શનિ અને ગુરુનો મહા યોગ બને છે હોળી ઉપર.. તમારી રાશિ ઉપર આ મહા યોગની શું અસર થાય છે ?

જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે શનિ અને ગુરુનો દુર્લભ યોગ બની રહ્યો છે અને આ યોગ ૨૮ વર્ષ પછી બની રહ્યો છે આજે અમે આપને અમે તમને કહીશુ કે આ દુર્લભ સંયોગ તમારી રાશિ ઉપર પરિવર્તન લાવશે…

1. મેષ રાશિ:
મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે હોળીનું પર્વ ખૂબ જ શુભ થવાનો છે આ દરમિયાન તમારા વિચારોમાં મોટું પરિવર્તન આવી શકે છે. જો તમે તમારા લક્ષ્ય ઉપર ધ્યાન આપશો તો તમને ખૂબ જ લાભ પ્રાપ્ત થવાનાં સંયોગ છે . આ હોળીનું પર્વ તમારા જીવનમાં ખુશીઓ લાવી દેશે આ દિવસે ગણેશજીને  દહીંનો ભોગ ચઢાવીને , દિવસને ખૂબ જ શુભ બનાવી શકો છો.

2.  વૃષભ રાશિ:
વૃષભ રાશિના જાતકો માટે આ વર્ષે હોળીનો પર્વ આર્થિક લાભ આપવાના સંકેત આપી રહ્યું છે.આ દરમિયાન તમારા  ફાઇનાન્સિયલ પ્લાનિંગ સફળ થશે. અને પરિવારમાં ખૂબ ખુશીઓ આવશે .જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈપણ કામમાં અચાનક સફળતા મળવાના યોગ બની રહ્યા છે. આ દિવસે દુર્ગાજીને ઘીનો દીવો કરીને તમે દિવસને શુભ બનાવી શકો છો.

3. મિથુન રાશિ:
મિથુન રાશિનો સ્વામી બુધ નવમા અને ચંદ્ર ત્રીજા સ્થાન પર રહેશે.  આ રાશિના જાતકોને આ દિવસે ખૂબ જ વધારે પ્રસન્નતા મળશે .આ દરમિયાન તમને ધનલાભ થવાના પુરા યોગ બની રહ્યા છે. નોકરી કરતા લોકો માટે આ કાર્ય સ્થળ ઉપર સફળતા મળવાના ખૂબ જ આસાર છે .આ દિવસે શિવલિંગ ઉપર દૂધ ચઢાવવાથી દરેક કામમાં સફળતા મળશે

4. કર્ક રાશિ:
જ્યોતિષશાસ્ત્ર અનુસાર કર્ક રાશિમાં ચંદ્ર બીજા ભાવમાં રહેશે જેનો અર્થ એવો થયો કે તમારો સમય પહેલા કરતા ખુબ જ વધારે સારો રહેશે પણ તમારે પોતાના ઉપર ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે. અજાણ્યા લોકો ઉપર જલ્દી વિશ્વાસ ન કરવો જોઈએ આ દિવસે હનુમાનજીની સામે ઘીનો દીવો કરી અને લાલ રંગનું ફૂલ ચઢાવીને દિવસને ખૂબ જ સફળ કરી શકો છો.

5.  સિંહ રાશિ:
આ રાશિના જાતકો માટે આ તહેવાર ખૂબ જ સારું પરિણામ આપશે. આ રાશિના જાતકો જે કોઈ પણ વ્યવસાય કરી રહ્યા છે તેમાં તેમને ખૂબ જ લાભ થશે .આ દરમિયાન તેમના જીવનમાં ખૂબ જ પોઝિટિવ બદલાવ આવવાની શક્યતા છે જે તેમને દરેક દ્રષ્ટિકોણે લાભ આપશે.  નોકરીયાત લોકોની સેલેરી વધવાનો પુરા યોગ બની રહ્યા છે.

