હોળીની રાખના આ ઉપાય તમે પણ નહિ જાણતા હોય, મળશે શત્રુઓ અને તાંત્રિક ક્રિયાઓથી રાહત, જાણી લો કેવી રીતે કરવો ઉપાય

મુઠ્ઠીભર હોળીની રાખ થી વરસશે પૈસા, જાણો કઈ રીતે

થોડા જ દિવસમાં હવે હોળીનો તહેવાર આવી રહ્યો છે. જેને લઈને ઘણા લોકો તૈયારીઓમાં પણ લાગી ગયા છે. હોળી સાથે જોડાયેલા ઘણા ટોટકાઓ જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવેલા છે, એવો જ એક ટોટકો હોળીની રાખોડી સાથે જોડાયેલો છે.

એવું કહેવામાં આવે છે કે હોળીની રાખ ખુબ જ ગજબની હોય છે. એવું પણ કહેવામાં આવે છે કે આ રાખોડીના ટોટકાને જો યોગ્ય રીતે કરવામાં આવે તો ઘણી સમસ્યાઓ પળવારમાં દૂર થઇ જાય છે. તો ચાલો આજે અમે તમને તેનો કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશે જણાવીએ.

તમે જો નોકરી કરતા હોય કે કોઈપણ પ્રકારનો વેપાર કરતા હોય અને જો તેમાં સમસ્યા હોય તો હોળીની રાખનો ઉપાય કરી શકો છો. માન્યતા છે કે આ ઉપાયથી માત્ર તમારી સમસ્યાઓ જ દૂર નહીં થાય પરંતુ તમને વધારે લાભ પણ મળવા લાગશે.

આ ટોટકો કરવા માટે તમારે હોળી દહન સમયે હોળીની ઉંધી પરિક્રમા કરવાની સાથે આંકડાના મૂળને તેમાં નાખી દેવા. સાથે જ પ્રાર્થના કરવી કે તમારા કાર્યક્ષેત્રની બધી જ તકલીફ દૂર થઇ જાય અને લાભ થાય. આ ઉપાય કરતા દરમિયાન તમારે એક ખાસ વાત યાદ રાખવી કે આ તમારા સારા માટે કરવાનો છે, કોઈનું ખોટું કરવા માટે નહીં.

જો તમને એમ લાગી રહ્યું હોય કે તમારા ઉપર કોઈ તાંત્રિક ક્રિયા કરવામાં આવી છે તો તમે હોલિકા દહન સમયે દેશી ઘીની અંદર બે લવિંગ, એક પતાસું, એક નાગરવેલનું પાન અને થોડી ખાંડને સળગતી હોળીની અગ્નિમાં નાખી દેવા અને તેના બીજા દિવસે હોળીની રાખીને ચાંદીના તાવીજમાં ભરીને ગળામાં ધારણ કરી લેવી.

આમ કરવાથી તમારી ઉપર જે તાંત્રિક ક્રિયાઓ કરવામાં આવી હશે તે બધી જ નષ્ટ થઇ જશે. માન્યતા છે કે તાવીજ ધારણ કરવાથી જાતકોને કોઈપણ પ્રકારની ઉપરી શક્તિ કે તાંત્રિક ક્રિયાઓનો ભય નથી રહેતો.

જો તમારા વેપારની અંદર સતત ધન હાનિનો સામનો કરવો પડી રહ્યો હોય કે પછી તમને રોકાણ સંબંધી વ્યવસાયમાં નુકશાન થઇ રહ્યું હોય અથવા તો જો કોઈએ તમારી પાસેથી ધન લીધું હોય અને તે પાછું ના આપી રહ્યું હોય તો હોળીના દિવસે રાખનો ટોટકો કરવો.

આ ટોટકો કરવા માટે તમારે હોળી પ્રગટાવવાના સ્થાન ઉપર દાઢમની કલમથી એ વ્યક્તિનું નામ લખી દો અને તેના ઉપર લીલું ગુલાલ છાંટી દો. ત્યારબાદ જયારે હોલિકા દહન થઇ જાય તો તે જગ્યાની રાખોડી કોઈ વહેતા જળમાં પ્રવાહિત કરી દેવી. માન્યતા છે કે આમ કરવાથી ધન સંબંધી તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે.

Niraj Patel