BREAKING NEWS: હોલીવુડ ફિલ્મ ફાઇનલ ડેસ્ટિનેશનના દિગ્ગજ અભિનેતાનું થયું નિધન, જુઓ તસવીરો

પ્રખ્યાત હોલિવૂડ અભિનેતા ટોની ટોડનું લોસ એન્જલસમાં તેમના નિવાસસ્થાને નિધન થયું છે. ‘કેન્ડીમેન’ અને ‘ફાઈનલ ડેસ્ટિનેશન’ જેવી હોરર ફ્રેન્ચાઈઝીમાં તેમની યાદગાર ભૂમિકાઓ માટે જાણીતા અભિનેતાનું લાંબી માંદગી બાદ 6 નવેમ્બર બુધવારે અવસાન થયું હોવાનું તેમના પત્ની ફાતિમાએ જણાવ્યું હતું.

 

4 ડિસેમ્બર 1954ના રોજ વોશિંગ્ટન ડી.સી.માં જન્મેલા ટોડે 1986માં ‘પ્લાટૂન’ ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. કેન્ડીમેન શ્રેણીમાં ખૂનીની ભૂમિકાથી વિશેષ ઓળખ મેળવનાર ટોડે 40 વર્ષની કારકિર્દી દરમિયાન 240થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો..

‘ફાઇનલ ડેસ્ટિનેશન’ ફ્રેન્ચાઇઝીના નિર્માતા ‘ન્યૂ લાઈન સિનેમા’એ ઇન્સ્ટાગ્રામ પર ટોડની તસવીર શેર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા લખ્યું કે, “ફિલ્મ ઉદ્યોગે એક દંતકથા સમાન કલાકાર ગુમાવ્યો છે.”

ટોડના અવસાનના સમાચારથી પ્રશંસકો શોકમગ્ન છે. સોશિયલ મીડિયા પર એક ચાહકે લખ્યું, “આ સમાચાર સાંભળી હૃદય તૂટી ગયું છે. તેમણે દરેક ફિલ્મમાં શાનદાર અભિનય કર્યો.” અન્ય એક પ્રશંસકે જણાવ્યું કે, “કેન્ડીમેનમાં તેમના અભિનયની કોઈ તોલે નથી. તેમના આત્માને શાંતિ મળે.”

kalpesh