પ્રધાનમંત્રી મોદીએ ફોન કરીને ભારતીય મહિલા હૉકી ટીમની ખેલાડીઓને બંધાવી હૈયાધારણા, ભાવુક થઇ ગઈ ખેલાડીઓ

ઓલમ્પિકની અંદર ભારતીય મહિલા હૉકી ટીમ બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં બ્રિટેન સામે હારી ગઈ, જેનું દુઃખ સમગ્ર દેશ સાથે ટીમની ખેલાડીઓને પણ થયું છે. ત્યારે તેમના આ દુઃખની અંદર સહભાગી થવા અને તેમને હૈયા ધારણા બંધાવવા માટે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ફોન કર્યો હતો અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

આજે પીએમ મોદીએ ભારતીય મહિલા હોકી ટીમના ખેલાડીઓ અને કોચ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ સમયે ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડીઓ ખુબ જ ભાવુક થઈ ગઈ હતી.અને રડવા લાગી હતી. ત્યારે તેમની હિંમત વધારતા પીએમ મોદીએ ખેલાડીઓને કહ્યું કે “તમે બધા બહુ સારું રમ્યા છો. તમારી મહેનત દેશની દિકરીઓ માટે પ્રેરણા બની છે. દેશને તમારા પર ગર્વ છે.”

આખા દેશને મહિલા હોનકી ટીમ પાસે ખુબ જ આશાઓ હતી, અને તેના જ કારણે આ હારથી દરેક ખેલાડીને ખુબ જ દુઃખ પહોંચ્યું છે. ત્યારે આ સમયે ડેશન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમને હૈયા ધારણા બંધાવીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ત્યારે ગઈકાલે પુરુષ હૉકી ટીમના ખેલાડીઓએ કાલે બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને મેડલ દેશના નામે કર્યું હતું, ત્યારે પણ પ્રધાનમંત્રી મોદીએ તમામ ખેલાડીઓ સાથે કોચને પણ શુભકામનાઓ પાઠવી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો.

Niraj Patel