ખબર

કરોડો રૂપિયાની નોકરી છોડી અને આ યુવક હવે બનવા જઈ રહ્યો છે સંત, ઘરનો કરશે ત્યાગ

ઘણા લોકો એવા હોય છે જેમનું સંસારમાંથી મન ઉડી જાય છે, ત્યારે તેમને પૈસો, વૈભ, મોહ માયા કાંઈજ સ્પર્શતું નથી અને તે સન્યાસ લેવા તરફ પ્રયાણ કરતા હોય છે. આવા ઘણા કિસ્સાઓ સામે આવે છે, જેમાં ઘણા લોકો કરોડોની સંપત્તિ અને અપાર સુખ વૈભવનો ત્યાગ કરીને સન્યાસ તરફ વળ્યાં હોય.

હાલ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવક દુબઈની અંદર કરોડો રૂપિયાની નોકરીઓનો ત્યાગ કરી અને સન્યાસ તરફ વળવાનું નક્કી કરી ચુક્યો છે. મૂળ ગુજરાત સાથે સંબંધ ધરાવનાર અને મધ્ય પ્રદેશ શિવપુરીમાં રહેવા વાળા હિતેષભાઇ ખોનાએ કરોડોની નોકરીનો ત્યાગ કરી અને સન્યાની બનવાનો નિર્ણય લીધો છે.

હિતેષભાઇ 14 જાન્યુઆરીના રોજ તે દીક્ષા લઇ અને કઠિન સાધના તરફ નીકળી જશે. આ દિવસે હિતેષના માતા-પિતા ચંપાબેન અને ભાગચન્દ પોતાના દીકરાને જૈન સંત આદર્શ મહારાજને સોંપી દેશે.

દુબાઇની અંદર ટેક્સ કન્સલ્ટન્ટનું કામ કરવા વાળા હિતેષે જણાવ્યું કે મોટા ભાઈના લગ્ન અને માતા-પિતા માટે એક મકાન બનાવવામાં સમય લાગ્યો જેના કારણે તેમને આ નિર્ણય લેવામાં મોડું થયું. તેમને એ પણ જણાવ્યું કે તે બહુ જ પહેલા જ વૈરાગ્ય જીવનને અપનાવવા માંગતા હતા.

હિતેષે જણાવ્યું કે જયારે તે 12માં ધોરણમાં હતો ત્યારે એકવાર આચાર્ય નવરત્ન સાગરને મળ્યા હતા. જેના બાદ વૈરાગ્ય તરફ તેમનું આકર્ષણ વધી ગયું. ત્યાંથી જ તેમને જૈન ગ્રંથોના અધ્યયનની પ્રેરણા મળી જેના બાદ તેમનું આકર્ષણ વધતું ગયું.

14 જાન્યુઆરીના રોજ હિતેષ પોતાના ગુરુ પાસેથી દીક્ષા લેશે. જેના થોડા જ સમય બાદ એક ભવ્ય સમારંભ થશે અને તેને સંત રૂપે અલંકૃત કરવામાં આવશે.

હિતેશ મૂળ રૂપે અમદાવાદનો વતની છે. તેને બીકોમ કર્યા બાદ મુંબઈની અંદર થોડો સમય ટેક્સ સલાહકારના રૂપમાં કામ કર્યું હતું. ત્યારબાદ તે દુબઇ ચાલ્યો ગયો હતો.