હિન્દૂ ધર્મમાં બધા જ તહેવારનું અનેરું મહત્વ છે. આગામી સોમવારે એટલે કે 9 માર્ચ ફાગળ મહિનાની પૂનમ છે. આ દિવસે હિન્દૂ તહેવાર મુજબ હોળી કહેવામાં આવે છે. હોળીના તહેવારને હિન્દૂ ધર્મમાં બહુ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હોળીના દિવસે ઠેર-ઠેર હોલિકા ધન કરવામાં આવે છે. આ વર્ષની હોળીના દિવસે એક મોટો સંયોગ બની રહ્યો છે. આ સંયોગ લગભગ 499 વર્ષ પહેલા બન્યો હતો. હોલિકા દહનના બીજા દિવસે એટલે કે મંગળવારના દિવસે ધુળેટી ઉજવવામાં આવશે.

હોળીના દિવસે હોલિકા પૂજનની સાથે-સાથે હોલિકા દહનનું પણ વિશેષ મહત્વ હોય છે. 499 વર્ષ બાદ હોળીના દિવસે અનોખો સંયોગ બનવાને કારણે દેશમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ હોય છે.
આવો જાણીએ 499 વર્ષ બાદ બનનાર સંયોગ વિષે.
499 વર્ષ બાદ હોળી પર દેવતાના ગુરુ અને ન્યાયના દેવતા શનિ દ્વારા વિશેષ યોગ બની રહ્યો છે. આ બંને ગ્રહ પોત-પોતાની સ્થિતિમાં રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, હોળીના દિવસે શનિ અને ગુરુનું પોતાના રાશિમાં હોવું દેશમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ માટેનો સંયોગ બની રહ્યો છે. જે દિવસે હોલિકા દહન હશે તે દિવસે સોમવારે રહેશે. તો મંગળ અને ગુરુ પણ આ દિવસે એક સાથે રહેશે. જે બુદ્ધિજીવી વર્ગ માટે ઘણું સારું રહેશે. આ સંયોગના કારણે બધા જ માંગલિક કાર્ય સાથે સુખ-સમૃદ્ધિઅને શાંતીના માર્ગ ખુલશે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગુરુ અને શનિ આ બાદ સૂર્યના નક્ષત્રમાં ઉત્તરાષાઢા રહેશે. આ નક્ષત્ર સૂર્યનું નક્ષત્ર માનવામાં આવે છે જે ઘણું શુભ માનવામાં આવે છે. તો શનિ અને ગુરુ ધન રાશિમાં પ્રવેશષ કરશે. આ શુભ સંયોગ 3 માર્ચ 1521માં બન્યો હતો. તે સમયે ગ્રહ તેની-તેની રાશિમાં સ્થિત હશે. હોળીના દિવસેર શુક્ર મેષ રાશિમાં, મંગળ અને કેતુ ધન રાશિ, રાહુ મિથુનમાં સૂર્ય અને બુધ કુંભ રાશિ, ચંદ્ર સિંહ રાશિમાં રહેશે. ગ્રહોના આ યોગ ઘણો શુભ હોય દેશમાં શાંતિ રહેશે। આ સાથે જ વેપાર ધંધામાં સફળતા મળશે. લોકોમાં ઝઘડો સમાપ્ત થશે.

જણાવી દઈએ કે, આ વર્ષે હોળીના દિવસે ભદ્ર નહીં હોય. દર વર્ષ હોળીના દિવસે ભદ્ર હોય છે. આ વખતે હોલિકા દહન સિદ્ધિ યોગમાં થશે. હોલિકા દહનનો સમય સાંજે 6:32 થી 6:50નો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.