આ વર્ષે હોળી પર રાશિ અનુસાર કરો ઉપાય, મળશે ધન લાભ અને સમસ્યાઓ થશે દૂર

દર વર્ષે ફાગણ માસની પૂર્ણિમા એટલે કેે પૂનમે હોળીનો તહેવાર આવે છે. આ દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. તેના બીજા દિવસે કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિને રંગ અને અબીલથી હોળી રમવામાં આવે છે.

આ વર્ષે 28 માર્ચ 2021ના રોજ હોલિકા દહન કરવામાં આવશે અને તેના બીજા દિવસે 29 માર્ચ 2021ના રોજ રંગોવાળી હોળી રમવામાં આવે છે. હોલિકા દહને કેટલાક ઉપાય રાશિ અનુસાર કરવામાં આવે છે, તો જાણો કે, તમારી રાશિ પ્રમાણે તમારે કયો ઉપાય કરવો જોઇએ, જેનાથી તમારા સંકટ દૂર થાય.

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકોએ એક જટાવાળુ નારિયેળ લાવવુ અને તમારી સમસ્યાા બોલતા બોલતા તેની કલાવા લપેટી દેવી. હવે તેને ઘરના મંદિરમાં રાખવું. તે બાદ કંકુ, અક્ષત અને પતાશા લઇ તેની પૂજા કરવી. હોલિકા દહનના દિવસે આ નારિયેળને અગ્નિમાં ચઢાવી દેવું. તેનાથી તમારી સ્વાસ્થ્ય અને અન્ય સમસ્યાઓ દૂર થશે.

આ રાશિના લોકોએ ગુલાબી કપડામાં 11 સોપારી અને 5 કોડીઓ બાંધવી. તે બાદ આ કપડા પર ચંદન અને અત્તર લગાવવું, તેને માથા પર 7 વાર વારવું અને તેને હોલિકા દહનના દિવસે અગ્નિમાં ચઢાવી દેવું. આવું કરવાથી રોજગાર સાથે જોડાયેલ સમસ્યાઓ ખત્મ થઇ જશે.

આ રાશિના જાતકોને હોળીના દિવસે ભગવાન ગણેશના સમક્ષ શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો. તેમજ ગણેશજીના સામે 27 મખાના રાખવા. બાદમાં તે મખાનાને સમસ્યા બોલતા બોલતા હોલિકાની અગ્નિમાં ચઢાવી દેવા. તેનાથી તમારી નોકરી સંબંધિત સમસ્યાઓ દૂર થઇ જશે.

આ રાશના જાતકોએ સમસ્યાઓથી મુક્તિ માટે હોળીના દિવસે ઘઉં અને ચોખાના લોટનો એક ચૌમુખી દીવો બનાવવો અને તેમાં તેલ નાખીને ઘરના મુખ્ય દરવાજા પર પ્રગટાવવો. દાંપત્ય જીવનને સુખમય બનાવવા હેતુ 27 દાણા લઇને હોલિકાની અગ્નિમાં નાખવા અને શિવલિંગ પર અબીર અર્પિત કરવો.

આ રાશિના લોકોને પાનના પત્તા લઇને તેમાં એક સોપારી, ઘીમાં ડૂબોડેલા 2 લવિંંગ તેના ઉપર રાખવા. આ સાથે જ એક પતાશા પણ રાખવું. બધાને માથા પરથી 7 વાર ઉતારવું અને હોલિકાન અગ્નિમા નાખવું. તેનાથી બધા બગડેલા કામ બની જશે.

આ રાશિના લોકોએ 11 લવિંગ અને 11 લીલી દુર્વા લઇને તેના પર બાળકોનો હાથ લગાવી ઘરના મંદિરમાં રાખી દેવું. તે બાદ હોલિકાની અગ્નિમાં આ બધી વસ્તુઓ નાખી દેવી. આનાથી તમે ખરાબ નજરથી બચીને રહેશો.

આ રાશિના જાતકો પીપળના પાનમાં એક જાયફળ , થોડા સાબુત ચોખા અને મીશ્રી રાખવી. તેને ઘરમાં ફેરવીને હોલિકાની અગ્નિમાં ચઢાવી દેવું. ઘરની બહાર મુખ્ય દરવાજા પર રોલીથી ઓમનું ચિન્હ બનાવવું. તેનાથી ઘરના કલેશ ખત્મ થાય છે.

આ રાશિના લોકોએ એક પાનના પત્તા પર સાબુત સોપારી, 5 કમલગટ્ટાને ઘીમાં ડૂબાડીને રાખવું, બધાને 27 વાર ऊँ हनुमते नम: નો જાપ કરવો અને અગ્નિમાં નાખવું. તેનાથી વેપાર સંબંધિત સમસ્યાઓ ખત્મ થઇ જશે.

આ રાશિના લોકોએ નારિયેળને કાપીને એક મુઠ્ઠીમાં સાત અનાજ ભરીને ઘરના મંંદિરમાં રાખવું અને હોલિકાની પૂજામાં આ નારિયેળને માથાથી અડાવીને અગ્નિમાં નાખવું. તેનાથી નવ ગ્રહોની સમસ્યા ખત્મ થઇ જશે.

આ રાશિના લોકોએ પીપળના પાન પર અડધી મુઠ્ઠી કાળા તલ રાખવા. પોતાાની ઇચ્છા બોલી પાનને ઘરની પશ્ચિમ દિશામાં રાખવું અને સાંજે સમય પર તેને ઉપરથી ઉતારીને હોલિકાની અગ્નિમાં ચઢાવી દેવું. તેનાથી નજર દોષથી છૂટકારો મળે છે.

આ રાશિના લોકોએ એક મોટા પાનના પત્તા લઇ તેમા એક મુઠ્ઠી હવન સામગ્રી નાખવી અને મનની ઇચ્છા બોલીને તેને હોલિકાની અગ્નિમાં નાખી દેવું.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકોએ હવન સામગ્રી, એક હળદરની ગાંઠ, સાબુત સોપારી અને કપૂર આ બધી સામગ્રી લઇને તેને એક પાનના પત્તા પર રાખવાની અને તે બાદ તેને હોલિકાની સાત પરિક્રમા કરી અને વસ્તુને અગ્નિમાં નાખવી. આનાથી તમારુ મન શાંત થશે અને પ્રસન્ન પણ થશે આ સાથે જ શારીરક કષ્ટોથી મુક્તિ મળશે.

Shah Jina