત કરી છે.’ આ તસવીરો અત્યાર સુધીમાં 14 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.

જો કે આ પહેલીવાર નથી કે જયારે વીલ સ્મિથ હરિદ્વાર આવ્યા હોય. ગયા વર્ષે પણ એ શ્રાદ્ધ પક્ષની પિતૃમોક્ષ અમાસ પર હરકી પૌડી પર વિશેષ ગંગા પૂજન અને કનખલના મહામૃત્યુંજય મંદિરમાં રુદ્રાભિષેક કરીને પોત પૂર્વજોની આત્માની શાંતિની કામના કરી ચુક્યા છે.

Image Source

રસપ્રદ વાત એ છે કે આ પહેલીવાર નથી જ્યારે વીલ સ્મિથે ભારત પ્રતિ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. થોડા દિવસ પહેલા પણ તેમને બોલિવૂડમાં કામ કરવાનો અને ઑટો રિક્ષાની સવારી કરવાનો અનુભવ લીધો હતો. વિલે ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી હતી, જેમાં તે રિક્ષાની સવારીનો આનંદ માણતા જોવા મળ્યા હતા.

નોંધનીય છે કે હાલમાં જ કરણ જોહરે પોતાના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો હતો જેમાં વીલ સ્મિથ ‘રાધા તેરી ચુનરી’ પર ડાન્સ કરી રહયા છે. આ વીડિયોમાં તેમની સાથે ટાઇગર શ્રોફ, પુનિત મલ્હોત્રા, અનન્યા પાંડે અને તારા સુતરીયા પણ ડાન્સ કરતા જોવા મળે છે.

જાણકારી અનુસાર, વીલ સ્મિથ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’માં જોવા મળશે, પણ ફિલ્મમાં તેમનું પાત્ર શું હશે એ અંગે કોઈ જ ખુલાસો નથી થયો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks