સુરત શહેરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક ટેમ્પો ચાલકે રાહદારીને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. CCTVમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે આવતા ટેમ્પો ચાલકે રાહદારીને ટક્કર મારીને 20 ફૂટ સુધી ઢસડ્યા.
CCTVમાં જોઈ શકાય છે કે રાહદારીઓ રસ્તા પર ઉભા છે. ત્યારે અચાનક એક ટેમ્પો પૂરપાટ ઝડપે તેમની તરફ આવે છે. જેથી રાહદારી બચવા માટે રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરે છે, પરંતુ ટેમ્પોએ તેને જોરથી ટક્કર મારી હતી. અને રાહદારી 20 ફૂટ દૂર ફંગોળાયો હતો. આ ઘટના વહેલી સવારે 4.26 કલાકે બની હતી. જેમાં, એક ટેમ્પો ચાલકે રાહદારીને ટક્કર મારતા તેનું મોત નિપજ્યું હતું.
અકસ્માત બાદ ટેમ્પો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના 5 નવેમ્બર, 2024 ના રોજ રામપુરા પેટ્રોલ પંપ પાસે બની હતી. આ ઘટના બાદ ત્યાં હાજર લોકો દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.