શરૂ થયો હોળાષ્ટક-2021, જાણો હોળાષ્ટકના આઠ દિસવોમાં શું કરવું અને શું ન કરવું, જાણો 12 રાશિઓ પર તેની શું થશે અસર

ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમીથી લઈને પુર્ણીમા તિથિ સુધીનો સમય હોળાષ્ટક માનવામાં આવે છે.હોળાષ્ટક હોળી દહનના પહેલાના 8 દિવસોને કહેવામાં આવે છે. આ આઠ દિવસોમાં કોઈપણ માંગલિક કાર્યો કરવા અશુભ માનવામાં આવે છે.આ વખતે 21 માર્ચથી લઈને 28 માર્ચ સુધી હોળાષ્ટક રહશે. આવો તો જાણીએ કે હોળાષ્ટકના સમયે ક્યાં ક્યાં કામ કરવા જોઈએં અને ક્યાં કામ ન કરવા. (અહીં લીધેલી તમામ તસવીરો પ્રતીકાત્મક છે).

Image Source

હોળાષ્ટકનું મહત્વ પંજાબ, હિમાચલ, હરિયાણા, ઉત્તર અને મધ્ય પ્રદેશમાં વધારે છે. જ્યોતિષકારોના આધારે આ આઠ દિવસો અશુભ માનવામાં આવે છે માટે આ દિસવોમાં કોઈપણ શુભ કાર્ય કરવા જોઈએ નહિ. આ સિવાય તેનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે. આ દિસવોમાં ઋતુ બદલવાનો સમય હોય છે માટે તેની અસર રીર પર પણ પડે છે, માટે આવા સમયે કોઈ મહત્વપૂર્ણ નિર્ણયો કે માંગલિક કાર્યો કરવાથી બચવું જોઈએ. હોલિકા દહન સાથે દરેક વિકારો દૂર થઇ જાય છે. આકાશમાં ઉડતો ગુલાલ, રંગો વગેરે મનમાં નવો ઉલ્લાસ જગાડે છે માટે હોલિકા દહન પછી મનમાં એક નવો જ ઉલ્લાજ પૈદા થાય છે, માટે હોળાષ્ટક પછી જ મહત્વના નિર્ણયો લેવા જોઈએ.

Image Source

હોળાષ્ટકના દિવસોમાં ભૂમિ પૂજન, ગ્રહ પ્રવેશ, નામકરણ, લગ્ન, જનોઈ સંસ્કાર, નવો વ્યવસાય વગેરે જેવા શુભ કામ કરવા જોઈએ નહીં.

જ્યોતિષકારોના આધારે હોળાષ્ટકની અસર દરેક રાશિઓ પર પડવાની છે જે શુભ કે અશુભ બંન્ને પ્રકારની હોઈ શકે છે. આવો તો જાણીએ કે કઈ રાશિને આ દિવસોમાં સંભાળીને રહેવાની જરૂર છે.

Image Source

1. મેષ:
આ રાશિ માટે હોળાષ્ટકની અવધિ શુભ રહેશે. આ દરમિયાન આ રાશિના લોકો ધન લાભ મેળવવા માટે તૈયાર રહેજો. અટકેલું ધન પાછું મળી શકે તેમ છે. કર્જની સમસ્યા દૂર થઇ જશે.

2. વૃષભ:
વૃષભ રાશિનો વેપાર સારી રીતે ચાલશે. પ્રોપર્ટીમાં નિવેશ કરવા પર લાભ થશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. જો કે કોઈ મોટો નિર્ણય લેતા પહેલા અનુભવીઓની સલાહ ચોક્કસ લો.

3. મિથુન:
હોળાષ્ટકની અવધિમાં મિથુન રાશિને વેપાર નવા નવા અવસરો મળશે. પરિવારમાં કોઈ આયોજન વિષે ચર્ચા થશે. આર્થિક બાબતમાં બીજા લોકોની સલાહ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, માટે સાવધાન રહો.

Image Source

4. કર્ક:
હોળાષ્ટકની અવધિમાં કર્ક રાશિના લોકોના ખર્ચાઓ વધી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. જો કે વેપારમાં ઉન્નતિ થવાના યોગ બની રહ્યા છે.

5. સિંહ:
સિંહ રાશિના લોકોને વધારાના બિન જરૂરી ખર્ચાઓ થઇ શકે છે. સરકારી નોકરીની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર મળી શકે છે.

6. કન્યા:
પૈસા ઉધાર લેવાથી બચો. વિદ્યાર્થીઓ માટે આ સમય કઠિન રહી શકે છે. વિદ્યાર્થીઓનું ધ્યાન ભંગ થઇ શકે છે અને એકાગ્રતમાં પણ ખામી આવશે.

Image Source

7. તુલા:
અટકેલા કામ પૂર્ણ થઇ શકશે. બીજાના કામની આલોચના ન કરો. કાર્ય-વ્યવહારમાં લાભ મળશે, ખર્ચાઓ વધી શકે છે.

8. વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના લોકોને ઈચ્છીત ફળની પ્રાપ્તિ મળી શકશે. કોઈ સ્ત્રીની સલાહ પર ચાલવાથી લાભ થશે. મકાન, દુકાન અને વાહન બાબતમાં લાભ થવાના યોગ બનશે.

Image Source

9. ધનુ:
હોળાષ્ટકના સમયમાં આર્થીક સમસ્યાઓ ઉકેલાશે. વેપાર-વ્યવસાયમાં લાભ થશે. નોકરીની શોધ કરનારાઓને શુભ સમાચાર મળશે. વેપારમાં પણ મોટી ડીલ મળી શકશે.

10. મકર:
લાંબી યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. વાહનને લગતી કોઈ સમસ્યા આવી શકે છે. આવકના સાધનોમાં વૃદ્ધિ થશે. યાત્રા પર જવું સુખદાયક બનશે.

Image Source

11. કુંભ:
નવી યોજનામાં લાભ થશે. પૈસાનું રોકાણ ફાયદો કરાવશે પણ અજાણ લોકો પર આંખ બંધ કરીને વિશ્વાશ કરવાથી બચો. ખાવા પીવામાં સાવધાની રાખો, કોઈ કારણ વગર જ તણાવ આવી શકે છે.

12. મીન:
મીન રાશિના લોકોએ મહેનત પર જોર આપવાની જરૂર છે, ત્યારે જ ઈચ્છીત ફળની પ્રાપ્તિ થશે. પરીક્ષાનું પરિણામ ચિંતામાં મૂકી શકે છે. ગંભીર રહેવાથી સુખદ પરિણામ મળશે.

Krishna Patel