કાળની કેવી કરુણા… ખેડબ્રહ્મામાં ધોરણ 10માં ટોપ કરનારા દીકરાને રિઝલ્ટ પહેલા જ મોત ભરખી ગયું, જીવ બચાવનારા ડોક્ટરની કારે જ મા-દીકરાને કચડી નાખ્યા

દાદાને કહ્યું, “હું 10માં ધોરણમાં ટોપ કરીશ તો શું ગિફ્ટ આપશો ?” 4 કલાક બાદ જ પૌત્રના મોતના સમાચારથી દાદાના પગ નીચેથી જમીન સરકી ગઈ, કાળજું કંપાવી દેનારી ઘટના

Khedbrhma hit and run : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના  ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. કેટલાય લોકો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. ત્યારે આવા અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતા જ લોકોના હૈયા પણ કંપી ઉઠે છે.

ત્યારે હાલ ખેડબ્રહ્મામાંથી સામે આવેલા એક અકસ્માતે લોકોની આંખો ભીની કરી દીધી છે. હાલમાં જ ધોરણ 10નું પરિણામ જાહેર થયું અને ઘણા વિદ્યાર્થીઓ સારા માર્ક્સ સાથે પાસ થયા અને વાલીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો,

પરંતુ એક પરિવાર એવો હતો જેમાં દીકરાએ શહેરમાં ટોપ કર્યું છતાં પરિવારમાં માતમ છવાયો છે, કારણે પરિવારે દીકરાને એક અક્સમાતમાં ગુમાવી દીધો. આ બાબતે પ્રપાત માહિતી અનુસાર સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં રહેતો પ્રજાપતિ પરિવાર ગત રવિવારના રોજ બાઈક પર ઘરે આવી રહ્યો હતો.

ત્યારે જ એક પુરપાટ ઝડપે આવી રહેલી કારે તેમની બાઇકને ટક્કર મારી હતી. જેમાં માતા અને દીકરાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે પિતાને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓ હાલ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

અકસ્માતમાં મોતને ભેટનાર દીકરા શિવમનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું જેમાં તેને આખા શહેરમાં ટોપ કર્યું હતું. તેને 89.33 ટકા મેળવ્યા. રિઝલ્ટ આવવાના ચાર દિવસ પહેલા જ પારસભાઈ પ્રજાપતિ તેમની પત્ની પત્ની દર્શનાબેન અને દીકરા શિવમને લઈને ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે જ ઇડર તરફથી આવી રહેલી એક કારે તેમની બાઇકને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.

શિવમ તેના પરિવારનો ખુબ જ લાડકો દીકરો હતો અને ભણવામાં પણ ખુબ જ હોશિયાર હતો. તે તેના દાદા, માતા-પિતા અને ભાઈ સાથે રહ્યો હતો. પરિવારમાં સૌથી નાનો હોવાના કારણે બધા જ તેને ખુબ જ લાડ લડાવતા. અકસ્માત પહેલા તેને તેના દાદાને પણ કહ્યું હતું કે

“દાદા થોડા દિવસમાં મારુ પરિણામ આવશે અને હું સ્કૂલમાં ટોપ કરીશ તો તમે મને શું ભેટ આપશો ?” ત્યારે દાદાએ પણ કહ્યું હતું કે તું ટોપ કરીશ જ અને તારે જે જોઈએ એ ગિફ્ટ તને આપીશ.

ત્યારે શિવમે એમ પણ કહ્યું હતું કે આપણે બધાને પેંડા વહેંચીશું. પરંતુ ના જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું એમ 4 કલાક બાદ જ દાદાને ફોન આ અકસ્માત વિશે જાણ થઇ અને આ અક્સમાતમાં શિવમ અને તેની માતા બંને કાળનો કોળિયો બની ગયા.

અકસ્માત સર્જનાર ખેડબ્રહ્માની પુષ્પકુંજ સોસાયટીમાં રહેતો અને પોતે MBBSની ડીગ્રી હાંસલ કરેલ અને અકસ્માત સમયે ગાડી ચલાવનાર પાવક જોષી હતો. ત્યારે હાલ  આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

Niraj Patel