કમાને ડાયરામાં નાચતા જોઈને અભિનેતા હિતેન કુમારનો ફૂટ્યો ગુસ્સો, કહ્યું, “કમાને રમકડું ના બનાવશો !” જુઓ બીજું શું કહ્યું

હાલ ગુજરાતમાં એક નામ ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યું છે અને તે નામ છે કમાનુ. આજે કમો ગુજરાતમાં થતા મોટા ભાગના ડાયરાની શાન બની ગયો છે. કમા વિના તો જાણે ડાયરા પણ અધૂરા હોય તેમ લાગે. ત્યારે કમાના દિવ્યાંગ હોવાના કારણે કમાને ડાયરામાં નાચતો જોઈને ઘણા લોકો ગુસ્સે પણ થઇ રહ્યા છે. આ બધામાં એક અભિનેતા હિતેન કુમાર પણ છે. તાજેતરમાં જ હિતેન કુમારે પણ આ મુદ્દે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

એબીપી મીડિયા સાથે ખાસ વાતચીતમાં હિતેન કુમારે જણાવ્યું હતું કે “હું છેલ્લા 3-4 મહિનાથી કમાને જે વીડિયો આવી રહ્યા છે તેને જોઈને હું તો એમ જ કહીશ કે આ સર્કસ ચાલી રહ્યું છે. મારી બધા જ ડાયરાના મિત્રોને વિનંતી છે કે કમા પ્રકારના વ્યક્તિને આમ રમકડું બનાવીને આ રીતે લોકોની વચ્ચે ના મુકો.”

હિતેન કુમાર એમ પણ જણાવી રહ્યા છે કે, “કારણ કે માનસિક રીતે વિકલાંગ કહી શકાય એ પ્રકારની કરુણા તો પેદા નથી થઇ શકતી પરંતુ હાસ્યસ્પદ ઘટના બની રહી છે. એમના માટે કરુણા હોઈ શકે એમના માટે આ પ્રકારે તાયફા કરવાનું બંધ કરવું જોઈએ. હિતેન કુમાર એમ પણ જણાવે છે કે જ્યારે કિર્તીદાન ભાઈએ આ શરૂ કર્યું ત્યારે તેમની ભાવના જુદી હતી. પરંતુ ત્યાર પછી જે ત્રણેક મહિના દરમિયાન કમાને એક રમકડાની જેમ વાપરવામાં આવી રહ્યો છે.”

હિતેન કુમારે આ અંગે પોતાનું દુઃખ વ્યક્ત કરતા એમ પણ કહ્યું કે મને એક માણસ તરીકે આ બધું ડિસ્ટર્બંઇંગ ફીલ થઇ રહ્યું છે. કમાને તો ખબર જ નથી તેની આજુબાજુ શું થઇ રહ્યું છે. એતો નાનું બાળક છે, પરંતુ તેની સાથે જે કરવામાં આવી રહ્યું છે એ ખરેખર શરમજનક ઘટના છે. છેલ્લે હિતેન કુમાર બે હાથ જોડીને ડાયરાના મિત્રોને વિનંતી કરી રહ્યા છે કે કમાનો આ રીતે ઉપયોગ ના કરો. એના થકી આપનો રોટલો રડવાના પ્રયત્નો ના કરીએ તો આપનું માન વધતું રહેશે.

Niraj Patel