જ્યોતિષ શાસ્ત્ર

હોળીના દિવસે કરો આ 7 ઉપાય, સુખ-સમૃદ્ધિ, નોકરી કે વેપારમાં મળી શકે છે તરક્કી

સુખ-સમૃદ્ધિ, નોકરી કે વેપારમાં તરક્કી માટે હોળી પર કરી શકો છો આ ઉપાય

ફાગણ પૂનમના દિવસે હોળીનો પર્વ મનાવવામાં આવે છે. હોલિકા દહન કરવામાં આવે છે. આ વર્ષે હોળીનો પર્વ 28 માર્ચ રવિવારના રોજ આવે છે. ઉપાયની દ્રષ્ટિએ હોળીનો પર્વ પ્રભાવી ફળ દેનાર હોય છે. હોળી પર કરવામા આવેલ ઉપાય જલ્દી ફળ આપે છે. વેપાર, નોકરી, સુખ, સમૃદ્ધિ, ધન સંબંધી કોઇ પણ સમસ્યાના સમાાધાન માટે હોળીના પર્વ પર તમે નીચે જણવ્યા મુજબના ઉપાય કરી શકો છો.

Image source

1.વેપાર કે નોકરીમાં પ્રગતિ ન થઇ રહી હોય તો 21 ગોમતી ચક્ર લઇને હોલિકા દહનની રાત્રે શિવલિંગ પર ચઢાવી દો. તેનાથી ફાયદો થશે.

2.જો તમે બેરોજગાર છો તો હોળીની રાત્રે 12 વાગ્યા પહેલા એક લીંબુ લઇને ચાર રસ્તા પર જાઓ અને તેના ચાર ટુકડા કરી ચારેય દિશામાં ફેકી દો. ધ્યાન રાખો કે, આ કર્યા બાદ જયારે તમે ઘરે પાછા આવો ત્યારે પાછળ વળીનેે ના દેખો.

Image source

3.હોળી પર ગરીબને ભોજન અવશ્ય કરાવો. આવું કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે.

4.હોળીની રાત્રે તેલનો ચૌમુખી દીવો લઇને ઘરના મુખ્ય દ્વાર પર મૂકો અને તેની પૂજા કરો. તે બાદ ભગવાન પાસે સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરો. આ પ્રયોગથી બધી બાધાઓનું નિવારણ થાય છે.

Image source

5.જો તમરા ઘરમાં કોઇ ભૂત-પ્રેતનો સાયો છે તો, જયારે હોળી સળગી જાય ત્યારે હોલિકાની થોડી અગ્નિ ઘરે લઇ આવો અને ઘરના આગ્નેય કોણમાં તેને તાંબા કે માટીના વાસણમાં રાખો. સરસોના તેલનો દીવો પ્રગટાવો. આનાથી તમારી પરેશાનીઓ દૂર થશે.

6.હોલિકા દહનના બીજા દિવસે હોલિકાની રાખને ઘરે લાવીને તેમાં થોડી રાઇ અને મીઠું મિક્સ કરી લો. આ પ્રયોગથી ભૂત-પ્રેત કે નજરના દોષથી મુક્તિ મળશે.

Image source

7.શત્રુઓથી છૂટકારો મેળવવા માટે હોલિકા દહનના સમયે 7 ગોમતી ચક્ર લઇને ભગવાનને પ્રાર્થના કરો કે, તમારા જીવનમાં કોઇ શત્રુ બાધા ન લાવે. પ્રાર્થના બાદ પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ગોમતી ચક્રને પ્રગટી રહેલી હોલિકામાં નાખી દો.