આપણા તહેવારો

હોલીકા દહન વખતે ઘરમાં ધનસંપત્તિ લાવતા આટલા ઉપાયો દરેક ખેડૂતે કરવા રહ્યા! વાંચો ક્લીક કરીને –

હોળીનું પર્વ હિન્દુ ધર્મનાં ‘મહા તહેવારો’માં સમાવેશ પામે છે. આખા ભારતમાં અને ભારતની બહાર પણ જ્યાં હિન્દુ પ્રજા વસે છે ત્યાં હોલીકા દહન કરવામાં આવે છે. ભગવાન નૃસિંહ અને ભક્ત પ્રહલાદને સમર્પિત આ તહેવાર બુરાઈના નાશનો અને સત્યના ઉદયનો છે. હોળીનો તહેવાર આવે એ સમયગાળો ખેડૂતો માટે શિયાળુ પાકની લણણીનો હોય છે. ઘરમાં નવું ધાન્ય આવે છે.

Image Source

ખેડૂતો માટે આ પર્વ ખાસ છે. બાજરો, ઘઉં, જુવાર જેવા શિયાળુ પાક પાકી જાય છે અને તેની લણણી કરી ખેડૂત આ અનાજ ઘરમાં લાવે છે. માતા અન્નપૂર્ણાના આશિર્વાદ ઉતરે છે. એવામાં અહીઁ એ ઉપાયો જણાવ્યા છે, જે દરેક ખેડૂતો હોલીકા દહન વખતે અચૂક કરવા જોઈએ. અન્ન દેવતા અને અગ્નિ દેવતાની કૃપા મેળવવા માટે આ વિધિ જરૂરી છે. આવતે વર્ષે પણ ખેતરમાં આવી જ બરકત મેળવવી હોય તો આ ઉપાયો યોજવા રહ્યા:

હોળીમાં અન્નની આહુતિ:

Image Source

હોળી પ્રગટે એ પછી તેની પ્રદક્ષિણા કરતી વેળાંએ હાથમાં જુવારની ધાણીઓ સહિત ઘરમાં નવા આવેલ અનાજના દાણા પણ રાખવા જોઈએ. અગ્નિ દેવનું મહત્ત્વ ખેડૂતો માટે ઘણું છે. હોળીની પ્રદક્ષિણા કરતી વેળા ઘઉં, બાજરો કે જુવારના દાણા નાખતા જવું. આ સાથે અગ્નિ દેવનું, અન્નપૂર્ણા દેવીનું, ધરતી માતાનું અને ભગવાન નૃસિંહનું સ્મરણ પણ કરવું.

આ મંત્ર બોલવો:

નવા અનાજની હોળીમાં અપાતી આહુતિ વેળાએ આ મંત્રનું રટણ કરવું :

Image Source

ૐ અન્નપતિન્નસ્ય નો, દેહ્યનમીવસ્ય શુષ્મિણ |
પ્રપ્રદાતારમ્ તારિષઊર્જમ્ નો ધેહિ દ્વિપદે ચતુષ્પદે ||

આ મંત્રનું રટણ કરીને અન્નની ૧૧ આહુતિઓ આપવી. એ પછી વધેલું અનાજ લોકોમાં પ્રસાદ રૂપે વહેંચી દેવું.

કુંભના દાણા પાણીનાં માટલામાં નાખવા:

હોળીકા દહનના બીજા દિવસે બાવાજી કુંભ વહેંચવા આવે ત્યારે એ ફણગી ગયેલા અન્નના દાણા પાણીના માટલામાં નાખવા, અનાજ સાથે મૂકવા અને દેવસ્થાને પણ રાખી દેવા.

Image Source

ધરતીપુત્ર માટે આ તહેવાર ઘણો મહત્ત્વનો છે. ઘરમાં આવેલું અન્ન ઈશ્વરની દેન છે એ વાતનું સ્મરણ આ દિવસે કરતા રહેવું. એના બદલ ઈશ્વરનો, ખેતરપાળ દાદાનો ઉપકાર કદી ના ભૂલવો.

આર્ટિકલ માહિતીયુક્ત લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ લીંક શેર કરજો, ધન્યવાદ!

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.