6. કન્યા રાશી:
કન્યા રાશીનો સ્વામી બુધ છે એટલા માટે મિત્ર રાશિમાં હોવાને લીધે તમને લાભ થવાના પુરા યોગ બની રહ્યા છે . આ દરમિયાન તમારા  જીવનને તમારા પરિવારથી ખૂબ જ સહયોગ મળશે. યાત્રા થવાના યોગ બની રહ્યા છે એની સાથે જ તમે ધાર્મિક કાર્યમાં પણ આગળ વધીને જોડાઈ શકશો. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીને તમે દિવસને શુભ બનાવી શકો છો.

7. તુલા રાશિ:
આ રાશિના  જાતકો માટે આ પર્વ ઉત્તમ પરિણામ આપશે. આ દરમિયાન તમારા કરિયરમાં કોઈ  મોટું પરિવર્તન આવી શકે છે તેની માટે કંઈક મોટું ડિસિઝન લઈ શકો છો. જો જાતક  પોતાનો વ્યવસાય કરવા માટે વિચારી રહ્યા છે તેમના માટે આ સમય શુભ છે. હોળીના દિવસે  જાંબલી વાદળી ભૂરો અથવા તો સફેદ રંગના  ઉપયોગ કરીને તમે દિવસને શુભ બનાવી શકો છો.

8.  વૃશ્ચિક રાશી:
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ તહેવાર શુભ રહેવાનો છે આ દરમિયાન તમારી બધી જ મુશ્કેલીઓ દૂર થશે અને બધાં જ અટકેલા કામો આગળ વધશે. એની સાથે જ ધન માટે પણ સારા યોગ બની રહ્યા છે. નિરાશાઓ સમાપ્ત થશે. આ દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવાથી   શુભ ફળ પ્રાપ્ત કરી શકાય છે

9.  ધનુરાશિ:
હોળીનું પર્વ તમને ખૂબ જ ખુશીઓ આપવા વાળું સાબિત થશે આ દરમિયાન કાર્યક્ષેત્રમાં સેલેરી વધી શકે છે.  તમે બધાં જ કાર્યમા સફળતા  મેળવી શકો છો. આ સમયે તમને તમારા મિત્રોથી અને પરિવારના લોકોથી સહયોગ પ્રાપ્ત થશે આ દિવસે હનુમાનજીને સિંદૂર અને તેલ અર્પિત કરો,  તમને ખુબજ  શુભ પરિણામ પ્રાપ્ત થશે.

10. મકર રાશિ:
મકર રાશિના જાતકો માટે આ તહેવાર સામાન્ય રહેવાનો છે આ દરમિયાન તમારા કરિયર લઈને કોઈ નવું પ્લાનિંગ થવાની શક્યતા છે એકવાર અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લેવી. આ દરમિયાન તમને આગળ આવવા માટે ઘણા લોકો પ્રેરિત પણ કરશે. આ દિવસે ભગવાન શિવની પૂજા શ્રદ્ધાપૂર્વક કરવાથી યોગ્ય ફળ મળી શકે છે.

11. કુંભ રાશિ:
કુંભ રાશિના લોકો માટે હોળીનું પર્વ સામાન્ય રહેશે આ દરમિયાન કોઈ માંગલિક કાર્ય પર ધન ખર્ચ થવાની શક્યતા છે પૈસાની આવક સારી રહેશે. કાર્યક્ષેત્રમાં પ્રસન્નતા મળશે આ દિવસે ગરીબોની સેવા કરવાથી ધાર્યું ફળ મેળવી શકાય છે.

12.  મીન રાશિ:
મીન રાશિના જાતકો માટે ગુરુનો ખૂબ જ પ્રભાવ છે આ માટે આ રાશિના જાતકો માટે આ તહેવાર ખૂબ જ ખુશી આપવાવાળો રહેશે. સફળતા હવે દુર નથી નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચવા માટે કરેલી મહેનત એળે ન જાય. આ રાશિના જાતકોએ ગરીબોને વસ્તુઓ દાન કરવાથી દિવસને શુભ બનાવી શકાય છે

YC