આપણા તહેવારો ધાર્મિક-દુનિયા

હોલિકા દહનની રાખના 12 ચમત્કારિક ફાયદાઓ…

જેવી રીતે દિવાળીના સમયે ગરમીમાં દીવાઓ, તેલની સુગંધ તેમજ ધુમાડાને લીધે કીટાણુઓનો નાશ થાય છે, તેવી જ રીતે શિયાળામાં પણ કીટાણુઓનો નાશ હોલિકા દહનથી ઉત્પ્ન્ન થાતા તિખારાઓ,અબીલ-ગુલાલ વેગેરની સુગંધથી થાય છે.એવામાં આજે અમે તમને હોલીકાદહનથી ઉત્પ્ન્ન થતી રાખના અઢળક અને ખુબજ ઉપયોગી ફાયદા વિશે જણાવીશું.

Image Source

1. જો કોઈ વ્યક્તિ વારંવાર બીમાર પડે છે, અને ખુબ સારવાર કરાવ્યા છતાં પણ રોગમાં કોઈ સુધારો નથી આવી રહ્યો, તો હોળી દહનના સમયે દેશી ઘી માં બે લવિંગ, એક પતાશું, એક નાગરવેલનું પાન આ દરેક વસ્તુઓ હોલિકાદહનના દિવસે અગ્નિમાં પધરાવો. પછીના દિવસે હોળીની રાખ રોગીના શરીરમાં લગાવી દો અને પછી ગરમ પાણીથી સ્નાન કરાવો. આ ઉપાયથી રોગી તરત જ સ્વસ્થ થઇ જશે..

2.  કોઈ વ્યક્તિ પોતાના કર્મને લીધે એટલે કે મારણ, વિદ્વેષણ, ઉચ્ચાટન, સમ્મોહન અને વશીકરણથી ગ્રસિત હોય તો તેવા વ્યક્તિ ઉપરની વિધિ પ્રમાણે હોલિકાની રાખને શરીરમાં લગાવીને ગરમ પાણીથી સ્નાન કરવાથી નકારાત્મક પ્રભાવથી છુટકારો મળી જશે.

3. જો કોઈ પતિ બીજી મહિલાના સંપર્ક માં રહે છે, તો તમે હોળી પર ઉપર મુજબની સામગ્રી અર્પણ કરો અને 7 વાર હોલિકાની પરિક્રમા કરો. પરિક્રમા કરવાના સમયે 1 ગોમતી ચક્ર પોતાના પતિનું નામ લઈને અગ્નિમાં પધરાવી દો. એવું કરવાથી મહિલાનો પતિ અન્ય કોઈના પણ સંપર્કમાં નહિ આવે.

Image Source

4.  જો તમને એવો અનુભવ થઇ રહ્યો છે કે કોઈએ તમારા ઉપર તાંત્રિક પ્રયોગ કર્યો છે, તો તમે હોળીદહનના સમયે દેશી ઘી માં બે લવિંગ, એક પતાંશુ, નાગરવેલનું પાન અને થોડી મિશ્રી ભેળવીને આ બધી વસ્તુઓ અગ્નિમાં પધરાવી દો. આગળના દિવસે હોળીની રાખીને ચાંદીની તાવીજમાં ભરીને ગળામાં ધારણ કરવાથી તાંત્રિક પ્રભાવથી છુટકારો મળી જાશે.

5.  જો કોઈ વ્યક્તિ તમારી પાસેથી લીધેલું ધન પાછું નથી આપી રહ્યા, તો તમે તે વ્યક્તિના નામ પર હોલીકાદહનમાં ગુલાલ પધરાવો, આ ઉપાયથી તમારું ધન પાછું મળી જાશે.

6. જો તમે કોઈની શત્રુતાને ને દૂર કરવા માંગો છો, હોળીના પછીના દિવસે તે જ સ્થાન પર રાતના 12 વાગ્યે હોલીકાદહના સમયે દાડમના વૃક્ષની લાકડી પર તે વ્યક્તિનું નામ લખો અને પછી તેને તમારા જ હાથેથી ભૂંસી નાખો અને ત્યાં હોલિકાદહન ની થોડી રાખ લગાવીને તેને ત્યાં જ પધરાવી દો, એવું કરવાથી તમારો શત્રુ તમારો મિત્ર બની જાશે.

7. જો તમારી જન્મકુંડળી માં કોઈ ગ્રહ દુષિત હોય તો તમે હોલિકા દહનના સમયે ઉપરની સામગ્રીને હોલિકા દહનના સમયે અગ્નિમાં પધરાવી દો. પછીના દિવસે હોલીકાદહનની રાખને લઈને સ્વાર્થસિદ્ધિ યોગમાં શુદ્ધ કરીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો.

Image Source

8. જો તમને રાજ્યપક્ષથી બાધા આવી રહી છે તો તમે હોલીકાદહનના દિવસે હોલિકાની ઊંધી પરિક્રમા કરો. દરેક પરિક્રમાના અંતમાં આંકડાનું મૂળ(એક જાતનું વૃક્ષ) હોળીમાં ફેંકો. આ ઉપાયથી તમને રાજ્ય પક્ષથી મળનારી દરેક બાધાઓ સમાપ્ત થઇ જાશે.

9. વાસ્તુદોષથી મુક્તિ મેળવવા માટે હોળીદહનના પછીના દિવસે સૌથી પહેલા ઇષ્ટ દેવતાને ગુલાલ અર્પણ કરો અને તમારા ઘરના ઈશાન ખૂણામાં પૂજન કરો અને ગુલાલ ચઢાવો. આ ઉપાય કરવાથી તમારા ઘરથી વાસ્તુદોષ મુક્ત થઇ જાશે.

Image Source

10.જો કોઈની ઉપર બિક-ભયની સાચા છે તો તેના પરિવારનું કોઈપણ વ્યક્તિ હોળી પર એક નારિયેળ,એક જોડી લવિંગ અને રાઈને લઈને પીડિત વ્યક્તિના ઉપરથી 21 વાર ઉતારીને હોલિકાદહન માં પધરાવી દો. દરેક સુષ્પ્રભાવ ખતમ થઇ જાશે.

11. જો તમને વારંવાર આર્થિક હાનિનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમે હોલિકાદહનની સાંજે તમારા મુખ્ય દ્વાર પર બે મુખ વાળો લોટનો બનેલો દીવો પ્રગટાવો, અને ગુલાલ પણ છાંટો. દીવો કરવાની સાથે જ મનમાં આર્થિક હાનિ દૂર થાવા માટે નિવેદન કરો.

Image Source

12. કોઈ બાળકને તરત જ સારી કે ખરાબ નજર લાગી જાય છે, તો હોલિકાદહનના સમયે દેશી ઘી માં બે લવિંગ, એક પતાંશુ અને નાગરવેલનું પાન હોલિકા દહનમાં પધરાવી દો, અને પછીના દિવસે હોળીની રાખને તાંબા કે ચાંદીની તાવીજમાં ભરીને કાળા દોરા સાથે બાંધીને ગળામાં ધારણ કરો, આવું કરવાથી તેને નજર નહીં લાગે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.