FIR દાખલ થયાના એક દિવસ બાદ બેંગ્લોર છોડીને ક્યાં ભાગી ગઈ હિતેશા ચંદ્રાની? આવી મોટી અપડેટ

માસુમ દેખાતા ડિલિવરી બોય પર ગંભીર આરોપ લગાવ્યા પછી આ યુવતી ક્યાં ભાગી ગઈ? જાણો સમગ્ર વિગત

ઝોમેટો ડિલિવરી બોય પર શારીરિક હુમલાની ફરિયાદ કરનારી હિતેશા ચંદ્રાની પર હવે બેંગલુરૂ પોલીસે હવે ફરિયાદ દાખલ કરી છે. હિતેશાએ ડિલિવરી બોય સામે ફરિયાદ કરી હતી કે તેણે ડિલિવરી મોડી કરી હતી અને જ્યારે તેણે એ બાબતે ટોક્યો તો કામરાજે હુમલો કરી દીધો હોવાનું તેણે જણાવ્યું હતું.

બેંગ્લુરુમાં ઝોમેટો ડિલિવરી બોય મારપીટ કેસમાં નવા નવા વળાંક આવે છે. આ ઘટનામાં હવે મહિલા સામે FIR દાખલ કરવામાં આવી છે. મહિલા પર ડિલીવરી બોય સાથે મારઝુડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઈલેક્ટ્રોનિક સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે આરોપી મહિલાએ ડિલીવરી બોયને ચપ્પલ વડે માર માર્યો હતો, અપશબ્દો કહ્યાં હતા અને બાદમાં તેની સામે ખોટી ફરિયાદ દાખલ કરાવી હતી.

ડિલિવરી બોય કામરાજ દ્વારા FIR દાખલ થયાના એક દિવસ બાદ પીડિતા બનેલી હિતેશા ચંદ્રાનીએ બેંગ્લુરુ શહેર છોડી દીધુ છે. આ વાત ત્યારે સામે આવી જયારે કથિત પીડિતાનો પૂછપરછ માટે સંપર્ક કરવામાં આવ્યો.

ઇન્ડિયા ટાઇમ્સના રીપોર્ટ અનુસાર, જયારે હિતેશાને પૂછપરછ માટે બોલાવવામાં આવી ત્યારે તે શહેર છોડી ચૂકી હતી. મહારાષ્ટ્રમાં તે તેની માસીના ઘરે છે. પોલિસે હિતેશાના નિવેદન માટે સમય આપ્યો છે, જો તે પોલિસના સામે આવતી નથી તો તેની ધરપકડ પણ થઇ શકે છે.

ઝોમેટોમાં છેલ્લા ત્રણ વર્ષથી કામ કરતા કામરાજે છૂટ્યા બાદ હિતેશા સામે આક્ષેપો કર્યા હતા અને તેણે પોતાને ખોટી રીતે ફસાવી દીધો હોવાનો દાવો કર્યો હતો. તેણે હિતેશા સામે ફરિયાદ કરતાં પોલીસે હવે હિતેશા સામે કાર્યવાહી શરુ કરી હતી. યુવતીના આરોપ બાદ ઝોમેટો તરફથી ડિલીવરી કરનારા યુવકે દાવો કર્યો હતો કે યુવતીએ તેને ચંપલ માર્યું અને ગાળો બોલી. યુવકે દાવો કર્યો કે યુવતીની પોતાની ભૂલના કારણે તેને નાક પર ઈજા થઈ.

ઝોમેટો ડિલિવરી બોયે બેંગલુરુની મહિલા હિતેશા ચંદ્રાની પર હુમલો કર્યાના કથિત મામલામાં એકપછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. આ મહિલાએ પહેલા કહ્યું હતું કે ડિલિવરી બોયે તેના પર હુમલો કરી તેનું નાક તોડી નાખ્યું હતું. જ્યારે ડિલિવરી બોયે પોતાની ફરિયાદમાં ખુલાસો કર્યો છે તે આ મહિલાની રિંગ જ તેને વાગી છે.

હુમલા પછી હિતેશાએ કહ્યું હતું કે લોકોને બતાવવા માટે હું મારું નાક શા માટે તોડું. આ મારા હાથમાં રહેલી રિંગ ચાર-પાંચ વર્ષ જૂની છે. આ બાદ સોશિયલ મીડિયા પર લોકોએ રિએક્શન આપવાનું શરૂ કરી દીધું કે હુમલો થયો તે દિવસે વીડિયોમાં દેખાતી રિંગ અને આજના વધુ એક ખુલાસાના વીડિયોમાં પહેરેલી રિંગ પણ અલગ-અલગ છે. સાથે હુમલા સમયના વીડિયોમાં હાથમાં ઈજાનું નિશાન નથી, જ્યારે આ નવા વીડિયોમાં ઈજાનું નિશાન છે તો તે ક્યાંથી આવ્યું ?

Shah Jina